SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ –જૈન યુગ: તા. ૧-૪-૩૪. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ચૌદમું અધિવેશન સ્વાગત સમિતિની સભામાં થયેલું કામકાજ શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સની ચાદમાં અધિવેશન માટે નિમાયેલ સ્વાગત સમિતિની એક સભા તા. ૨-૪-૩૪ ને સેમવારના રોજ બપોરના સ્ટ. ટા. ૩-૦ ત્રણ વાગે કૅન્ફરન્સ ઑફીસમાં મલી હતી સભાનું પ્રમુખસ્થાન શેઠ ચુનીલાલ વીરચંદે લીધુ હતું. સભાને હૈોલ સભાસદોની હાજરીથી ચીકાર ભરાઈ ગયો હતે. શરૂઆતમાં ગઈ બેઠકની મિનિટસ વંચાયા પછી મંડપ–ટીકીટ કમિટીએ કરેલ કામકાજની હકીકત સંસ્થાના મદદનિશમંત્રી મી. માંકડે જણાવ્યા પછી શ્રી મેહનલાલ દ. દેશાઈ એ ડ્રાફટ રેઝોલ્યુશન કમિટીએ તૈયાર કરેલ ઠરાના મુદ્દા અને તે અંગે જાહેર પત્રમાં પ્રકટ થયેલ યાદી બાબે જરૂરી હકીકતે રજુ કરી હતી. ત્યારબાદ ઉતારા ભેજન કમિટીની બેઠકના મંત્રી શ્રી વીરચંદભાઈએ જરૂરી હકીકતે રજુ કર્યા પછી શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરીએ ઉપપ્રમુખ તથા અન્ય નિમણુક સબંધેની આવશ્યકતા હોવાથી તેવાં નામની યાદી કમિટી સમક્ષ રજુ કરતાં ઉપ-પ્રમુખ તરિકે, શેઠ ચુનીલાલ વીરચંદ, શેઠ ભવાનજી અરજણ ખીમજી, બાબુસાહેબ ભગવાનલાલ પન્નાલાલ, શેઠ ઘેલાભાઈ પૂનશી, શેઠ નેમચંદ અભેચંદની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી. ડ્રાફટ રેઝોલ્યુશન કમિટીમાં શ્રી મણીલાલ મેહનલાલ પાદરાકર તથા મંડપ ટીકીટ કમિટીમાં શેઠ ઘેલાભાઈ પૂનશીનાં નામે સૂચવાતાં ઉમેરવામાં આવ્યાં. પ્રચાર અને પ્રકાશન સમિતિના મંત્રી શ્રી સાકરચંદ માણેકચંદ ઘડીયાલીએ પિતાની સમિતિને સુપ્રત થયેલ કાર્યની હકીકત રજુ કરી હતી. ખર્ચ માટે ફંડની શરૂઆત. શ્રી મતીચંદ ગિ. કાપડીઆએ ત્યાર પછી ખર્ચાને લગતી વ્યવસ્થા કરવાની જરૂર સમજાવી ફંડની શરૂઆત કરવા સૂચના કરતાં તેજ વખતે ફડ શરૂ થતાં રકમે ભરાઈ હતી તે નીચે મુજબ. શેઠ અમૃતલાલ કાલીદાસ રૂા. ૨૫૧ શેઠ કરમસી પાચારીઆ રૂા. ર૦ શેઠ મોહનલાલ હેમચંદ ૨૦૧૭ શેઠ મોતીલાલ મૂળજી રૂ. ૨૦૧] શેઠ ચુનીલાલ વીરચંદ ૧૫૧) શ્રી મેતીચંદ ગિ. કાપડીઆ ૧૫૧ શેઠ હીરાચંદ વસનજી ૧૫) ડે. ટી. એ. શાહ રૂા. ૧૦ શેઠ ઓતમચંદ હીરજી રૂા. ૧૫૧) શેઠ ઘેલાભાઈ પૂનથી રૂા. ૧૦) શેઠ કકલભાઈ બી. વકીલ રૂા. ૧૦૧ શેઠ ગલાલચંદ શિવજી રૂા. ૧૦૧ ડા. પુનશી હીરજી મૈશેરી રૂા. ૧૦૧) શેઠ રણુભાઈ રાયચંદ ઝવેરી રૂ. ૨૦૧૭ એ રીતે રકમ ભરાઈ અને બીજાઓને ભરવા માટે વિનતિ કરવામાં આવી. ત્યાર પછી સ્વાગત સમિતિના સભ્ય વધારવાની ચીફ સેક્રેટરીઓને સત્તા આપવામાં આવી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ૨૦, પાયધુની - લી. શ્રી સંઘ સેવક, રણછોડભાઈ રાયચંદ ઝવેરી મોહનલાલ બી, ઝવેરી મોતીચંદ ગિ. કાપડીઆ ર્ડો. પૂનશી હીરજી મૈશેરી ચીફ સેક્રેટરીઓ વાગત સમિતિ મુંબઇ, ૩ તા. ૩-૪-૩૪
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy