________________
જૈન કે ન્દ્ર હરૈ....
[ ડિસેંબર એવો વખત નકામે ગાળવાને બદલે અહીં વાંચનથી જ્ઞાન મેળવે છે. આ પુણના કારણિક મેમ્બરેજ છે, કારણ કે દરેક મેમ્બર છુટું છૂટું આવું ઉત્તમ કામ જવલે કરી શકે, જ્યારે સાથે મળીને આવું ઉત્તમ કામ તેઓ કરી શક્યા છે. સંપથી શું થઈ શકે તેનું આ પ્રત્યક્ષ દષ્ટાંત છે. જૈન ભાઈઓ, આ દાખલે ધ્યાનમાં રાખજો. આવુંજ ઉત્તમ કામ સ્કોલરશિપનું તેઓએ શરૂ કરવા ધારી છે, તેમાં ફતેહ પામે એમ ઈચ્છા છે. આવી જ રીતે માંગરોળ શ્રીમાળી સમાજ તરફથી છગનલાલ નાગજી નામના વિદ્યાર્થીને મેટ્રીકની પરીક્ષા પાસ થવા માટે શેઠ વસનજી નથનું રૂ૦ ૧૦૦નું ઇનામ મળ્યું છે. અમે ખરા અંત:કરણથી ઈચ્છીએ છીએ કે જેનભાઈઓ કેળવણીમાં જેમ બને તેમ તેમ વધુ પૈસા ખર્ચે, અને જ્ઞાતિનો ઉદ્ધાર કરે.
- બાબુ પનાલાલજી જૈન પાઠશાળા –મુંબઈમાં વસવું એ બહુજ ખર્ચાળ છે. સુરતી ભાઈઓ અને થોડાક અમદાવાદી ભાઈઓ સિવાય ઘણે ખરે ભાગ સાધારણ અથવા ગરીબ સ્થિતિનો નોકરીઆત વર્ગ હઈ પોતાનાં બચ્ચાં માટે કેળવણીના ખર્ચની બાબતમાં અથવા દવાની બાબતમાં બહુજ મૂઝાય, તે સ્વાભાવિક છે. માંગરોળ જૈન સભાએ કેળવણીની બાબતમાં ગરીબ જૈનબાળકના બહુજ આશિર્વાદ લીધા છે. પરંતુ હજી તે બન્ને બાબતોમાં આશ્રયની ઘણી જ જરૂર છે. તેવી જરૂર પૂરી પાડવા માટે પાટણના રહીશ બાબુ પનાલાલ પુનમચંદે દી હાઈસ્કુલ તથા દવાખાનું કાઢવા જે રૂ૦ ૪ લાખની સખાવત કરી છે તે માટેનું મકાન પાયધુણી પર તૈયાર થઈ ગયું છે. થોડા વખતમાં શિક્ષક રાખી કામ શરૂ થશે. જેમ બને તેમ જલદી થવા નમ્ર સૂચના છે. ધન મેળવ્યાનું સાર્થક આવા જ્ઞાતિબંધુઓના લાભના કામો કરવામાં જ છે. કીર્તિને માટે નહિ પણ ફરજ સમજીને જે પુણ્યકાર્ય થાય છે તેમાં ખરેખર પુણ્યબંધ થાય છે.
દેવદ્રવ્ય અને રંગુનના જૈને–ત્યાં રહેતા જૈન બંધુઓ દેવદ્રવ્ય સંબંધી બહુ ચોકસ રહે છે. કારણકે ગયે વર્ષે રૂ. ૩૯ તથા આ વર્ષે પણ રૂ. ૩૯ સુકૃત ભંડારના તેમણે અહી મોકલી આપ્યા છે ભાઈઓ. ધ્યાન રાખે કે દૂર દેશાવર રહેતા જૈને કેવા ચેકસાઈથી વર્તછે ! આટલુંજ નહિ પણ દેરાસરના વહીવટ કરનાર એક ગૃહસ્થ પિતાને દેશ જવા ઈચ્છે છે ત્યારે દેરાસરને તમામ હિસાબ વિગેરે કેવી રીતે બીજા સંઘની પસંદગીના માણસને સોંપી દે છે તે વિષે ત્યાંથી એક પત્રથી જણાય છે કે ઝવેરી મનસુખલાલ દોલતચંદ, જેની પાસે આઠ વર્ષથી આવક, ઘરેણા તથા મહાજનના વાસણને હિસાબ હતું તે, પિતાને દેશ જવાનું હોવાથી, તેમણે દેરાસરના ચોપડા, દેરાસરના મકાનનો દસ્તાવેજ, દેરાસરનું રૂ૦ ૮૫૦૦૧ નું લેણું હતું તે, તથા રોકડા રૂ. ૪૪ વિગેરે શા. મૂળજી તેજશી તથા કરમસી હેમરાજને સેંપી દીધું છે. દેશમાં રહેતા બંધુઓ! પરદેશમાં રહીને પણ ધર્મસાઘન કેવી ઉત્તમ રીતે થઈ શકે છે તેને આ દાખલો ધ્યાન રાખીને વાંચશો. - જેનહિતવર્યગૃહ, અમદાવાદ –ઝવેરી લલુભાઈ રાયજીએ ૩૦ ૨૫૦૦૦ જૈનભાઈઓના હિત માટે જૂદા કહાડી તે રકમને ઉપયોગ એવી રીતે કરવાનું જાહેર થયું છે કે ગરીબ ભાઇઓ ત્યાં આવ્યા પછી ધંધે લાગતાં વખત લાગે, તે દરમ્યાન તેમને ખાવાની સગવડ કરી આપવી, અને જે ધંધે શીખવા માગતા હોય તેમને શીખવાની ગોઠવણ કરી આપવી. આ બહુ ઉત્તમ હેતુથી સ્થપાયેલું ગૃહ દાતા અને આશ્રય લેનાર બંનેને લાભકારક છે. આપણું પૂજ્ય સાધુજીએ, જે આત્મધ્યાનમાં નિમગ્ન રહી ઉદરપૂર્ણ કરે છે, તે પવિત્ર વર્ગને બાદ કરતાં આપણામાં પણ ભેડા ઘણા ખોટા હાડકાનાં માણસો હોય છે, જેઓ કામ કરવા વગર પિષણ માગે છે. પણ કુદરતને ક્રમજ એવો છે કે મહેનત પછીજ ફળ મળે. અને મહેનત વગરનું ફળ લાંબો વખત ટકે નહિ. આપણુમાં ઉદાર માણસ ઘણું છે, પરંતુ તે ઉદારતાની દિશા કઈ કઈ જગ્યાએ ફેરવવાની આવશ્યક્તા છે. અમુક અંશે જમણવારની જરૂર છે, પણ બહુજ વરાઓની જરૂર નથી. આ પ્રમાણે હાલના પ્રવાહમાં નહિ તણાતાં ઝવેરી લલુભાઈએ અમદાવાદમાં, સુરતી ઝવેરી ભાઈઓએ