________________
તારનું સરનામું–હિંદસંઘ_'HINDSANGHA'
REGD. No. B. 1990, I ના તિથલ | BRRRRRRRRRRRRRRRRRRE
છે.
જૈ ન
ચુ ગ.
THE JAIN YUGA:
(શ્રી જૈન વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.) BiEEEEEEEEEEEEEEEEEEEEERS
તંત્રોઃ—જમનાદાસ અમરચંદ ગાંધી. વાર્ષિક લવાજમ: રૂપીયા બે.
છુટક નકલ: દોઢ આને.
તારીખ ૧૬ ઑગષ્ટ ૧૯૩૫.
અંક ૧૩,
આ નવું ૪થું
હિંદની જરૂરિયાતો..
આપણાં દિને હમણાં ત્રણ વસ્તુઓની ભારે જરૂરિયાત છેઃ (૧) શિક્ષણ, (૨) ઔદ્યોગિક વિકાસ; અને આત્મરક્ષણ. આ ત્રણેમાં શિક્ષણ આખા હિંદમાં દરેક હિંદીને મળે તેજ ધાર્મિક અંધશ્રદ્ધા, વહેમ અને શારિરિક તેમજ આર્થિક અવનતિને ઉદ્ધાર કરવાનું બની શકશે. હમણાં જે ધરણે અને જેટલાં સાધનોથી હિંદીઓને શિક્ષણ મેળવવા સગવડો અસ્તિત્વમાં છે, તે પ્રમાણમાં દેઢ વરસ આખા હિંદને અક્ષરજ્ઞાન મેળવતાં લાગશે. હાલનું શિક્ષણ એક હિંદીને સમર્થ દેશસેવક બનાવતું નથી. શિક્ષણ વગરના લોકોમાં સંપત્તિ અને રિદ્ધિ સિદ્ધિ વધારવાની શક્તિ હોતી નથી. ઉચ્ચ શિક્ષણું આપતાં વિશ્વ વિદ્યાલયો પણ વિમાનને લગતું, વિજલીને લગતું, રેડિયોને લગતું, રસાયણ વિદ્યાને લગતું. સ્વરક્ષણને લગતું ઉચ્ચ જ્ઞાન આપવાની સગવડ કરશે ત્યારે હિંદની પ્રજાની સંસ્કૃતિ બીજી પ્રજાની હરોળમાં આવી શકશે. હવે માત્ર ડોકટર, વકીલે કે સાહિત્યકારે પેદા કરવાને જમાનો નથી. એની સાથે ઉચ્ચ કારીગરેની પણ જરૂર છે.
આપણે ઉગોમાં પછાત છીએ. આપણે ઉઘામાંથી જે કમાણી કરીએ છીએ તે એક વ્યક્તિની ગyતરીના પ્રમાશુમાં બ્રિટન કરતાં ચાલીસગણું ઓછું છે અને અમેરિકાના યુનાઈટેડ સ્ટેટસ કરતાં સાફગણું ઓછું છે. આપણી વ્યક્તિગત કમાઈ ઓછી છે. બીજા દેશે વિકાસ તરફ દોડે છે, ત્યારે આપણે દરિદ્રતા તરફ ગમન કરીએ છીએ.
પરાધીનતાથી કેટલા દેજે જન્મે છે? સાંસારિક બદીઓ, બેટા રીતરીવાજો, ખેટાં વહેમનાં બંધને, અવળી ધાર્મિક અંધશ્રદ્ધાઓ, નિરાધારતા, દુબળ અને રોગગ્રસ્ત શરીરે એ સર્વે પરતંત્રતાનાં બાળકે છે. આપણે જયારથી સ્વતંત્રતા ગુમાવી છે ત્યારથી સંપ, સંગઠન અને એકતા પણ ગુમાવ્યાં છે. ત્યારથી નાતે, સંપ્રદાયના સડા, અસ્પૃશ્યતા, અને આળસ મેળવ્યાં છે. આપણી અધોગતિનાં મુળ ત્યાંથી જ જમીનમાં પેદા થયાં છે. ભારતભૂમિના પુત્ર દેવ મટી ભીખારીઓનાં ટોળાં બન્યાં છે. સ્વદેશી અને વિદેશની ભાવના ભવ્યાં છેઆપણી સ્ત્રીઓ પ્રગતિની વિરેાધી બની છે. આપણા રાજાએ મેજશેખ અને પરદેશના વિકાસના શ્રમ બન્યા છે. આપણા જમીનદારો ખેડૂતોને નીચાવનાર, ગરીબના પરસેવામાંથી મેજશેખ પૂરા પાડનાર થયા છે, xxx xxx આપણાં શાહુકારે વ્યાજખાઉ, લાભી અને ખેતેિને ચુસનાર બન્યા છે. આપણા અધિકારીઓ ગરીબ, દીને અને હૃદયની નિર્બળ પ્રજા ઉપર પિતાના અધિકારના ચાબૂ ચલાવી રહ્યા છે.
[ શ્રી ડુંગરશી ધરમશી સંપટના “હિંદની આર્થિક ઉન્નતિની એજના'-નામક લેખમાંથી–પ્રસ્થાન આધાઢ ૧૯૯૧]