________________
નારનું સરનામું : હિદસંઘ’–‘H INDSANGH A’
|| નમો તિત્વમ ||
REGD. No. B. 1996.
જૈ ન ચગ.
THE JAIN YUGA. લિ [શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] .
તંત્રીને મનાદાસ અમરચંદ ગાંધી.
વાર્ષિક લવાજમ: રૂપીયા બે.
છુટક નકલ: દોઢ આને.
વનું ૯ મું |
તારીખ ૧૫ મી જાન્યુઆરી ૧૯૭૬.
અક ૧૮
૧૧ નવું ૪ થું શું
અંક ૧૮
એ ય મ..માં
સંસ્કૃતિ,
યમ એ સંસ્કૃતિનું મૂળ છે. નબળાઇ, વિલાસિતા અથવા અનુકરણના વાતાવરણમાં
* કઈ કાળે સંસ્કૃતિનો ઉદ્ભવ થતો નથી અને વિકાસ પણ થતું નથી. પચીસ વર્ષ સુધી દક બ્રહ્મચર્ય રાખનારની પ્રજા જેમ સુદ હોય છે. તેમ સંયમ અંગે નિર્માણ થયેલી સંસ્કૃતિ પ્રભાવશાળી અને દીર્ધજીવી હોય છે.
ઋષિઓએ તપ અને બ્રહ્મચર્ય દ્વારા મૃત્યુ ઉપર વિજય મેળવી એક અમર સંસ્કૃતિને જન્મ આપે, બુદ્ધકાલિન ભિક્ષુઓની યોજનાઓની તપશ્ચર્યાને પરિણામે અશોકના સામ્રાજ્ય અને આર્ય સંસ્કૃતિને વિસ્તાર થવા પામે. શંકરાચાર્યની નપશ્ચર્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું. શ્રી મહાવીર સ્વામીના તપ વડેજ અહિંસા ધર્મ ફેલાય સાદુ અને સયામી જીવન ગાળીને જ શીખ ગુરૂઓએ પંજાબમાં જાગૃતિ આણી. ત્યાગના નિશાન-નીચે જ સાદા મરાઠાઓએ રવરાજ્ય સ્થાપ્યું. બંગાળાના ચૈતન્ય મહાપ્રભુ મુખશુદ્ધિને માટે વધારાની હરડે પણ રાખતા નહિ, તેમાંથી જ બંગાળાની વિષ્ણવ સંસ્કૃતિ વિકાસ પામી. સંયમમાં જ નવી સંસ્કૃતિઓ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, કળા અને વિવિધ ધર્મવિધિઓ સંયમની પાછળ આવે છે. સંયમ પ્રથમ તો કર્કશ અને નીરસ લાગે છે, પણ તેમાંથી જ સંસ્કૃતિનાં મધુર ફળ આપણને મળે છે.
જેઓ કળા તરફ પક્ષપાત બતાવી સંયમને ઉતારી પાડવા માગે છે તેઓ સંસ્કૃતિના જડ ઉપરજ કુહાડી મારે છે.
-[ નવજીવન ૭-૧-૨૩ માંથી ઉધૃત.]