SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧] એક અધ્યાત્મિક પદ્ય. [૨૨૭. પ. ઉક્ત મહાપુરૂષ પોતાના આત્માને અને અન્ય આત્માર્થી જતેને હિત શિખામણ આપી સમજાવે છે કે હું ચેતનાવત ! જ્ઞાનચક્ષુ ઉધાડી અજ્ઞાનના પડદા ચીરીને તમે અત્તરમાં આલેચી તમારી ભૂલ સુધારા ! સુધારા ! સહજ સ્વાભાવિક સાચું સુખ આપનારી સમતા શીતળતાને તમે સેવે અને અવળી મતિ આપી અવળે રસ્તે દોરી જઈ પરિતાપ આપનારી મમતાને તમે પિરહરે. દુનિયાની દરેક દશ્ય ક્ષણભ’ગુર વસ્તુમાં મિથ્યા માહ ઉત્પન્ન કરાવનારી ‘મમતા’ જ્યાં સુધી આપણામાં વિદ્યમાન હોય ત્યાં સુધી સ્થિર દષ્ટિથી અંતર સમૃદ્ધિને ભાગ લેવા ભાગ્યશાળી અનાવનારી સમતા સાહાગણના સંગ આપણને સાહાયજ નહિ. અને જ્યારે સદ્ગુરૂ પાસે તેનું યથાર્થ સ્વરૂપ એળખી આત્માને અનર્થ ઉપજાવનારી મમતાના સગ નિવારીને અનુભવ અમૃતનું પાન કરાવી શાંતિ-શીતળતા ઉપજાવનારી સમતાનું ગાંગીભાવે સેવન કરવામાં આવશે ત્યારેજ આત્મા જન્મ મરણનાં અન ંત દુ:ખાથી મૂકાઇને નિવૃત્તિસુખને ભેટી શકશે. અમૂલ્ય માનવભવ પામ્યાનુ એજ સાર છે. તે સમતા વડેજ પામી શકાય છે. મમતા તે વૈરણની જેમ તેમાં આડી આવે છે, અને જીવને ૮૪ લક્ષ જીવાયેનિ સંબંધી દુઃખદાવાનળમાં પચાવે છે. એમ સમજી સુજ્ઞ જનોએ સકળ આપદાથી મુક્ત થઈ સર્વ સ ંપદા સ્વાધીન કરવાને શ્રેષ્ઠ અને સરલ માર્ગજ આદરવા યુક્ત છે. ૧ આ દુનિયા દિવાની છે, તેથી તે વિશ્વાસ કરવા યોગ્ય નથીજ. જેમ બાજીગરની બાજી ખાટી છે . તેમ આ જગતની માયા કેવળ કારમી છે તેથી તેમાં મુંઝાવુ ચેાગ્ય નથી. જેમ વ્યભિચાર સેવનારી કુલટા નારી કાઇની થતી નથી, તેની ગતિજ ન્યારી-ભ્રમ ઉપજાવનારી હાય છે તેમ આ દુનિયા તેના દશ્ય પદાથા માહ-મૃદ્ધ જનોને મિથ્યા ભ્રાંતિ ઉપજાવીને તેમાં મુઝાવી નાંખે છે. તે જાંઝવાના જળની જેમ અથવા સ્વમની સુખડીની જેમ આત્માને સાચી તૃપ્તિ પેદા કરાવી શકતાજ નથી, તેથી સુબુદ્ધિ જનાએ તેમાં મિથ્યા મમતા બાંધી પેાતાના અમૂલ્ય માનવભવ હારી જવા ઉચિત નથીજ. ર. આ જગતની માયારૂપ પ્રિય પુત્ર કલત્રાદિક તેમજ યાવત્ સંચાગિક પદાર્થ વૃક્ષની છાયાની પેરે સ્થિર ટકી રહેવાના નથીજ. જેને સયાગ તેને વિયેાગ અવશ્ય ભાવી છે. ત્યારે ત્યારે પ્રાપ્ત થયેલા પદાથાના વિયેાગ થવાનેાજ છે તે એવા અનિત્ય-છેહ દઇને છૂટી જનારા પદાથો સાથે સ્નેહબધન રાખવું પરિણામે હિતકર નથીજ, કેમકે જ્યારે તેમને વિયે!ગ થાય છે ત્યારે ભારે પરિણામ ઉપજે છે. જો પ્રથમથીજ તે વસ્તુ ઉપરની મમતા તજી દીધી હેત તે વિયેાગ સમયે પરિતાપ થવાનું કઇં પ્રયેાજન રહેત નહિ. જે રામાંધ કહું કે વિષયાંધ બની ક્ષણિક વસ્તુઓ ઉપર`મમતા બાંધી બેઠા છે તેમને તે વસ્તુના વિરહે ાજ પરિતાપ સહવા પડે છે. આ અતિ અગત્યની વાત સહુ કાઇએ બહુ લક્ષમાં રાખવાની છે, કેમકે પ્રાયઃ સયેાગ-વિયેાગ સંબધી સામાન્ય નિયમને સહુ કાઇને અનુભવ હાય છે પણ અનાદિ મિથ્યા વાસનાના યેાગે જીવ હાલતાં ચાલતાં ભૂલાવામાં પડી જાય છે, અને પાતાની થયેલી ભૂલે સુધારવા તે કઈ પણ જરૂર બેંગા પ્રયન કરી શકતા નથી અને કવચિત જાણતા છતાં તેમાં ઉપેક્ષા કરે છે એટલામાં અચાનક કાળ આવી તેને કાળા કરી ાય છે અર્થાત્ આયુષ્ય પૂર્ણ થવાથી પાતે યમ શરણ થાય છે, જેથી એવું બને છે કે ભાઈ બાંધીમુઠે આવ્યા અને
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy