________________
૧૯૧૦ ]
જીવદયા-અહિંસા.nimanitarianism.
રરપ ]
જીવદયા-અહિંસા. HUMANITARIANISM. (લેખક–૨ ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી, એફએલ એલ; બી.)
અનુસંધાન ગતાંક પાને ૧૭૩થી. મરકી વગેરે ચેપી રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે મોટા મોટા સમર્થ યુપીયન
વિદ્વાન્ ડોકટરો તરફથી અનેક ઉપાયો કરવા બાબતના અભિપ્રાય જીવડ્યા અને ઉદરને અપાએલા છે. આ પૈકી જે ઉપાય સામે ખાસ કરીને આપણે કરવામાં આવતો વાંધો લેવા જેવો છે તે એ છે કે મરકીના જંતુઓનો ફેલાવો નાશ કરનારા તરીકે ઉંદરને ગણી તેમને બની શકે તેટલી વધારે
- સંખ્યામાં નાશ કરવાનું કહેવામાં આવે છે. આ ઉપાય પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવો” કેમ ન ગણવો ? તે તે શહેરના લેકોના નીકાચિત પાપકર્મના ઉદયને લઇને, ભવિતવ્યતા (ભાગ્યદેવી)ના અનિવાર્ય નિશ્ચયાત્મક કાર્યથી, આરોગ્યતાના નિયમો બરાબર રીતે નહિ જળવાવાથી મરકીની શરૂઆત થાય છે અને દિવસે દિવસે તે રોગ ગંભીર રૂપ પકડી ઘણું જ નુકશાન કરે છે તે શા માટે ભૂલી જવું જોઇએ ? વળી આ ઉપાયની વિરૂધ્ધ અભિપ્રાય ધરાવનારા પણ ઘણું વિદ્વાન ડોકટરે મળી આવે છે એટલું જ નહિ પણ આપણે આટલા લાંબા વખતના અનુભવથી આપણે જોઈ શક્યા છીએ કે હજારો બલકે લાખ ઉંદરોનો નાશ કર્યા છતાં પણ લેગનું જોર બીલકુલ ઓછું થયું નથી અને
ત્યાં કંઈક ઓછું જોર માલમ પડયું છે ત્યાં તે બીજા અનેક કારણોને આભારી છે. રસી મૂકાવાનું આગ્રહપૂર્વક કહેવામાં આવે છે. વળી હવામાં ભેજ પણ બગાડ થયાની ખાત્રી થતાં તાકીદે તે જગ્યા છોડી દૂર રહેવા જવાને હુકમ કરવામાં આવે છે તે પછી નાહક ઉંદરને નાશ કરવાથી શું લાભ ? કેટલા મોટા ખર્ચના ભોગે કેટલાય વર્ષથી ઉદરનો નાશ કરવામાં આવે છે છતાં પણ ઉંદરોની સંખ્યા બીલકુલ ઘટી નથી તેનું શું કારણે તેને કેાઈએ વિચાર કર્યા છે ? જે શહેરમાં ઉંદરનો નાશ મોટા પાયા ઉપર કરવામાં આવે છે તે શહેરના ઉંદરોની સંખ્યામાં પ્રથમની સંખ્યા સાથે સરખાવતાં અને જે શહેરમાં મુદલ નાશ કરવામાં આવતું નથી તે શહેરના ઉંદરોની સંખ્યામાં ધ્યાન ખેંચનારે ફરક પડ નથી તેમજ અમુક શહેરમાં ઉંદરોનો નાશ કરાવ્યા છતાં પણ મરકી ઘણું જોરથી ફાટી નીકળી છે ત્યારે ઉંદરેનો નાશ નહિ કરાવનાર તેની પાસેનાજ બીજા શહેરમાં મરકીનો એક પણ કેસ થતો નથી એમ અનેક ઠેકાણે જોવામાં આવે છે. તે હકીકત પણ ધ્યાનમાં-વિચારમાં લેવા જેવી છે. આમ હકીકત છતાં લોકલાગણી વિરૂધ્ધ ઉંદરોનો નાશ કરાવવા પાછળ થયેલ ખર્ચને શું બીજે કઈ સારો ઉપયોગ થઈ શક્યો હોત નહિ ?
આ પૈસા ગરીબો માટે સારા લતામાં સસ્તા ભાડાની સારી હવા-પ્રકાશવાળી ચાલીઓ બંધાવવા પાછલ રોકવામાં આવ્યા હોત તો કેટલું લાભ થાત?