SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ભૂમિદાન અને તામ્રપત્રો www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી* ભારતીય સમાજમાં દાન ઘણો મહિમા ધરાવે છે. મહાભારત અને પુરાણોમાં દાનને લગતાં અનેક અધ્યાયો આપેલા છે. દાનના વિષય પર અનેક વિશિષ્ટ પ્રબંધગ્રંથ લખાયાં છે. દાન દેવાનાં વિવિધ દ્રવ્યોમાં સુવર્ણ, ધેનુ, અશ્વ, હસ્તી, ભૂમિ, કન્યા ઇત્યાદિ ‘મહાદાન’ ગણાતાં. ધેનુ, ભૂમિ અને વિદ્યાનું દાન ‘અતિદાન’ મનાતું. એમાં ભૂમિ દાન સર્વોત્તમ કોટિનું દાન મનાતું. ભૂમિ દાનથી દાનલેનારને કાયમી ઊપજનું અક્ષય સાધન પ્રાપ્ત થતું, જે એને જીવનપર્યંત ઉપયોગી નીવડતું. વળી ભૂમિદાનનો લાભ દાન લેનારના પુત્ર-પૌત્રાદિક વારસોને પણ પરંપરાગત રહેતો. આથી ભૂમિદાન કરાતાં હમેશાં એને લગતું રાજશાસન લખી આપવામાં આવતું ને એ લખાણ દાનલેનારના કુટુંબને પેઢીઓ ને પેઢીઓ લગી સાચવી રાખવું પડતું. આ કારણે ભૂમિદાનને લગતું રાજશાસન તાંબાનાં પતરાં પર કોતરાવીને આપવામાં આવતું. આથી તામ્રપત્રો પર કોતરેલાં દોઢેક હજાર વર્ષ જેટલાં લાંબા કાળનાં અનેક દાનશાસન મોજૂદ રહેલાં છે. ભૂમિદાનને લગતું રાજશાસન કોતરેલાં તામ્રપત્રોને ઘરની દીવાલમાં, પાયામાં કે જમીનની અંદર સાચવી રાખવામાં આવતાં. તામ્રપત્રો પર કોતરેલાં ટૂંકાં દાનશાસનોના સહુથી જૂના નમૂના ઉત્તર ભારતમાં પહેલી સદીના પ્રાપ્ત થયાં છે. વિગતવાર દાનશાસનના સહુથી પ્રાચીન નમૂના ચોથી-પાંચમી સદીના મળ્યા છે. ગુજરાતમાં મળેલું સહુથી પ્રાચીન તામ્રપત્ર ચોથી સદીનું છે. વલભીના મૈત્રક વંશના રાજાઓનાં એક્સોથી વધુ તાપ્રશાસન મળ્યાં છે. ગુર્જરો, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોનાં પણ ઘણાં તામ્રશાસન પ્રાપ્ત થયાં છે. આ તામ્રશાસનો એ રાજવંશોના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ માટે મહત્ત્વનું સાધન છે. સોલંકી વંશનાં પણ અનેક તામ્રપત્ર મળ્યાં છે. ભૂમિદાન દેવાનો અધિકાર પ્રાયઃ રાજકુલને રહેલો હતો. રાજાઓ પોતાનાં માતાપિતાના તેમજ પોતાના પુણ્યની અભિવૃદ્ધિ માટે ભૂમિદાન દેવાની ઉત્કટ ભાવના ધરાવતા. ભૂમિદાનમાં ઘણી વાર ક્ષેત્ર(ખેતર) વાપી (વાવ) કે કૂપ (કૂવો)નું અને કોઈ વાર આખા ગ્રામ(ગામ)નું દાન દેવાતું. ધર્મદાયનો પ્રતિગ્રહ (સ્વીકાર) કરનારની દૃષ્ટિએ એના બે વર્ગ પાડવામાં આવ્યાં છે – દેવદેય (દેવને અર્થાત્ દેવાલયને અર્પણ કરેલ દાન) અને બ્રહ્મદેય અર્થાત્ બ્રાહ્મણને આપેલ દાન. ધર્મશાસ્ત્રની પરિભાષામાં દાન દેના૨ને વાતા, દાન લેનારને પ્રતિપ્રદ્દીતા અને દાનમાં દેવાતા પદાર્થને તૈય કહે છે. દાનશાસનમાં દાન દેવામાં રહેલો દાતાનો હેતુ તેમના એ દાન વડે એના પતિગ્રહીતાને થતા લાભ જણાવવામાં આવે છે. દેવાલયને અર્પણ દાનનું પ્રયોજન દેવની સકલ પૂજા ચાલુ રાખવાનું, વાઘગીત, નૃત્યાદિ માટેના ઉપયોગનું, સેવકના ભરણપોષણનું અને દેવાલયના સમારકામનું જણાવાતું. બ્રહ્મદાય દાન લેનાર બ્રાહ્મણ બલિ, ચરુ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિની પંચમહાયજ્ઞની ક્રિયાઓ કરી શકે તે માટે અપાતું, બૌદ્ધ વિહારને અપાતું ભૂમિદાન એમાં વસતા કે બહારથી આવતાં ભિક્ષુઓનાં ચીવર, ભિક્ષા, શયન, આસન અને રોગ-નિવારણના ભૈષજયતી જોગવાઈ માટે અપાતું. દાનશાસનમાં આરંભે ૐ, સ્વસ્તિ કે સિદ્ધમ્ જેવાં મંગલદાયક શબ્દ પ્રયોજાતાં. પછી રાજશાસનનું સ્થાન (રાજધાની કે અન્ય સ્થાન) દર્શાવતું. દાતાને લગતા વૃત્તાંતમાં પહેલાં એના વંશનું નામ, પછી પુરોગામી રાજાઓની * ‘સુવાસ’, ૧૯૨, આઝાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ 96 સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ For Private and Personal Use Only - માર્ચ, ૨૦૦૯
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy