SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. B 1008 તારનું સરનામું: ‘હિંદ સંઘ-“HINDS.INGH...” * | નો વિરચરણ II તે u જૈન યુગ. The Jain Vuga. કરી છે [ જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર] છxxxxxxxxxxxxxxs8 તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે. • છુટક નકલ – દોઢ આને. નવું વર્ષ ૮ મું. સોમવાર તા. ૧ લી જાન્યુઆરી ૧૯૪૦ અંક ૩ જે. જો ખમાતી જ ગત–સંસ્કૃતિ. આજે સમગ્ર વિશ્વ એક ભયાનક જવાલામુખીની ટોચ ઉપર સ્થગિત થયું છે. પર્વતની કેટલીક ટુંકોમાંથી ગરમ લાવારસ ઉછળી રહ્યો છે અને અનેક નાની પ્રજાને બાળી રહયો છે. બાકીના ભાગની પ્રજાએ પણ કયારે અને કઈ રીતે આ સળગતા જવાલામુખીના લાવારસમાં હેમાઇ જશે તેની કેઈને કશી ખબર નથી. વિશ્વભરની સંસ્કૃતિઓ આજે જોખમાઈ રહી છે. “બલીયાના બે ભાગ' ની નીતિ ચોમેર વ્યાપ્ત બની છે. જમના પિલાંડને ત્રણજ અઠવાડીઆમાં નામશેષ-હતું ન હતું કરી નાખ્યું. સમાનવાદના સુંવાળા ઓઢણ નીચે પ્રશાંત જણાતા રશીઆએ તક સાધુ બની, પિલાંડને જમીનદોસ્ત કરવામાં જર્મનીને સાથ આપે અને બદલામાં પિલાંડના જરૂરી ટુકડાને સ્વઉદરમાં પધરાવ્યું. તૃષ્ણાની આગ આગળ વધી અને નાનકડા ગ્રીનલેન્ડને ‘તે નહીં તે તારા બાપે ગાળ દીધી હતી’ની વરૂનીતિ સુણાવીને, લડાઈ જાહેર કર્યા વિના જ બોમ્બ વર્ષો ચાલુ કરી દીધી-જગતને પોતાના સમભાવને પરિચય આ રીતે કરાવ્યો. ગઈ કાલે જે હાલ પિલાંડના થયા તેજ હલ આવતી કાલે ફીનલેન્ડના થવા નિર્માણ થયા હોય એમ ભાસે છે. ' દરીઆઈ તરતી સુરંગે અને યુગેટ-ટેરપીડાના કારણે હારે નેજની સ્ટીમરના જળસમાધિના વર્ણને રેજ-બ-રેજ વાંચીએ છીએ. કેઈક સ્ટીમરોના જાતે આપઘાત કર્યાના માંચકારી ખ્યાને પણ વાંચવા મળે છે. આ દરીઆઈ યુદ્ધમાં સેંકડો મનુષ્યના પ્રાણુ પણ જોખમાય છે. રેજ રજ આવું વાંચીને જગત પણ એ રજનીશીથી ટેવાઈ ગયું છે, માનવસર્લિભ સમવેદના પણ લુપ્ત થતી જાય છે. આકાશી યુદ્ધમાં પણ અનેક વાયુયાનના નાશ સાંભળીયે છીએ. પ્રિયજનોને છેલ્લા વહાલ કરી યુદ્ધ ભૂમિમાં સીધાવેલ સૈનિકને કચરઘાણ નીકલતે વાંચીએ-સાંભલીયે છીએ. આમ જગતની પ્રજાઓનું સ્વત્વ, સંસ્કૃતિ અને સ્વતંત્રતા પુરવારવા બેઠી હોય એમ લાગે છે. એક જ પુરૂષની ઇચ્છા, જગ અશાંતિના દ્વાર ઉધાડે છે અને તે ઘડીએ સમગ્ર વિશ્વ હા, આશકા અને એવી અન્ય ભૂતાવળોથી ગ્રસિત બને છે. આવે વિષમ ટાણે હિન્દનો એક મુઠીભર હાડકાવાળા અર્ધનગ્ન જે સીત્તેર વર્ષને આરે બેઠેલ સંત પુરુષ, શાંતિ-અહિંસા-પ્રેમ-સહિષ્ણુતા ભાતૃભાવ આદિના મધુ? વાતને પિતાની નિત્યની જબાનમાં વહેતી કરે છે. વિશ્વ તેની સામે આશાથી જોઈ રહ્યું છે. નૈનન હિન્દને તે એ સરજનહાર છેજ પણ ખૂન તરસ્યા વિગ્રહમય દેશે પણ એની સામે મીટ માંડીને બેઠા છે. એની ચાલ ધીમી છે પણ મકકમ છે. એની વાણી નમ્ર પણ એ કસ છે. એના મૌનની પાછળ મહાશક્તિ રહેલી છે. સનાતાનાંfaan ને પાઠ કરનાર અતુ-ઉપાસકની, વિગ્રડને વિષમટાણે શું કરજ હોય એ અવશ્વ વિચારણીય છે. જેને સંસ્કૃતિના મૂળને આચ્છાદન કરનાર શાખા-પ્રશાખાઓના, તીથિઓના અને વિધિનિષેધના અર્થહિન ઝગડાઓને ભૂલી જઈ ભારતસંત મહાત્માજીના અહિંસા-સત્યના પ્રયોગને સક્રિય કે આપ એ ભારતિય અને શ્રમણ સંસ્કૃતિને ટેકો આપવા સમાન છે. જગત જ્યારે યુદ્ધના ફળસ્વરૂપ જંગલીપણુ તરફ અનિચ્છાએ પ ધકેલાઈ રહ્યું છે ત્યારે હિન્દની આ અધ્યાત્મિક સંસ્કૃતિ જ આખરે નારણુહાર નીવડશે એ ભાવિને બેલ છે. -રાજપાલ મગનલાલ હેરા.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy