SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાના વહીવટતંત્રને ઉપરોક્ત ધોરણે વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું હતું. આમ, બ્રિટિશ શાસનની અસર હેઠળ સૌરાષ્ટ્રના રાજ્યોના વહીવટીતંત્રમાં પણ આધુનિકતા આવવા લાગી હતી. કોઈ પણ રાજ્યના વહીવટીતંત્રનું મૂલ્યાંકન તેનાં ન્યાયતંત્ર ઉપરથી કરી શકાય. વળી તેને રાજ્યની પ્રજાપ્રિયતાની પારાશીશી પણ ગણાવી શકાય. ન્યાય નિષ્પક્ષ અને ઝડપી હોય તો પ્રજામાં તે શાસન પ્રિય બની રહે છે. બ્રિટિશ શાસને સૌરાષ્ટ્રના તત્કાલીન રાજયોનું તેમની ન્યાયાયિક સત્તાઓના આધારે સાત વર્ગોમાં વર્ગીકરણ કર્યું હતું. આ વર્ગીકરણ તેમને મળેલી ફોજદારી અને દીવાની સત્તાને આધારે કરાયું હતું. તે ૧૮૬૩માં કર્નલ કટિંગે કર્યું હતું. વળી સૌરાષ્ટ્રમાં રાજસ્થાનિક કોર્ટ ૧૮૭૩માં રાજકોટમાં સ્થપાઈ હતી. તેમાં થતી જાય કાર્ય પ્રણાલીની અસર પણ સૌરાષ્ટ્રનાં રાજયોની ન્યાય પદ્ધતિ ઉપર પણ થઈ હતી. કેટલાંક રાજયોએ તો તેની અસર હેઠળ બ્રિટિશ હિન્દમાં પ્રવર્તતા દીવાની અને ફોજદારી ધારાઓને કેટલાંક ફેરફાર સાથે પોતાના રાજયમાં સ્વીકાર્યા હતા અને કેટલાંક રાજયે પોતાના કાયદાસંગ્રહ પણ બહાર પાડ્યા હતા. આમ બ્રિટિશ શાસનની અસર હેઠળ સ્વતંત્રતા સુધી સૌરાષ્ટ્રના રાજયોના વહીવટીતંત્રનું આધુનિકીકરણ થયું હતું, એમ કહી શકાય. સૌરાષ્ટ્રનાં રાજયોનું આધુનિકીકરણ કરવામાં અનેક મહત્વના પરિબળોએ ભાગ ભજવ્યો હતો. સૌરાષ્ટ્રનાં રાજ્યો પોતાના આંતરિક વહીવટમાં તો સ્વતંત્ર હતા અને બ્રિટિશ સત્તા સામાન્ય રીતે તેમાં દખલગીરી કરતી નહીં, પરંતુ રાજ્યમાં ગેરવહીવટ, અવ્યવસ્થા કે રાજાની સગીરાવસ્થા દરમિયાન બ્રિટિશ સત્તા તેમાં દખલગીરી કરી ત્યાં બ્રિટિશ મૅનેજમેન્ટ પણ બેસાડતું. દા.ત. ભાવનગરમાં તખ્તસિંહજી અને કૃષ્ણકુમારસિંહજીની સગીરાવસ્થા દરમિયાન, રાજકોટમાં બાવાજીરાજ અને લાખાજીરાજની, ગોંડલમાં ભગવતસિંહજીની, મોરબીમાં વાઘજીની, ધ્રાંગધ્રામાં મયુરધ્વજસિંહજીની, પોરબંદરમાં ભોજરાજીની અને નટવરસિંહજીની, પાલીતાણામાં બહાદુરસિંહજી અને વાંકાનેરના અમરસિંહજી, વઢવાણના રાયસિંહજી, જામનગરના જશવંતસિંહજી અને જૂનાગઢના નવાબ મહોબતખાનજી-૩ની સગીરાવસ્થા દરમિયાન ત્યાં બ્રિટિશ મૅનેજમેન્ટ સ્થપાયું હતું. આ બ્રિટિશ મૅનેજમેન્ટને પરિણામે રાજયોના વહીવટમાં બ્રિટિશ હિન્દ જેવું શાસન સ્થપાયું હતું. પ્રજા કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તો વળી અવ્યવસ્થા કે ગેરવ્યવસ્થા સમયે કામચલાઉ રીતે સત્તા પોતાના હાથમાં લઈને ત્યાં ““કાયદાનું રાજય” સ્થાપ્યું હતું. રાજયમાં અવ્યવસ્થા ઊભી કરવામાં પોતાને થયેલા અન્યાયનો બદલો લેવા માટે થયેલા બહારવટાંને પણ જવાબદાર ગણાવી શકાય. દા.ત. ભાવનગર રાજયની સામે ખાચર, ખુમાણનાં બહારવટાં, ઓખામંડળમાં ગાયકવાડની સામે વાઘેરોનાં બહારવટાં, જૂનાગઢમાં બાવાવાળા, મૈયાઓ અને કાદુ મકરાણીનાં બહારવટાં, માળિયા મિયાણામાં વાલો નામોરીનું બહારવટું વગેરે પ્રસંગોએ નિષ્ફળ નિવડેલાં રાજ્યોને બ્રિટિશ સત્તાએ મદદ કરી છે તે રાજયમાંથી અવ્યવસ્થા દૂર કરી હતી, અને પ્રજાને શાંતિ મળી રહે તેવી ગોઠવણ કરી હતી. આમ, રાજયમાં સુવ્યવસ્થા સ્થાપવામાં પણ બ્રિટિશ અસર થઈ હતી. ઈ.સ. ૧૮૭૦માં રાજકોટમાં બ્રિટિશ સત્તાએ રાજકુમાર કૉલેજની સ્થાપના કરી હતી. પ્રારંભે તે ““કિંગ કૉલેજ” તરીકે ઓળખાતી હતી. તેમાં સૌરાષ્ટ્રના અનેક ભાવિ રાજવીઓએ અભ્યાસ કરીને પોતે રાજકત બન્યા ત્યારે પોતાના રાજ્યનું આધુનિકીકરણ કર્યું હતું. આમ, રાજકુમાર કૉલેજ સૌરાષ્ટ્રમાં તેમાં ભણેલા રાજવીઓને આધુનિક વહીવટ કરવાની દૃષ્ટિ આપી હતી. રાજકુમાર કોલેજમાં અનેક વિષયોના અભ્યાસની સાથે લશ્કરી તાલીમ પણ આપવામાં આવતી હતી. પરિણામે ત્યાં ભણેલાં રાજવીઓએ પોતાના રાજયમાં નાનું પણ આધુનિક પદ્ધતિનું લશ્કર સંગઠિત કર્યું હતું. અહીં ભણેલાં રાજકુંવરો એવાં જામનગરના મહારાજા રણજીતસિંહજી, વીરપુરના કુમાર મૂળરાજ એ વાંકાનેરના 138 સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯ For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy