________________
૧૯૧૦ ]
: ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[૨૬૮
અધીરા બની જાય છે, તાત્કાલિક કાચા ફળને માટે આતુર બની જાય છે અને જે ફળપ્રાપ્તિમાં વિલંબ થાય તે કંટાળો લાવીને હાથ ધરેલું કામ ગમે તેવું અગત્યનું અને આગળ ઉપર ઉમદા ફળને આપનારૂં હોય છતાં તેને તજી દે છે. આવા અધીરા કાયર માણસે કાર્યદક્ષ-વ્યવહારકુશળ નહિ હોવાથી તે યોગમાર્ગમાં પ્રવેશ કરવાનેજ અયોગ્ય ગણાય છે. જેમનામાં ક્ષમા, મૃદુતા, સરલતા, સતિષ, તપ, સંયમ, સત્ય, શાચ, નિસ્પૃહતા, અને બ્રહ્મચર્ય પ્રમુખ ઉંચા પ્રકારના ગુણોના શુભ સંસ્કાર પડેલા હોય તેમજ તેવા સગુણેને ખીલવવા જેઓ દિનરાત ઉદ્યમ કરતા હોય તેવા વિરલ જનોજ યોગમાર્ગના ખાસ
અધિકારી છે. તેવા શુભ સંસ્કારી જનેજ યોગમાર્ગને સારી રીતે દીપાવે છે અને સ્વપરને એકાંત હિતકારી નીવડે છે. આ અનુપમ પદ્યનો સમુચ્ચય હાઈ એ સ્પષ્ટ નીકળતા જણાય છે કે સાધુપદવી અતિ ઉત્તમ છે, જગતમાં વિશ્વાસપાત્ર છે, તેથી દુનિયા ઉપર બહુ ઉંચી છાપ પડી શકે છે. તે પદવીથી સહુ આત્માર્થી સાધુઓ પિતાના અને જગતના હિતને માટે ધારે તો બહુએ કરી શકે એમ છે. પરંતુ દેશકાળ પ્રમાણે તેમાં પ્રવેશેલી શિથિલતા દૂર કરી સુધારો કરવાની ખાસ જરૂર છે. તેથી જે જે ખામીઓ પ્રતીત થતી હોય તે તે જલદી દૂર કરવા પ્રબળ પુરૂષાર્થ ફેરવો એ તેમની પરમ પવિત્ર ફરજ ' છે. ઈતિ શમ–
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું.
છેલ્લે મહીકાંઠા તાબે પેથાપુર મધ્યે આવેલી જૈન પાઠશાળા તથા જ્ઞાનખાતાના વહીવટને લગતો રીપોર્ટ
- સદરહુ સંસ્થાઓના વહીવટકર્તા શેઠ મનસુખભાઈ રવચંદ તથા મેતા અમથાભાઈ ટેકચંદ તથા મેતા ચકાભાઈ લલુભાઈ તથા શેઠ મનસુખભાઈ અમથાભાઈના હસ્તકને સવંત ૧૮૫૮ ના પોસ વદ ૩ થી ને સવંત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૧૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યા તે જોતાં જૈન પાઠશાળામાં શિક્ષક જૈની તેમજ ધર્મિષ્ટ હોવાથી બાલીકાઓ તેમજ સ્ત્રીવર્ગને સારી રીતે શિક્ષણ આપવામાં આવે છે પણ તેમાં ઘણો સુધારો કરવાની આવશ્યકતા છે તેમજ વિદ્યાર્થીઓ તેનો કઈ રીતે લાભ લઈ શકતા નથી તેનો પણ યોગ્ય બંદોબસ્ત કરવાની જરૂર છે પણ ત્યાંના સંઘમાં કુસંપ હોવાને લીધે કાંઈ પણ બની શકતું નથી અને સંધમાં કલેશ વધી જઈ બે તડા પડી જવાને લીધે તેની તથા જ્ઞાનખાતાની તેમજ બીજી ત્યાંની ધાર્મિક સંસ્થાઓની ઉપજ ઘણીજ ઘટી ગઈ છે. તેથી તેમાં કાંઈ સુધારો વધારો થઈ શકતો નથી પણ ત્યાંના સંધના આગેવાન ગ્રહસ્થ તે વાત . મન ઉપર લે તો સર્વ કામ કરી શકે તેવી સ્થિતિવાળા છે માટે તે ઉપર પેથાપુરને સંધ તીખાલસપણે વિચાર કરશે તો તેમને ખુલી રીતે દેખાઈ આવશે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થોને આપવામાં આવ્યું છે.