________________
REGD. No. B, 1996,
તારનું સરનામું –હિંદસંઘ–'HINDSANGHA'
नपो तित्थासः॥ FREERaipisofficia
जान
-
છે
:
:
C
૧૨
રાજ
છે
BRRRRRRRRRRE
BRRRRRRRRRRRERS
જામ થઇ
THE JAIN YUGA. R (શ્રી જૈન “પતાંબર કૅ ન્સનું મુખપત્ર.) BBEBERGREEN REFERER
*. તબી:–જમનાદાસ અમરચંદ ગાંધી. વાર્ષિક લવાજમ: રૂપીયા છે.
ક
છુટક નકલં: દેટે આને.
નું દમ:
૧
તારીખ ૧ જુલાઈ ૧૯૩૫.
- અંક ૧૦.
નવું ૪૬ |
- વીર જીવન
જે સમાજમાં સર્વદ જાગૃત પુરૂ નથી તે સમાજ મરી ગયેલે જાણુ. જે સમાજમાં પ્રયોગવીર કે નથી તે સાજ ઘરડો થયો છે એમ જાણવું અને જે સમાજમાં વૃધે અને યુવાને બન્નેને સ્થાન નથી તે સમાજ અલ્પાયુષી છે . એમ માનવું.
વિજ્ઞાનની શોધ પાછળ ગાલે સમય ઈશ્વર ભજનમાં જ ગાળેલો ગણાય, જે માણસમાં નમ્રતા અને સાવિતા હોય તે.
ચર્ચા પરાયણ લોકોને કોઈ પણ મુદ્દાને નિર્ણય આવે એ ગમતું નથી. ફરી ફરી નવા ઈસ્યુ કાઢી ચર્ચા ચાલતી રાખવી જોઈએ. નિર્ણય આવ્યો એટલે જાણે મરણ આવ્યું.
ગરીબ લોકોના હૃદયમાંથી જન્મેલા નિશ્ચયની શક્તિ ઈશ્વરની શક્તિ જેટલી જ અમોધ હોય છે. એની આગળ વિજ્ઞાન નની શક્તિ, પ્રજ્ઞાનની શકિત અને સામ્રાજ્યની શકિત એકત્ર થાય તો તે ટકી નથી શકવાની.
દેવતા ઉપર દૂધ મૂકવાથી તે ગરમ થાય છે અને એમાં ઉભરો પણ આવે છે. આપણે ગરમી માગીએ છીએ, ઉભરે નથી માગતા. ઉભરાથી તે દૂધની હાનિજ થાય છે. આપણી હિલચાલમાં તેજ, દઢ નિશ્ચય, અને ઉદ્યોગ જરૂરનાં છે. નાહકને ઉભરે, ઉત્સાહ, વાત અને અસ્વસ્થતા કામનાં નથી.
'
ગઈ કાલની સ્ત્રી અને આજની સ્ત્રી એ એક નથી. સ્ત્રી સહજ કેમલતા, સંસ્કારિતા, ઉદારતા, સામ્યતા ઈત્યાદિ , સર્વ ગુણો સાચવતાં છતાં આજની સ્ત્રી પોતાની શક્તિ અને સ્વતંત્રતાનો બરાબર પરિચય આપતી થઈ છે, અને એ બધું એટલી સ્વાભાવિકતાથી થયું છે કે સ્ત્રીઓની આ નવીન પદવી પ્રત્યે વિરોધ કે અણગમે કઈ જ નથી. ગાંધીજીએ માત્ર કહ્યું “તું અબલા નથી. તું શકિતરૂપિણી છે. તારે લાયક જે કામ છે તે કરતી થા’ અને તરતજ ભારતી સ્ત્રીએ પોતાનું કામ હાથમાં લઈ લીધું.
સંયમ એટલે મન પર કાબુ, સંયમ એ સંસ્કૃતિનું મૂળ છે. નબળાઈ, વિલાસિતા અથવા અનુકરણના વાતાવરણમાં કોઈ કાળે સંસ્કૃતિને ઉદ્ભવ થતો નથી અને વિકાસ પણ થતું નથી. પચ્ચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખનારની પ્રજા જેમ સુદઢ હોય છે તેમ સંયમને અંગે નિર્માણ થએલી સંસ્કૃતિ પ્રભાવશાળી અને દીર્ધજીવી હોય છે. સાહિત્ય, સંગીત, સ્થાપત્યકળા અને વિવિધ ધર્મવિધિઓ સંયમની પાછળ પાછળ આવે છે, સંયમ પ્રથમ તે કર્કશ અને નીરસ લાગે છે, પણ તેમાંથી જ સંસ્કૃતિનાં મધુર ફળ આપણને મળે છે.
દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.. (પ્રસ્થાન ૫ ૨૦ અંક ૨' માંથી)