________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघ नमस्यत्यहो
वैरस्वामिवदुनति नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ–સર્વ લોકોથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઇદ્ર શ્રેષ્ઠ છે. વળી આ સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહાસાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંધને હમેશાં નમસ્કાર કરે છે, એજ આશ્ચર્ય છે. માટે તે સંધને જે પુરૂષ વરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તે જ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે.
પુસ્તક ૬)
આસો વીર સંવત ૨૪૩૬ નવેમ્બર, સને ૧૯૧૦ (અંક ૧૧.
älsop's
Fables.
The point to be kept in mind is their Asiatic origin, as this will at once help us to separate the fables which we can use from those which must be rejected. A discrimination of this sort is absolutely necessary. I am of opinion that it is a serious mistake to place the whole collection as it stands in the hands of children.
* The Moral Instruction of Children by Felix Adler.
ધર્મનીતિની કેળવણી તેમજ સ્વરાજ વિષે આપણું દેશમાં હાલ વિશેષ કરીને ચળવળ ચાલી રહી છે તે સમયે, અમેરીકનોને સ્વરાજ કેવું પ્રિય છે, પોતાની સ્વતંત્રતાની ભાવનાએને કોઈ પણ રીતે હાનિ ન પહોંચે તે માટે તેઓ કેવી કાળજી રાખે છે, તથા પોતાનાં બાળકો કે જેમના પર ભવિષ્યને ખરો આધાર રહેલો છે તેમના નૈતિક શિક્ષણ સંબંધે કે સૂક્ષ્મ વિવેક કરે છે, તે પર આપણું દેશી બંધુઓનું ખાસ ધ્યાન ખેંચવા અમે ઈશપની વાતે વિષે પ્રો. ઍડલરના વિચારો અત્રે ઉતાર્યા છે, જે દરેક શિક્ષકે ખાસ કરીને મનન કરવા ગ્ય છે.