________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“૧૯મી સદીનું ગુજરાત’ વિષય ઉપર પરિસંવાદ વિશેનો અહેવાલ
છેલ્લા ત્રણેક દાયકાથી ઇતિહાસના વિવિધ વિષયોને લગતાં સેમિનારો ગુજરાતમાં યોજાય છે અને તે ઘણી આશાસ્પદ ઘટના છે. પરંતુ કેટલાક સેમિનારો એવા હોય છે જે એક તરફ ભૂતકાળને સાંપ્રત પ્રવાહો સાથે જોડે છે અને બીજી તરફ તે “ઈન્ટર ડિસીપ્લનરી” અભિગમને લક્ષમાં લઈને ઇતિહાસ, સાહિત્ય, સમાજ, આર્થિક પ્રવાહો, શિક્ષણ અને ખાસ કરીને સ્ત્રી શિક્ષણની વચ્ચે સમન્વય કરીને તે બૃહદ્ ગુજરાતી સમાજ સમક્ષ રજૂ કરે છે. આજની આપણી સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સમસ્યાઓને લક્ષમાં લઈને આવો એક તેજસ્વી અને લોકોપયોગી સેમિનાર તાજેતરમાં ભો.જે. વિદ્યાભવન અને ગાંધીનગરમાં આવેલ ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં તા.૧૬-૩-૨૦૦૯ના રોજ યોજાયો હતો. સમાજ, શિક્ષણ અને સાહિત્યની દૃષ્ટિએ ૧૯મો સૈકો અત્યંત મહત્ત્વનો હોવાથી “૧૯મી સદીનું ગુજરાત” વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતના વિદ્વાનોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ચર્ચાઓ કરી હતી. આ પરિસંવાદના અતિથિ વિશેષ તરીકે ખ્યાતનામ ઇતિહાસવિદ્ પ્રો. મકરન્દ મહેતા અને પ્રમુખસ્થાને ખ્યાતનામ સાહિત્યકાર તેમજ ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ પદ્મશ્રીથી અલંકૃત ડો. ભોળાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત વિદ્યાસભા તો છેક ૧૮૪૮માં સ્થપાઈ હતી અને તેણે ગુજરાતના સર્વાગી વિકાસ માટે અથાગ પરિશ્રમો કર્યા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૯૪૬માં તેનું નામ બદલીને “ગુજરાત વિદ્યાસભા” એવું ગૌરવવંતુ નામ આપ્યું છે. પરંતુ આજે જે ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ ડૉ. ભોળાભાઈ પટેલ છે તેની એક લાંબી અને તેજસ્વી પરંપરા પણ છે. આવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાઓને લક્ષમાં લઈને અત્રે ઉપરોકત પરિસંવાદનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.
ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી તા. ૧૬-૩-૨૦૦૯ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે “૧૯મી સદીનું ગુજરાત' વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભો. જે. વિદ્યાભવન વાચન ખંડમાં “સાહિત્ય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેને ડૉ. ભોળાભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતી ભાષા અને સાહિત્યની ઉત્પત્તિથી લઈને ૧૯૫૦ સુધીના સાહિત્ય વિકાસની યાત્રા દર્શાવતા ચાર્ટ મૂકવામાં આવ્યાં હતાં. ઈ.સ. ૧૯૫૩માં ગુજરાત વિદ્યાસભા અને ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે મળેલ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ૧૭મા અધિવેશન પ્રસંગે ઉક્ત સાહિત્ય પ્રદર્શન ભો. જે. વિદ્યાભવન દ્વારા તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન નિહાળવા ગુજરાત વિદ્યાસભાના પ્રમુખશ્રી અને વિખ્યાત સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ, ડો. રઘુવીર ચૌધરી, સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને પત્રકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ઇતિહાસકાર દંપતી ડૉ. મકરન્દ મહેતા અને શિરીન મહેતા, પ્રો. આર. એલ. રાવલ જેવા ગુજરાતના તેજસ્વી વિદ્વાનો આમંત્રિત મહેમાનો, મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
ત્યારબાદ ૯-૩૦ વાગ્યે હ. કા. કૉલેજના યુ.જી.સી. કૉન્ફરન્સ હૉલમાં સંસ્થાના કાર્યકારી નિયામક ડૉ. રામજીભાઈ સાવલિયાએ આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત વિદ્ધજ્જનો તેમજ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓનું
158
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only