SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષા સંસ્કૃત હતી. અત્યારે ઇતિહાસને વિકૃતપણે રજૂ કરીને વર્તમાન રાજકીય આગેવાનો જ્યારે રાજકીય રોટલા શેકવાની કોશિશો કરતા રહે છે, ત્યારે ઇતિહાસને સાચા સ્વરૂપે જોવાની કે રજૂ કરવાની સવિશેષ જરૂરિયાત છે. પાકિસ્તાનમાં હિંદુઓનાં ધર્મસ્થાનો તથા કુટુંબોનું નિર્મૂલન કરવાની ઝુંબેશ ચાલે છે. હાલ પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં બાંગલાદેશમાં પ્રોત્સાહન પામતા આતંકવાદીઓ ભારતની શાંતિ તથા આબાદીને હરહંમેશ જોખમાવી રહ્યા છે. એ કેમ ભૂલાય? લેખક આ સંદર્ભમાં વિદેશી આક્રમણકારોને તથા શાસકોને દેશી પ્રજાજનોનો સાથ મળ્યા કરે છે તેનો અફસોસ દર્શાવી બાદશાહ ઔરંગઝેબના હિન્દુઓ પ્રત્યેના ઉદાર વર્તાવના દાખલા ટાંકે છે. તો ભારતમાં અનેક નામાંકિત નરનારીઓ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરતાં હોય એવા દાખલા ટાંકે છે. લેખક ‘વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા અંગે થયેલ ઉહાપોહની સમીક્ષા કરે છે. કમભાગ્યે આપણાં બંને રાષ્ટ્રગીત વિવાદાસ્પદ રહ્યાં છે. વર્તમાન કવિઓ બિન-વિવાદાસ્પદ રાષ્ટ્રગીત રચી ન શકે ? અંગ્રેજી શબ્દકોશમાં મળેલા ચોથા ભાગના શબ્દોનું મૂળ સંસ્કૃતમાં હોવાનું લેખક જણાવે છે. લેખક ચીનમાં રામાયણ અને મહાભારતની લોકપ્રિયતા દર્શાવે છે. ભારતનાં આ વિરાટકાવ્ય માત્ર ચીનમાં જ નહિ દક્ષિણપૂર્વમાં આવેલા અનેક દેશોમાં લોકપ્રિય હતાં. શ્રી હરિ દેસાઈ નેપાળની “વર્જિનગોડેસ' પ્રથા વિશે તેમજ તિબેટની “અનેકપતિ પ્રથા' વિશે રસપ્રદ માહિતી આપે છે. ટી.વી. ચેનલમાં “રાવણ'ની શ્રેણી શરૂ થઈ, તેમાં રાવણના કેટલાક સગુણ પણ નિરૂપાયા છે. દ.ભારતમાં રાવણનાં મંદિર છે એટલું જ નહિ, રાજસ્થાનના અલવરમાં પણ એક મંદિર આવેલું છે. વડોદરાના રાજા મલ્હારરાવ “રંગીલા રાજા' તરીકે જાણીતા હતા, પરંતુ એમના અનુગામી મહારાજા સયાજીરાવ પણ રંગીલા હતા એવું ડૉ. સુમંત મહેતાની અપ્રકાશિત ડાયરીઓ પરથી આ લેખક જાહેર કરે છે. પત્રકાર આ નવી વાત પ્રકાશમાં લાવ્યા છે. સિંધમાં બ્રાહ્મણ વજીર વચ્ચે વિધવા રાણી સાથે લગ્ન કરી રાજપદ પ્રાપ્ત કર્યું ને એના પુત્ર દાહિરે પોતાની સગી બહેન સાથે લગ્ન કરી સમાજમાં ઊહાપોહ મચાવ્યો. ૧૯૪૭ માં દેશના ભાગલા પડ્યા, ત્યારે મહાત્મા ગાંધીજીની જેમ વાયવ્ય સરહદ પ્રાંતના બાદશાહખાને પારાવાર વ્યથા. અનુભવી ‘તમે અમને વરુઓ સાથે ફેંક્યા” એવી અસહ્ય વેદના એ ઠાલવતા. મુસ્લિમ બહુમતીવાળા તુર્કીના વડાપ્રધાન મુસ્તફા બુલેન્ટે “ભગવદ્ગીતા” તથા “ગીતાંજલિ'નો તુર્કીમાં અનુવાદ કર્યો હતો. ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો એ અટપટો અને વિવાદગ્રસ્ત વિષય રહ્યો છે. ગાંધીજીની હત્યાને વખોડનાર મોટો વર્ગ છે, પરંતુ “મી. નથુરામ ગોડસે બોલતોય' નાટકમાં નથુરામના કૃત્યને વ્યાજબી ગણાવ્યું છે. ખલનાયકને ય નાયક ઠેરવતો, એક વર્ગ પણ છે ! ઝીણા અને આંબેડકરની વિચારસરણીઓ ચર્ચાસ્પદ રહી છે. ‘વંદે માતરમ્'નું ફરજિયાત ગાન અને ટીપુ સુલતાનની દેશભક્તિ ચર્ચાસ્પદ વિષય બન્યા છે. શ્રી હરિ દેસાઈ સ્વામી વિવેકાનંદના ગુજરાત સાથેના સંબંધોની સમીક્ષા કરે છે. સરદાર પટેલે સેંકડો રજવાડાંનું એકીકરણ કર્યું, ત્યારે તે પછીના જમાનામાં તેલંગણ અને વિદર્ભ જેવાં અનેક નાનકડાં રાજ્ય ફૂટી નીકળે તેવા સંજોગ પણ થયા છે. રાજવી તરીકે સાચા લોકસેવક બનેલા દરબાર ગોપાળદાસને લેખક બિરદાવે છે. અમેરિકી સેનેટનો શુભારંભ હિન્દુ પ્રાર્થના સાથે થયો જ્યારે સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર અંગે અનેક હિંદુ નેતાઓને પંડિત નહેરુની સેક્યુલર નીતિનો સામનો કરવો પડેલો ! આમ છતાં નહેરુને ગંગા નદીના પવિત્ર જળ માટે અપાર માન હતું ! પુસ્તકના અંતે શ્રી હરિ દેસાઈ ૧૯૫૧માં ડૉ. સુમંત મહેતાએ “આપણા નૈતિક અદ્ય:પતનનું નિવારણ શીર્ષક હેઠળ લખેલા લેખનું સારદોહન કરી યથાર્થ નોંધ્યું છે કે છ દાયકા પહેલાંની આ વાતો આજેય એટલી જ સુસંગત નથી ? લેખક વ્યવસાયે પત્રકાર છે, પત્રકાર તરીકે અનેક અવનવી વાતો શોધતા રહે છે ને એ વાતોને પોતાની કટારોમાં પોતાની લાક્ષણિક ઢબે વાચકો સમક્ષ રજૂ કરે છે. ઇતિહાસને સ્પર્શતા આ રસપ્રદ લેખોમાંય તેઓ કેટકેટલા અવનવા વિષયોને આવરી લે છે. એમાંની કેટલીય ઘટનાઓને પોતાની રીતે રજૂ કરે છે. માત્ર કલ્પનાઓ ગ્રંથસમીક્ષા 147 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy