________________
ધમના ખરા હિતચિંતક હે તે સમાજની અંદર મોટા ભાગે ને જેમાં વિરોધ હોય તેવા ચર્ચાસ્પદ પ્રશ્ન છેડી દઈને એવા પ્રશ્નો હાથ ધરે કે જેથી સમાજનું ઐકય જળવાય. તમે યુવાન છો, આવેશમાં છે, કેમની ઉનતિની ધગશ છે, તે બધું હું સારી રીતે જાણું છું અને માનું છું. પણ જે તમે સમાજમાં કેઈપણ જાતના સંગીન સુધારાઓ કરાવવા માગતા હે, સમાજની ઉન્નતિ ચાહતા હો, તે તમારૂ સુકાન કેઈ વિચારવંત આસામીના હાથમાં સંપશે, જે તમને ખરે રસ્તે દોરવી શકે. મારી તે એટલી સલાહ છે અને વિનંતિ છે કે કઈપણ જાતની ઉશ્કેરણીથી દેરવાઈ જઈને, એવું કૃત્ય નહિ કરશે કે, જેથી પાછા હઠવું પડે. તેના કરતાં એવાં કાર્યો હાથ ધરે કે જેની અંદર સમાજનો મોટો ભાગ તમને છેક સુધી સાથ આપે, અને તમારા કાર્યને વેગ આપે. જેટલા જેટલા ઘણાજ તકરારી મુદા હાય, જેની અંદર સમાજનો મોટો ભાગ તમારાથી વિમુખ રહે તેમ લાગતું હોય છે, તેવા પ્રશ્ન ભવિષ્યને વાતે રહેવા દે; હાલ તે જેટલું કાર્ય સહેલાઈથી, સમાજના મોટા ભાગને સાથે રાખીને થઈ શકતું હોય, તેટલું જ કાર્ય હાથ ધરે.
શાસન પક્ષને પણ હું એટલું તે જરૂર કહીશ, અને વિનતિથી કહીશ કે, જો આપનાં મનમાં એમ હોય કે, અમારા સિવાય બીજો કોઈ જૈન અત્યારે ધર્મના સિદ્ધાંતે પાલન કરતું નથી, અમારે લીધેજ અત્યારે જૈન ધમ ટકી રહે છે, અમેજ જૈન ધમને ટકાવી રાખનારા સ્થભે છિયે, અમેજ શ્રી મહાવીર પ્રભુના સાચા પુત્રે છિયે, તે અતુ! તેમ માનવાને તમને પુરેપુરો હક્ક અને અધિકાર છે. પણ, તે માન્યતા બીજાઓની અંદર ઠસાવવાના તમારા પ્રયત્નમાં એવું કાંઈ પણ તત્વ હશે, કે જેથી સમાજનો છેડી ઘણી રહેલી શાંતિને પણ ભંગ થશે તે, તેના જવાબદાર તમે ગણાશે.
અંતમાં, તમે બધુઓને ફરીથી અંત:કરણથી આવકાર આપતાં, આ કોન્ફરંસની વ્યવસ્થામાં આપને કેઈપણ જાતની અગવડ ભોગવવી પડતી હોય, તે તે બધું મોટાં દિલથી નિભાવી લેશે કારણ કે કેન્ફરંસ કેવા સંજોગોમાં, કેટલા વિધની અંદર ભરવાનું અમોએ માથે લીધું છે, તે આપનાં ધ્યાનમાં હશે. હું મારું કહેવાનું સમાપ્ત કરૂ તે પહેલાં એક ખુલાસો કરવાની રજા લઉં છું કે, આ મારા વિચારો રજુ કરવામાં, મારે કઈપણ વ્યક્તિને અંગત રીતે ઉદેશીને કહેવાનું છેજ નહિ. મારા આ વિચારો મારી પોતાની અપમતિથી કોઈપણ મનુષ્ય યા સંસ્થાની સીધી યા આડકતરી દોરવણી વગર, મારાં અંતઃકરણની લાગણીને વશ થઈને જણાવ્યાં છે. તેનાં સારા નરસાંપણાં માટે, હું એકલે જવાબદાર છું. તમે તેને વધાવશે તે, મને હર્ષ નથી, વખોડશે તે દિલગીરી નથી. પણ જો તેમાંથી કાંઈપણ ગ્રહણ કરવા જેવું આપને લાગે છે, જરૂર તે ગ્રહણ કરશે, અને બાકીનું નકામું સમજીને ફેકી દેશે, અને તેને ઉહાપોહ કરશે નહિ, એવી મારી વિનંતિ છે. શાસનદેવ આપણને સૌને સન્મતિ આપે, એટલું કહીને વિરમીશ.
કચ્છી પ્રેસ, ભીમપુરા મુબઇ ન, ૯, 2, નં. ૨૮૪૪૯.