________________
તારનું સરનામું–‘હિંદ સંઘ'– HINDSANGHA'
| નમો નિત્યક્ષ ll
REGD. No. B. 1996.
*
છે
જે
ન
ગ
ગ.
છે
THE JAIN YUGA.
ધd
[શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપર.] :
તંત્રી-જમનાદાસ અમરચંદ ગાંધી.
વાર્ષિક લવાજમ રૂપીયા બે.
વશે. જેનું ૯ મું )
L
નિષદ 61)
* નવું ૪થું |
તારીખ ૧૫ મી ફેબ્રુઆરી ૧૯૬..
પ્ર જા નું
મા
ન સ.
દુનિયાની કોઈ પણ પ્રજા બીન લેકથી કેવળ નિરાળી રહી શકતી નથી. રાજકીય ફેરફાર, લડાઇએ, વેપારજિગાર તથા વસાહતને લઇને બીજી પ્રજાના આચાર વિચારની તેના ઉપર અસર થાય છે. જયારે સમાજમાં કાઈ નવીન વિચારના પ્રચાર થાય છે, ત્યારે પ્રથમ તે જુના રૂઢ થએલા વિચારની સાથે દ્ધ યુદ્ધ થાય છે. જે નવીન વિચાર વધારે પ્રબળ હોય છે, તે જીને વિચાર ઉપર તેને વિજય મળે છે; પણે બંને વિચારના સંસર્ગથી જે મંથન થાય છે. તેના પરિણામરૂપે થોડાક ફેરફાર સાથે તે વિચારને સ્વીકારવામાં આવે છે. પ્રથમ તે સમાજનો શિષ્ય બુદ્ધિમાન વર્ગ તે વિચાર ગ્રહણ કરે છે અને પછી ધીમે ધીમે બીન નીચેના વર્ગના લોકો કંઈ વિરોધ ઉપજાવ્યા સિવાય તેને સ્વીકાર કરે છે. સમાજમાં લાંબા વખત સુધી તે વિચાર પ્રચલિત થવાથી લોકોના હૃદયના ઉંડા ભાગમાં જામી જાય છે, એટલે તે દૃઢ થએલા વિચારે પ્રકૃતિનું સ્વરૂપ ધારણ કરે છે. જયારે અમુક સામાન્ય વિચાર, માન્યતા અને લાભની લાગણી ધણુ લાંબા વખત સુધી પ્રજમાં સ્થિર થાય છે, ત્યારે તે મુજબનું તેનું માનસ ધડાય છે. તે માનસમાં બે જાતના ગુણ જેવામાં આવે છે. એક સ્થાથી અને બીજા વિકારી. વિકારી ગુણ છે તે બાહ્ય અસરને લીધે બદલાય છે, પણ સ્થાયી ગુણમાં સહેજસાજ અસરને લઇને કંઇ ફેરફાર પડતો નથી; કારણ કે સેંકડે વરસની વંશપરંપરાગત અસરને લઈને તેનું માનસ ઘડાયું હોય છે. દરેક પ્રજામાં જે વ્યક્તિત્વ જોવામાં આવે છે, તે તેના માનસનું પરિણામ છે; એટલે તેની વિચાર દૃષ્ટિ અમુક જાતની થએલી હોય છે. તેની પ્રકૃતિની અસર તેના તત્ત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, કળા વિગેરે જ્ઞાન અને લયાની પ્રવૃત્તિમાં જણાઈ આવે છે. જ્યારે કોઈ પ્રજાને સ્થાયી વિચારમાં ક્રાંતિ થાય છે, ત્યારે તેની પ્રકૃતિ બદલાય છે અને તેથી તેની સંસ્કૃતિમાં સડો ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રજાની સંસ્કૃતિનું અવલોકન કરતાં માલમ પડે છે કે તેના આધારભૂત ડાકજ વિચાર હોય છે અને તેની અસર તે પ્રજનને જીવનની જુદી જુદી પ્રવૃત્તિમાં સ્પષ્ટ જણાઈ આવે છે. તેની વિચારશૈલી તેના માનસ મુજબ રચાય છે અને તેને લઈને તેની ક્રિયાશક્તિ અમુક સ્વરૂપની માલમ પડે છે. જે કોઈ પ્રજાની સંસ્કૃતિમાં ફેરફાર કર હોય, તેના મૂળભૂત વિચારમાં પ્રથમ પરિવર્તન ઉપજાવવું જોઈએ. જ્યાં સુધી તેની મૂળ પ્રકૃતિ કાયમ રહે છે, ત્યાંસુધી તેની વિચાર સૃષ્ટિ તેમજ ક્રિયાત્મક પ્રવૃત્તિમાં બહુ ફેર પડને નથી. બીજી સંસ્કૃતિના સંસર્ગને લીધે જે કંઈ કરકાર તેના જીવનમાં થએલે જોવામાં આવે છે, તે તલસ્પણ હોતે નથી. ખરી રીતે ને તેનું માનસ બદલવામાં આવે તેમજ તે બીજી પ્રજાની સંસ્કૃતિ તેના યોગ્ય સ્વરૂપમાં સ્વીકારી શકે છે. જે સંસ્કૃતિ ઘણી જુની છે તેના ઉપર નવીન વિચારની નહિ જેની અસર થાય છે. જે ઉછરતી પ્રજાએ છે, તેમના ઉપર પરિસ્થિતિ કેળવણી, કાયદા વગેરે સમાજની નવીન પ્રવૃત્તિની અટ અસર થાય છે. ઘણી વખત જુની સંસ્કૃતિની પ્રજા કાળને અનુસરી ફેરફાર કરી શકતી નથી, તેથી તેને નાશ થાય છે. જયારે કાદ એક પ્રસ્ત બીજી પ્રજા ઉપર તેનું વર્ચસ્વ સ્થાપી શકે છે અને તેનું સર્વોપરિપણું ટકાવી રાખે છે તે કંઇ વિશેષ બુદ્ધિબળને લીધે હોતું નથી, પણ તે વિજેતા પ્રજામાં ચારિત્રના ઉંચા ગુણ હોવાથી તે બીજા લેકપર તેનું સ્વામીત્વ સ્થાપી શકે છે. ઉંચા ચારિત્રમાં મુખ્યત્વે ઈચ્છા શક્તિના ગુણને રસમાવેશ થાય છે.
[ર મળજીભાઈ હી. ચેકસી: વસન્ત–ભાદ્રપદ ૧૯૧]