________________
૧૯૧૦ ]
.
ધાર્મિક હિસાબ તપાસણું ખાતુ.
[૨૭૧
સ
ગ્રહસ્થાને વ્યાજુ આપી તેમાંથી પારણું કરાવવામાં આવતા હતા પણ પાછલથી વીશા પોરવાડ માહાજન તરફથી વ્યાજ આવવું બંધ પડી જવાથી પારણું કરવાનું કામ અટકી પડયું છે તે વિગેરે ઘણી જાતની ગેરવ્યવસ્થા ચાલે છે તે ઉપર અમારી તરફથી આગેવાનું ધ્યાન ખેંચી લેગ્ય બંદોબસ્ત કરવા જણાવ્યા છતાં હજુ સુધી કુસંપ મટતો નથી. તે બહુજ દિલગીર થવા જેવું છે.
સદરહુ ગામની પાંજરાપોળ મોટા પાયા ઉપર બાંધેલી હોવા છતાં સદરહુ વહીવટકર્તાઓએ પૂરતી મહેનત લઈ તેમાં વધારો કરી ઢેરેને બાંધવાનું મુકામ બહુજ સારી રીતે બંધાવી તેમાં એક સુંદર બગીચો તેમજ મોટો કુવો તથા અવાડો બનાવી એક સુશોભીત અને ઢોરને પૂરતી રીતે આરામ મળી શકે તેવી પાંજરાપોલ બનાવી દીધી છે અને તે મને બેના ચાકરો ઉપર વહીવટકર્તાઓ પૂરતી દેખરેખ રાખવાથી જાનવરોને ચારા, પાણું, મલમ પટા, વિગેરેની માવજત સારી રીતે થાય છે તે બહુજ ખુશી થવા જેવું છે. અને તે નજરે જોનાર ગ્રહસ્થોને બહુજ આનંદ થાય છે. સદરહુ ગામની દશ બાર ગાઉની આકતી પાકતીમાં પાંજરાપોલ બીજી નહીં હોવાથી તે તરફનાં સર્વે ઢોરને આ પાંજરાપોલ એક આશીર્વાદ સમાન થઈ પડી છે.
સદરહુ પાંજરાપોલ ઉપર નંબર બીજાના વહીવટકર્તા શેઠ ફતેચંદ રવચંદ પોતાનો કીંમતી વખત રોકી પૂરેપૂરી દેખરેખ રાખવાથી તથા તેમના ભત્રીજા શેઠ રૂપચંદ પુનમચંદ સદરહુ પાંજરાપોળમાં મોટું ખરચ થતું હોવાથી વ્યાજમાંથી પૂરું પડી શકે તેટલી રકમ પિતાના ઘરના ખરચે ગામોગામ ફરી એકઠી કરવાનો અભિગ્રહ કરી પૂરતી મહેનત લેવાથી
એક સારી જેવી રકમ ભેગી કરી છે અને તેમનો પ્રયાસ હજુ ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમનું ધારેલું કામ ફતેહમંદીથી પાર પાડવા માટે દરેક ગામના ગૃહસ્થોએ સદરહુ ગ્રહસ્થ ઉ. પાડેલું કામ તાકીદે પાર પડી શકે તેવી રીતે નાણું તથા વગવસીલાની મદદ કરી તે કામ પાર પડાવી આપવાની ખાસ જરૂર છે. તેમાં મદદ કરવાથી જનાવરોને આશીર્વાદ મેળવી મોટામાં મોટું પુન્ય પ્રાપ્ત કરશે.
સદરહુ વહીવટકર્તા ગૃહસ્થોમાં શેઠ હાથીચંદ ઝવેરચંદ તથા શેઠ ફતેચંદ રવચંદ પિતાનાં તન, મન, અને ધનથી જે પ્રયાસ કરી રહ્યા છે તેથી મજકુર પાંજરાપોલ તથા દેરાસરછમાં બહુજ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા થાય છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તેમજ સદરહુ બીજા નંબરના વહીવટકર્તાના ભત્રીજા શેઠ સરૂપચંદ પુનમચંદનું નામ વહીવટકર્તામાં નહીં હોવા છતાં ખેડા ઢેરેનું દુઃખ હૈયે ધરી પિતાનાં તન, મન, અને ધનથી જે પ્રયાસ કરી રહ્યા છે તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે.
સદરહુ મહાજન ખાતાના વહીવટ બદલ અમારે કાંઈ ઝાઝું બોલવાનું નથી તો પણ દેરાસરમાં પૂજન કરનાર ગેઠીને પગાર તથા દીવાનું ઘીઈ દેરાસરછ ખાતામાં ઉધરે છે માટે સદરહુ ખાતામાં કરકસર કરી અથવા કોઈ યુકિતથી તેટલા પૂરતી ઉપજ વધારી સદરહુ ખરચ તેમાંથી કરે એ વધારે સારું છે.
અમારે અત્રે દિલગીરી સાથે ખાસ જાહેર કરવાની જરૂર પડે છે કે આ ખાતાએ પિતાનો કિમતી વખત તથા નાણુને ભોગ આપી ઘણો વખત રોકાઈ સંઘના આગેવાન