________________
૧૯૧૦]
ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવે.
[૩૫
ઉપદેશકના ભાષણથી થએલા ઠરા. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે તા. ૪-૧૦-૧૧ ના રોજ વીજાપુર તાલુકાના સર્મ ગામમાં કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપ્યાં હતાં. તેથી કરી જૈનામાં તથા બીજા વર્ગમાં સારી અસર થઈ હતી. તે ઉપરથી નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા હતા – ૧ પરદેશી ભ્રષ્ટ ખાંડ જૈન સંઘમાં વપરાતી નથી તો પણ ઘણું જ ન વાપરવા પ્રતિ
જ્ઞા લીધી હતી. ૨ ટીનનાં વાસણ વાપરવાં નહીં– ૩ તેમજ ઘણી સ્ત્રીઓએ ફટાણું ગાવાં નહીં તેમજ બંગડીઓ પહેરવી નહીં તેવી
પ્રતિજ્ઞા કરી છે. ૪ કન્યાવિક્રય કરવો નહીં. ૫ રડવા કુટવાની બાબતમાં કમતી કરેલું છે તે પણ આ ભાષણોથી વધારે ઓછું
કરવામાં ધ્યાન ખેંચ્યું છે.
વળી જીવદયા ની બાબતમાં તમામ ગરાશીઆઓએ પાપ નહી કરવા કે નહીં કરાવવા ખુશી બતાવી છે. અને કઈ પાપ કરે તે બનતા ઉપાયે અમે તેને અટકાવીશું એવી રીતે ઠરાવ કરી પિતા ની સહીઓ સમાન જન સંઘને કરી આપી છે.
પરાંતીઆ મુકામે બત્રીશીના પંચમાં થએલા ઠરાવે. તા. ૨૧-૧૧-૧૦ ના રોજ પતીઆ મુકામે વળાદ તડના બત્રીશીનું પંચ એકઠું મળ્યું હતું. તે વખત ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ જૈન વેતાંબર કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપ્યાં તથા કેટલાક ઠરાવો રજુ કર્યા તે પૈકી નીચેના ઠરાવ પંચમાં પસાર થયા છે૧ લગ્નપ્રસંગે દારૂખાનું ફાડવું નહીં. ૨ પીછાંવાળો પોશાક વાપરે નહીં તેમ નવો લાવવો નહીં. ૩ મરણપ્રસંગે તથા કાણે જાય આવે ત્યારે રહેવાના ઘરના માહોલા સિવાય કોઈ પણ જગ્યાએ
ઉઘાડી છાતી કરી કુટવું નહીં. ૪ વૃદ્ધ મરણ વખતે પથરણું બે માસ રાખી ઉપાડી લેવું, ને નાની ઉમરના એટલે
જુવાન મરણપ્રસંગે પાંચમે માસ બેસતાં પથરણું ઉપાડી નાખવું. ૫ લગ્નપ્રસંગે ગૌરવ રમવાને રીવાજ બંધ કરવામાં આવ્યો છે. { સંચાને આ મેં તથા સજીને આ વાપરવો નહીં. ૭ જુવાન મરણપ્રસંગે કારણે જનારાને કે આવનારાને જમવામાં રોટલી ઉપર વાઢીથી ઘી
પીરસવું નહીં. ફકત ધીમાં બળીને જ પીરસવી. ૮ લગ્નપ્રસંગે કોઈ પણ સ્ત્રીએ ફટાણું ગાવાં નહીં.
૯ ટીનનાં ભ્રષ્ટ વાસણે વાપરવાં નહીં તેમ લાવવાં નહી. ૧૦ કચકડાનાં બટન વગેરે કાંઈ પણ ચીજ વાપરવી નહીં. ૧૧ બનતાં સુધી ચામડાનાં પુઠા વાપરવાં નહીં,