SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કેન્ફરન્સ હેરડ, (ઓગષ્ટ છે કે તે અતીત, અનાગત અને વર્તમાન (ભૂત, ભવિષ્ય અને વર્તમાન ) કાળને જાણવાનું સામર્થ્ય ધરાવનારું એક સાધન છે. નિર્મળ બુદ્ધિ વડે જે મનુષ્ય મને વૃત્તિઓને આશ્રવભાવમાંથી કાઢી સંવરભાવે તેને સન્માર્ગો સદુપયેગ કરે છે તેઓ સકલ સૃષ્ટિ ઉપર ધર્મનું સામ્રાજ્ય ભેગવવાને સમર્થ થાય છે. પિતાજી! હું આપને વધારે શું કહું. આપ તો સર્વે વાતેથી જ્ઞાત છે એટલે વધારે જણાવવું તે જાણતાને જણાવવા જેવું છે. આશા છે કે આ સંસારની માયિક ખેડી તેડવાને, કર્મરૂપી મેલને દેવાને અને અક્ષય, અવ્યાબાધિત સુખે સંપાદન કરવાને માટે આપ મને દીક્ષા લેવાની અનુજ્ઞા-રજા આપો. પરમ પૂજ્ય પિતાજી! આપ પ્રસન્ન ચિત્ત અને આહાદિત અંતઃકરણે આ પરબોપગારી ગુરૂવર્ય મહાશયને કહો કે દુઃખનું દલન કરનારી અને ભાવભયની ભાંગનારી ૧થા સુખે સંપાદન કરાવનારી એવી દીક્ષા મને અર્પણ કરે. ' સિદ્ધના પિતા શુભંકરે પિતાના પુત્રના અખલિત પ્રવાહથી ભરપૂર વૈરાગ્યવાળાં ચિને પ્રેમપૂર્વક શ્રવણ કર્યા, અને તે તેની માતાના ગર્ભમાં આવ્યો તે સમયે તેની માતાને આવેલા સ્વપ્નાનુસારે જાયું હતું કે ભવિષ્યમાં આ પુત્ર દીક્ષા લઈને જેને શાસનની ઉન્નતિ કરશે. કદાપિ જે તેમાં હું તેને અંતરાયભૂત થઈશ તે પણ તે હેવાને નથી, તેમ ન કરવા દેવાને માટે કટિ પ્રયત્ન કરીશ તે પણ તે પ્રયત્ન યર્થ છે. છાર ઉપર લીંપણું છે. કારણકે ભવિતવ્યતાને મટાડવાની કઈ પણ મહા મર્યવાન પુરૂષ પણ સામર્થ્યતા ધરાવતું નથી. જે ભવિષ્યના-ભાવી ભાવો બનવાના કે તેને હું ગમે તેટલા પ્રયાસે મટાડી શકીશ નહિ, માટે હવે આ પુત્રના અંતરમાં પ્રગટેલા આભ મને સફળ કરવામાં મારે અંતરાયભૂત ન થતાં તેને સહાયકારક થવું જોઈએ . આ પ્રમાણે વિચાર કરીને સિદ્ધને આગ્રહ જોઈને તેમજ પિતાના પુત્રને વૈરાગ્યગમાં પરિપૂર્ણ પણે રંગાયેલા અવલેકીને પુત્રના ઉપરને મેહ, મમત્વાદિને ત્યાગ રીને ગુરૂ મહારાજ પ્રત્યે કહ્યું - શુભંકર-પરમોપગારી ગુરૂરાજ ! આ મારા પુત્ર સિદ્ધિને ભવભ્રમણને નિવારણ કરકરી અને ભવાબ્ધિથી પાર ઉતારનારી એવી પરમ પવિત્ર દીક્ષા આપ અર્પણ કરો. . આવી રીતે તેના પિતાની આજ્ઞા થવાને લીધે પરોપકારાર્થે ગુરૂ મહારાજે મહા હત્સવપૂર્વક સિદ્ધિને દીક્ષા આપી તેનું નામ સિદ્ધર્ષિ એવું નામ રાખ્યું. વાચક! અત્રે આપની સમક્ષ મારે એટલું રજુ કરવું પડે છે કે કેટલાએક તિહાસકારો અને પ્રાચીન શોધખોળ કરનારાઓ એમ કહે છે કે સદરહુ મહા પુરૂષ સદ્ધ) ને દીક્ષા આપતી વખતે તેમનું નામ સિદ્ધસૂરિ પાડયું. એમ પ્રથમ ભાવનરમાં પ્રગટ થતા માસિક નામે આત્માનંદ પ્રકાશમાં જણાવેલ છે. તેવી જ રીતે જૈન “ના પ્રાચીન ઇતિહાસના કર્તા પણ તેમજ જણાવે છે. (જુઓ જૈન ધર્મને પ્રાચીન તિહાસ પાને ૧૨૫ મે). તે વિષયમાં એટલું જણાવવું પડે છે કે પ્રાયઃ કરીને ઘણીક પક્તિઓને જ્યારે જૈન શાસનમાં દીક્ષા અર્પણ કરવામાં આવે છે ત્યારે એટલે કે ક્ષા લેતી વખતે સુરિ એવું મહાન અભિધાન કેઈ આચાર્ય મહાશયે આપ્યું હોય
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy