SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર ધાર્મિક હિસાબ તપાસણી ખાતું છલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મધ્યે આવેલા શ્રી પંચાસરાજી પાર્શ્વનાથજી મહારાજના દેહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ– સદરહુ દહેરાસરજીના વહીવટકર્તા શેઠ બેહેચરદાસ હેમચંદના હસ્તકનો સંવત ૧૯૫૮ ની સાલથી તે સંવત ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીનું એકલું નામુંજ અમોએ તપાસ્યું છે. બહારથી સાંભળવા પ્રમાણે વહીવટકર્તા પ્રહસ્થ વહીવટ સારી રીતે ચલાવે છે પણ નામા સિવાય જગમ તથા સ્થાવર મીલકત વિગરે દેખડાવવાની વહીવટકર્તા ગ્રહસ્થ પાસે વખતે વખત માગણી કરવા છતાં દેખડાવી નથી. એટલે જ હીસાબ દેખડાવવાથી સદરહુ વહીવટ કરી રીતે ચાલે છે તે ઉપર અમે ચોક્કસ મત બાંધી શકતા નથી, તેથી સદરહુ વહીવટની જગમ તથા સ્થાવર વિગેરે મિલકત દેખડાવવાની વહીવટકર્તા ગ્રહસ્થને લખી જણાવ્યું છે તેથી આશા રાખીએ છીએ કે તે ઉપર વહીવટકર્તા પ્રહસ્થ પુખ્ત વિચાર કરી અધુરૂં રહેલું કામ પૂરું કરી આપશે એજ છલે ખેડા તાબે કપડવંજ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ– સદરહુ દહેરાસરજીના વહીવટકર્તા શેઠ મગનભાઈ પ્રેમચંદના હસ્તકનો હીસાબ સંવત ૧૯૬૦ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૩ ના જેઠ સુદ ૧ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો, તે જોતાં ખાતાની સ્થિતિ બહુજ ખરાબ થએલી છે અને હવે પછી વહીવટકર્તા તે ઉપર બરાબર ધ્યાન નહીં આપે તો તે ખાતું વધારે ખરાબ સ્થિતિમાં આવી પડવાનો સંભવ છે. દહેરાસરજીનો વહીવટ એક ચોપડામાં જ રાખવામાં આવ્યો છે ને તેમાં રીતસર તેમજ જૈન શૈલી મુજબ નામું લખવામાં આવ્યું નથી. તે સદંતર રીતથી ઉલટું છે, કારણ કે નામાના અંગે મેળ ખાતાવઈ રોકડ વિગેરે ચોપડા બાંધી નામું લખવાની ખાસ જરૂર છે. ગામ મધ્યેના દરેક ધાર્મિક સંસ્થાઓના વહીવટકર્તા ગ્રહસ્થોએ શ્રીસંઘની શેઠ મીઠાભાઈ કલ્યાણચંદની પેઢીમાં સામેલ થઈ ગામ મધ્યેની દરેક ધાર્મિક સંસ્થાઓનો વહીવટ પેઢી મારફતે ચલાવવામાં આવે તે હાલમાં ગામ મધ્યેની ધાર્મિક સંસ્થાના વહીવટમાં ગેરવ્યવસ્થા ચાલે છે તે નીકળી જઈ દેવદ્રવ્યનો નાશ થતો અટકે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ ને લગતું સચનાપત્ર વહીવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મએ વખારના પાડામાં આવેલા શ્રી શાન્તિ નાથજી મહારાજના દહેરાસરજીના તયા સાધારણ ખાતાના વહીવટને લગતે રીપોર્ટ– સદરહુ સંસ્થાના પ્રથમના વહીવટકર્તા શેઠ જોઈતારામ કીકાચંદ તથા શેઠ ઉતમચંદ જેઠાના હસ્તકનો સંવત ૧૯૫૯ની સાલથી તે સવંત ૧૯૬૩ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યો, તે જોતાં વહીવટ કદાચ રીતસર ચલાવ્યું હશે પણ વહીવટકર્તા ગ્રહસ્થ હી
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy