________________
૧૯૦૫] પેથાપુર કોન્ફરન્સ.
૧૭૩ શ્રી જૈન (શ્વેતામ્બર) સંઘ તથા પ્રાચીન કારાગીરીના અભ્યાસીને
જાહેર આમંત્રણ પત્ર. ચાંદવડ લસણ ગામ સ્ટેશનથી (જી. આઈ. પી. રેલવે) ૬ કેસ (૧૨ માઈલ) છે. પ્રથમ રેલવે નહેતી તે વખતે આગ્રા રેડની સડક પગરસ્તાની હોવાથી આ શહેર વેપારમાં ચડીયાતું હતું તેમ આગળ જૈનની વસ્તી પુષ્કળ હતી. હાલ વખતના બદલાવાથી અત્રેના પહાડમાં જૈન તીર્થ દહેરું તથા મુતીઓ સઘળું પહાડમાંથી કોતરી કાઢેલું છે. જેઓએ ઘારાપુરી તથા બેરીવલીની ગુફાઓ જોઈ હશે તેઓને જ તેને કઈ વિચાર મનમાં આવશે.
જૈનોને તો બંને લાભ આ તીર્થની જાત્રા કરવાથી થશે કારણ કે ચંદ્રપ્રભુનું આ તીર્થ ઘણું જ પ્રાચીન અને ભવ્ય છે અને મુતીઓ પણ સંખ્યાબંધ છે.
વળી ગામમાં પણ ૧ દહેરાસર શ્વેતાંબરનું છે તથા ૧ ડીગબરીનું છે. જાત્રા આવ. નારાઓને વિશેષ માહીતી માટે શા. રતનચંદ નાનચંદ, કીશનદાન ભાઉસાને લખવાથી ઉતર મળશે. મુંબાઈથી લસણગામ રૂ. ૧ ભાડું ત્રીજા વર્ગનું છે. અંદરથી તીર્થ જેવા જેવું છે. પણ જૈનોની મદવસ્તીથી બહારની દેખરેખ તથા સંભાળ સારી નથી. વીર સં. ૨૪૩૧–૧૯૬૧ મિ. જેઠ શુ. ૧૪.
સંઘને સેવક.
મુનિમાણેક. મુ. વડનેર, તા. ચાંદવડ. જી. નાસીક.
ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેસ્ટોસ વર્કસ, જુબિલી બાગ, તારદેવ, મુબઇ.
ધર્મિષ્ટજૈન બંઘુઓ માટે ખાસ!! ચરબી અથવા બીજા પ્રાણીજન્ય પદાર્થો રહિત
પવિત્ર મીણબત્તી.
આવી જાતનું કારખાનું હિંદુસ્તાનમાં આ પહેલવહેલું જ છે અને તેમાં સાધારણ બજારમાં મળતી પરદેશી મીણબત્તીઓમાં ચરબી વિગેરે હિંસાના તેમજ ઘર્મ વિરૂદ્ધ પદાર્થો આવે છે, તેવા - કાંઈપણ પદાર્થો વાપર્યા વિના શુદ્ધ વનસ્પતિના તેલોમાંથી વાલસેટ, ગાડીની, પેનસીલ જેવી, નકશીવાળી વિગેરે મીણબત્તીઓ દરેક કદ, વજન અને રંગની બનાવવામાં આવે છે, અને જેની સરસાઈને માટે બીજી બનાવટની મીલુબત્તીઓ સાથેના મુકાબલામાં જુદાં જુદાં પ્રદર્શનોમાંથી પાંચ સેનાના અને એક ચાંદીને ચાંદ મળવા ઉપરાંત, નામાંકિત વિદ્વાનો પાસેથી સેંકડો ઉત્તમ સર્ટિફિકેટ મળેલાં છે. ભાવમાં પણ બીજી બનાવટો કરતાં સસ્તી છે, અને આ મીણબત્તીઓ કોઈપણ જાતના હિંસક પદાર્થો રહિત હોવાથી દેરાસરમાં વાપરવા માટે ખાસ ઉપયોગી છે, અને તેથી આપણું દેરાસરમાં તેલની રોશની કરવામાં જે મેહનત અને માથાકુટ પડે છે, તે અમારી મીણબત્તીઓથી ઘણે દરજે