________________
૧૮૦૫] પ્રાંતિક જૈન કોન્ફરન્સ.
પ૭ આ વર્ષ દરમીયાન મળનારી પ્રાંતિક જૈન કોન્ફરન્સો.
(એક ગ્રેજ્યુએટ ) આપણું શ્રી જૈન ( શ્વેતાંબર ) કોન્ફરસને શરૂ થયે ફક્ત ત્રણ વર્ષ થયાં છે અને જે ત્રણ વર્ષો દરમીયાન જેની ફક્ત ત્રણજ બેઠક મળી છે તેટલામાંજ આપણું સર્વ જૈન ભાઈઓ કેન્ફરંસથી થતા ફાયદાઓ પૂર્ણ રીતે સમજવા લાગ્યા હોય તેમ માલમ પડે છે અને તે ઘણાજ હર્ષની વાત છે. મહાસભાના ફાયદાઓથી વાકેફ થઈને આપણું દક્ષિણ નિવાસી જૈન ભાઈઓએ દક્ષિણ પ્રાંતિક ફોન્ફરસ એપ્રીલ તા. ૨૨ા૨૩ ૨૪ ના રોજ આમલનેરમાં મેળવવાનું નકી કર્યું અને જે માટેની તૈયારીઓ કરવામાં તેઓ હાલ દેડધામમાં પડી ગયા છે. પોતાના દક્ષ ધર્મ બધુઓ કે જેઓ પહેલ વહેલી પ્રાંતિક સભા બેલાવવાનું માન ખાટી ગયા છે તેમનું અનુકરણ કરીને અમારા ગુજરાતી જૈનભાઈએએ પણ પિતાની એક પ્રાંતિક સભા તા. ૧૧-૧૨-૧૩ મે ના રોજ પેથાપુર મુકામે મેળવવાનું નકી કરી કોન્ફરંસમાં ભેગા મળીને પિતાની ધામક અને સંસારીક ઉન્નતી કેવી રીતે થાય તેનો વિચાર કરવાનો ઠરાવ કર્યો છે. શ્રીજૈન (શ્વેતાંબર) કોન્ફરસની વાર્ષિક બેઠકમાં આપણે જે ઠરાવો કરીએ છીએ તેને જ્યાં સુધી અમુક ગામો યા જ્ઞાતિઓ યા વ્યક્તીઓ અમલ કરે નહીં ત્યાં સુધી તે કેવળ કાગળ ઉપર જ રહે છે અને તેથી આ પ્રમાણે પ્રાંતિક કોન્ફરસ કે જે આ દેશના અમુક વિભાગના ગામોના પ્રતિનિધિઓનાં બનેલાં છે તેમાં મહાસભામાં થએલા ઠરાવો ઉપર વિચાર ચલાવી પોતપોતાની સ્થિતી અને સમયાનુસાર તે ઠરાવો અમલમાં લાવવાનું નક્કી કરવામાં આવે તે બેશક અતિ જરૂરનું છે. આવી પ્રાંતિક કોન્ફરંસમાં અમુક ઠરાવ અમલમાં લાવવા એવું નકી થયું એટલે આપણે જરૂર સમજવું કે તે ઠરાવે ખરેખરા અમલમાં આવવાનાજ કારણ કે એક મહા સભા કરતાં નાના મંડલે પોતે કરેલા ઠરા અમલમાં લાવવાને માટે ઘણા સારા ઉપાય ચિજી શકે છે તથા તે માટે ઘણું સારું બંધારણ બાંધી શકે છે. વળી તેથી બીજે માટે ફાયદો એ છે કે આવાં પ્રાંતિક કોન્ફરંસમાં જોડાતાં સ્થળોના રીતરીવાજ લગભગ એક એકને મળતા યા સરખા હોય છે અને તેથી કરીને મુખ્યત્વે કરી સંસારીક રીવાજોને સુધારે ઘણીજ સારી રીતે અને સહેલાઈથી થઈ શકે છે કારણ કે મહાસભામાં જે ઠરાવે કરવામાં આવે છે તે સઘળા પ્રાંતેને અનુસરતા કરવામાં આવે છે જ્યારે આવા પ્રાંતિક કેન્ફરસે પિતાની સ્થિતીથી વધારે સારી રીતે માહીતગાર હોઈને તેમાં રહેલી સવળી બદીઓ દુર કરવાને ગ્ય માર્ગો જવાને શક્તીવાન થાય છે. આ સાથે આવાં કેન્ફરસે મળવાથી તેજ પ્રદેશને લગતી કેટલીક ખાસ બાબતેને ત્યાંને ત્યાંજ નિકાલ થઈ જાય છે. અને તેથી કરીને મહાસભા ઉપરથી કાર્યને કેટલાએક બેજે ઓછો થઈ શકે છે. આવી રીતનાં જુદે જુદે ઠેકાણે પ્રાંતિક કોન્ફરંસો મળવાથી આખા દેશમાં કોન્ફરંસના ઠરાવો પુર્ણ રીતે અમલમાં આવી શકશે અને તેમ થવાથી આપણું ધામક અને સંસારીક ઉન્નતી જલદીથી થઈ શકશે. આપણા દક્ષીણું અને ગુજરાતી ભાઈઓએ પિતાની ઉન્નતી અટે