SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગુજરાતી સાહિત્ય. આજથી આશરે સવા છસે વર્ષ ઉપર ૫૪૦ ગાથાને ઉપદેશમાળા નામે ગ્રંથ છપય છંદને ઢાળે રચાયા છે. તે વખતની ભાષા કેવી હતી. જૂની ગુજરાતી કેવી હતી તે મનાવવા અને રાસેામાંની ભાષા તેવી નથી પણ આજની ગુજરાતી જાણનારા સહેલાંઇથી સમજી શકે તેવી (ને ઘણા ખરા રાસેાની તે સાધારણ ગુજરાતી ભાષા) છે એવુ કહેવા માટે એ ગ્રંથને પહેલે ને છેલ્લે છપે! આ નીચે આપેલ છે. વિજય નરિંદ જિણિ, વીર ટુધ્ધિદ્ધિ વય લેવિષ્ણુ. ધમ્મદાસ ગિણ નામે ગામિ નયરિહિઁ વિહરઇ પુણ્ નિય પુત્તહરણસીહરાય પડિએહણ સારિદ્ધિ, કઇ એસ ઉવએસ માલ જિષ્ણુ વયણ વિયારિહિ, સય પંચ ચ્યાલ ગાહારયણ મણિકરડ મહિયલે મુઉ, સુહભાવિ સુદ્ધ સિદ્ધત સમ વિમુસાહુ સાવય સુઉ. મા બેશક, આવી કવિતા સમજવી મુશ્કેલ પડે એ ખરી વાત, પણ રાસેને જે સંગ્રહ હાથ લાગ્યા છે તેમાંના ઘણા ખરા ૧૬ મા ૧૭ મા કે ૧૮ મા સૈકામાં લખાચેલા હાઇ તે સૈકાની ગુજરાતી ભાષામાં સરળતાથી લખાયા છે. ઉપલા છપ્પાના અથ એવા થાય છે કે વિજય નામના નવીજિને દ્રના હાથથી વ્રત લીધું (દીક્ષા લીધી) ત્યાર પછી તેમનુ નામ ધર્મદાસ ગણુ પડયુ. તેઓ ગામ, નગર સર્વે ઠેકાણે વિહાર કરવા લાગ્યા. પોતાના પુત્ર રણસિંહને પ્રતિધવા (સમજાવવ!) સારૂ તેમણે જિનવચન વિચાર મુજબ આ ઉપદેશમાળા રચી મણિ રત્નના કડીઓ જેવી ૫૪૦ ગાથા રચી તેનું સર્વે સાધુ તથા શ્રાવક શુદ્ધ સિદ્ધાંત સમ તેને જાણી વિશુદ્ધ ભાવથી શ્રવણ કરે. હવે છેલ્લી ગાથા તપાસિયે. ઇષ્ણુ પિર કસર વએસ માલ કહાય, તવ સજમ સ ંતોષ વિષ્ણુય વિજાઇ પડાય, સાવય સભથ્થુ અર્થા પય છય છર્દિહિં, રયસિંહ સૂરીસ સીસ પભણુઇ આણુદિહિં, અરિડુ તણુ અણુ દિણ ઉદય ધમ્મ મૂત્ર મથ્થઇ હુઉં, ભે ભિવય ભત્તિ સત્તિહિ સહુલ સયલ લછછી લીલા લડુ, ૫ ૧૯૧૦ ) તપ, આના અર્ધ એવા થાય છે કે આ પ્રમાણે શ્રી ઉપદેશ માળા કચાનક સંજમ, વિનય, વિદ્યા પ્રધાનક વાતે શ્રાવકે સાંભળે માટે અર્થ પદ છપ છંદમાં રત્નસિંહ સૂરિના શિષ્યે આનંદથી કહ્યુ ઇત્યાદિ. જૂની ગુજરાતીનું મૂળ સ્વરૂપ બતાવનારો આ ગ્રંથ છે તેની સાથે તથા આજની ગુજરાતી સાથે વિજયભદ્ર મુનિના ગોતમ રાસને સરખાવતાં ગૌતમ રાસને ગુજરાતી ભાષાના પહેલા રાસ તરીકે ગણવા એ વધારે ઠીક થઇ પડશે, વખત હશે તે અને પરિષદ્ પરવાનગી આપશે તે આશરે પંદરેક રાસમાંથી તારવેલી કેટલીક કડીએ જરા જરા વિવેચન સાથે અત્રે વાંચી જઇ રાસેાની ગુજરાતી ભાષા કેટલી સરળ અને મીઠી છે તે બતાવી શકીશ.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy