SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) જીવદયા-અહિંસા, Humanitarianism. " પુરૂષના આચરણના સંબંધમાં વિચાર કરીએ તે બેમાંથી કયે પુરૂષ આપણામાં તેને પોતાના તરફ પૂજય બુદિધ ઉત્પન્ન કરશે તેને વિચાર કરો. આ કલિયુગનો પ્રભાવ એવો છે કે માણસે એક એકને જનાવર કરતાં પણ વધારે કુરતાથી-નિર્દયતાથી રંજાડવામાંજ-હેરાન કરવામાંજ સદાચાર સમજે છે. દયા, મૈત્રી, બંધુભાવ એ તે નામ માત્ર જ રહ્યાં છે. એક જીવવા માટે, ખાઈ પીઈને મસ્ત થવા માટે મનુષ્ય શ્વાન યુધ્ધ કરતાં પણ વધારે ધિક્કારજનક કલહમાં ઉતરી ભંડા-ઝેરભર્યા જીવન ગાળે છે, ને ઉપર ઉપરથી ટાપટીપ કરી પોતાનો સદાચાર બીજાને બધે છે. મન, કર્મ વાણી ત્રણે ત્રણ જુદા જુદા માર્ગે ચાલે છે. જો વન મનાવ ર જતાં પત્તા એ સૂ અનુસાર મન, વચન અને કાયાનું એકરૂપ વતન આજ કાલ ભાગ્યેજ જોવામાં આ છે. “હાથમાં માળા અને પેટમાં બળા” એવો આચાર, નીતિ-રીતિ થઈ પડયે છે. “મુખમેં રામ બગલમેં છુરી, ભક્ત ભર્યો પણ દાનત બુરી ' એમ અનેક જગ્ય એ જે સમયમાં નજરે પડે છે તેવા સમયના પુરુષો અપકાર ઉપર ઉપકાર કરવાને વાત તે બહુજ દૂર રહી પરંતુ ઉપકાર કરનારને સામે ઉપકાર કરી બદલે વાળવા તૈયા થતા નથી પણ ઉલટી રીતે ઉપકારી પુરૂષનું અહિત કરવા – અપકાર કરવા પ્રેરા છે. આ પુરૂષની સ્થિતિ કયાં? અને મહાભયંકર, પ્રાણઘાતક સર્પ જેવા પિતાની સા ધસી આવતા–પિતાને કરડતા ઝેરી પ્રાણ તરફ દયાભાવ રાખી તેમને ઉપદેશ આપી તેમનું કલ્યાણ કરનાર મહાન તીર્થપ્રવર્તક પુરૂષ કયાં? માંસભક્ષી -શિકારના શેખી મનુષ્યને આવા મહાનુભાવ પુરૂષેના ચરિત્રોની હકીકતજ ગળે ઉતરવી અસંભવીત લાં છે, પરંતુ હિંદુસ્તાનના ઉત્કર્ષ માટે નિઃસ્વાર્થ બુદ્ધિથી, સ્વાર્પણવૃત્તિથી અનેક પેજ નાને આગળ કરી ફતેહમંદીથી પાર પાડનાર વિદુષી એનીબીસાન્ટના પેમ્ફલેટમાં પસંદ કરી હવે પછી લેવામાં આવનાર જરા લાંબા પણ બોધદાયક અંગ્રેજી ફક ઉપરથી ખાત્રી થશે કે મહાત્મા પુરૂની દયામય વૃત્તિનો પ્રભાવજ-પ્રકાશજ કંઈ ઓર જાતને પડે છે. સાક્ષરરત્ન મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના શબ્દોમાં કહીએ તે જેને વેદાન્તની (મેટી મોટી) વાત ન કરતાં ખરે રસ અનુભવે છે, ખરા ચામ્િ માં વર્તવું છે” તેને દયામય ધર્મના આશ્રય વિના ખરો પ્રેમમાર્ગ ગ્રાહ્યમાં આવે વાજ નથી. આપણ પામર જનની માફક શુકલકતાથી ધમો વીર પુરૂષે પણ પરમેષણ ક્ષમાગુણ ત્યજી, ક્રોધ વશ થઈ જીવ-હિંસા તરફ પ્રેરાય તે પછી આપણુમાં આ તેમનામાં અંતર શું ? તેઓ આપણાથી કઈ રીતે ચડીયાતા ? પ્રાકૃત અને સાથે સરખામણીમાં તેઓ સર્વીશે ક્ષમાગુણના–દયાના મૂર્તિમાનું સ્વરૂપ જ આપણી નજ માં જણાતાં આપણામાં તેમના તરફની પૂજ્ય બુધ્ધિ પુરે છે. (અપૂર્ણ)
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy