SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્થાવૃત્ત ૨. દી.બ.પ્રો. કેશવ હર્ષદ ધ્રુવ સ્મારક પ્રકાશન યોજના અંતર્ગત “અનુભવબિંદુ’ની ગુજરાતી રચનાની પુનર્મુદ્રિત આવૃત્તિ – ચોવીસમા ગ્રંથ તરીકે પ્રકાશિત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા યોજવામાં આવતી વિવિધ વિષયોની વ્યાખ્યાન શ્રેણીઓના ઉપક્રમે સગત “શ્રી જયેન્દ્ર નાણાવટી ટ્રસ્ટ ફંડ યોજના અન્વયે તા. ૨૯-૯-૨૦૦૮ના રોજ ડૉ. ભોળાભાઈ પટેલના પ્રમુખસ્થાને ભારતીય સંસ્કૃતિ અને કલાના વિદ્વાન અને ઊંડા અભ્યાસી તેમજ હ. કા. આર્ટ્સ કૉલેજના ભારતીય સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ ડૉ. થોમસ પરમારે ‘હિંદુ લગ્ન : સંસ્કૃતિ અને કલા સંદર્ભમાં' વિષય પર સ્લાઇડ-શ દ્વારા વ્યાખ્યાન આપ્યું હતું. શ્રી અરુણ મિલ્સ ચેરિટી ટ્રસ્ટ અને શ્રી સુરોત્તમ હઠીસિંહના અનુદાનથી “ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા” અન્વયે તા. ૨૫-૨-૨૦O૯ના રોજ ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ ડૉ. ભોળાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભાષાભવનના સેમિનાર હૉલ (ગુજ. યુનિ.)માં ઉર્દૂ-ફારસીના બહુશ્રુત વિદ્વાન ડૉ. ઝુબેર કુરેશી (પૂર્વ અધ્યક્ષ, ઉર્દૂ-ફારસી વિભાગ, ભાષા-સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી)એ “મુઘલકાલીન ગુજરાતનું વણખેડાયેલ સામાજિક દર્શન : મૌલાના મુહમ્મદ સિદ્દીક પટણીના અરબી હસ્તપ્રતોને આધારે' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. સંસ્થાના મ્યુઝિયમમાં સંગ્રહાયેલ અરબી, ફારસી અને ઉર્દૂના ખતપત્રોના કેટલોગનું કાર્ય પૂરું કરવામાં આવ્યું. હાલ ઉક્ત ભાષાની પ્રાચીન હસ્તપ્રતોના કૅટલોગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ દરમિયાન સંસ્થામાં નવનિર્મિત મ્યુઝિયમ ગેલેરીમાં પ્રાચીન અવશેષો, હસ્તપ્રતો, શિલ્પો તેમજ અન્ય અવશેષોની નવેસરથી ગોઠવણી કરવામાં આવી. પરદેશની વિવિધ યુનિવર્સિટીઓના ભારતીય વિદ્વાનો તેમજ સંશોધકોએ સંસ્થામાં જળવાયેલ અલભ્ય ગ્રંથો તેમજ પ્રાચીન હસ્તપ્રતોના અધ્યયન-સંશોધન માટે વર્ષ દરમિયાન સંસ્થામાં રહી અભ્યાસ કર્યો હતો. Dr. Purnima Shah - Asst. Profesor of the practice of Dance, Duke University, Dance Programme, Durham, Nort Carolina, USA 2. Shruti A. Patel - Ph.D. Student, Religion (South Asian), MA, Columbia University, New York, USA Shital Sharma - Ph.D. Cadidate, Faculty of Religious Studies, McGill University, Montrea, Canada. ડૉ. પ્રિયબાળા શાહ સંશોધન પ્રકાશન ફંડ' અંતર્ગત સંસ્થાના કાર્યકારી નિયામક ડૉ. રામજીભાઈ સાવલિયાએ તૈયાર કરેલ “ઇન્ડોલોજી” વિષયક ગ્રંથ “Steps of Indology”નું પ્રકાશન કરવામાં આવ્યું. 156 સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯ For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy