SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય એક સમાન છે. દુષ્કાળ દરમિયાન ગુજરાતના ઢોરોનું રક્ષણ કરનારું મંડળ સ્થાપવામાં આવ્યું હતું. ગુજરાતની જાણીતી ઢોરોની ઓલાદ દુકાળમાં નાશ પામે તેવો ભય હોવાથી આવી સારી ઓલાદનાં ઢોરોનું રક્ષણ કરવાના હેતુથી આ મંડળ સ્થાપવામાં આવ્યું હતું. અને મંડળને તેમાં સફળતા મળી હતી. તે પછી પણ ઢોરોનું રક્ષણ થતું રહે અને તેના ઓલાદમાં સુધારો થતો રહે તે માટે ૧૯૦૭ના વર્ષમાં છારોડી નજીકનું નોર્થકોટ કેટલફોર્મની સોંપણી સરકારને કરી હતી. મંડળના ફંડ માટે દાન આપનાર દાતાઓના નામની યાદી તેમણે આપેલ દાનની રકમ સાથે દર્શાવી છે. સૌથી વધુ દાન મુંબઈના ગવર્નર નોર્થકોર્ટ કર્યું હતું. તેમના દાનની રકમ રૂ. ૨૪૦૦૦ દર્શાવી છે. તેથી જ કેટલ ફાર્મના નામ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. વધુ દાનના કારણે જ નહીં પરંતુ મરતાં ઢોરોને બચાવવા તેમણે ઘણી જહેમત ઉઠાવી હશે. જો ઢોર બચે તો સુકાળનાં વર્ષોમાં સારી ખેતી થાય એ દીર્ધદષ્ટિ હોવી જોઈએ. નોર્થકોર્ટની આટલી મોટી સેવાને લીધે જ કેટલ ફાર્મને નોર્થકોર્ટ કેટલફાર્મ નામ આપવામાં આવ્યું. એટલું જ નહિ જ્યાં આ લેખ આવેલા છે તે સ્થળ નોર્થકોટપુરા તરીકે આજે પણ પ્રસિદ્ધ છે. તેની પ્રાથમિકશાળાનું નામ પણ નોર્થકોર્ટ પુરા છે. ગુજરાતની પ્રજાએ આજે પણ એ રીતે નોર્થકોર્ટની સ્મૃતિ જાળવી છે અને તેમનું ઋણ માથે રાખ્યું છે. અન્ય દાતાઓમાં ઝયુરિચના ડૉક્ટર સ્કોલ્ડર ડેવેલી, કોલ્હાપુરના મહારાજા શાહ છત્રપતિ, મુંબઈના બિશપ રેવ. ડૉ. જેમ્સ મેક આરથર, મિ. જમશેદજી નસરવાનજી ટાટા વગેરેના નામ ધ્યાનાર્હ છે. ધર્મ, દેશ કે પ્રાંતના ભેદભાવને એક બાજુ કોરાણે મૂકીને દાતાઓએ દાન આપ્યાં છે. ફ્યુરિયના ડૉ. સ્કોર છે તો કોલ્હાપુરના મહારાજા છત્રપતિ પણ દાતાઓમાં છે. દાતાઓના ધર્મ જોઈએ તો હિંદુ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મ જણાઈ આવે છે. મુંબઈના બિશપ જીવદયા માટે દાન આપે તે ઘણું જ આશ્ચર્ય પમાડે તેવું છે. આમ પ્રાદેશિકતા અને સાંપ્રદાયિકતાના વાડા તોડીને સૌએ ગુજરાતની આ મોટી કુદરતી આફત વખતે હળીમળીને જીવદયાનું કામ કર્યું હતું. નેનોકારના ઘડવૈયા શ્રી રતન ટાટાના પ્રપ્રપિતામહ શ્રી જમશેદજી નસરવાનજી ટાટાનું નામ પણ દાતાઓમાં દર્શાવ્યું છે. જોગાનુજોગ નોર્થકોર્ટ કેટલફાર્મ પાસેની જમીન જ રતન ટાટાને ગુજરાત સરકારે આપી છે. દાનની કુલ રકમ રૂ. ૪૩૧૬) થાય છે. આ બંને શિલાલેખ સફેદ આરસની તકતીમા કોતરેલાં છે. બંને તકતીનું માપ ૯૧.૫ સે.મી ૭૪.૫ સે.મી. છે. અક્ષરો કોતરીને તેમાં સીસું પૂરેલું છે. ઘુમ્મટાકારથી આચ્છાદિત સમચોરસ બાંધકામની દક્ષિણ બાજુએ અંગ્રેજી અને ઉત્તર બાજુએ ગુજરાતી લેખ છે. તેની પીઠિકાથી ઘુમ્મટની નીચેની કિનારીની લંબાઈ ૨ મીટર ૩૨ સે.મી. છે. જયારે સમચોરસ ભાગ ૧ મીટર – ૨ સે.મી.નો છે. ઘુમ્મટવાળો ભાગ ૧ મીટર-પર સે.મી. ઊંચાઈ ધરાવે છે. સમચોરસ બાંધકામની ઉપરના ભાગે ચારે બાજુ કાંગરાની હાર છે. પીઠિકામાં બે ભીંતા અને તેની ઉપર જાડંબો તથા કણીના થર છે. ઘુમ્મટના શીર્ષભાગે નિમ્નાભિમુખી કમળના સુશોભન વડે અલંકૃત છે. અક્ષરોના માપ લગભગ ૨ સે.મી ૧.૫ સે.મી છે. બાંધકામને ફરતી લોખંડના પાઈપની રેલિંગ કરેલી છે. શિલાલેખ નં. ૧ અને શિલાલેખ નં. ૩ નો અભ્યાસ કરતાં સો વર્ષ પહેલાંની ગુજરાતની ભાષાનો પણ ખ્યાલ આવે છે. શિલાલેખ નં. ૧ માં “કબ્રસ્તાન'ને બદલે “કબરસ્તાન” “ત્રણશો' ને બદલે ‘ત્રણસે” અને “લાગશે' બદલે ‘લાગસે' લખેલું છે. જયારે શિલાલેખ નં. ૩ માં “ધની સાથે “દ' જોડીને “ઘ'નો પ્રયોગ કર્યો છે. જેમકે “ધી”ને બદલે ઘી,” ધાસ્તી'ને બદલે “ઘાસ્તી'નો અને “સુધારા'ને બદલે “સુઘારા'નો પ્રયોગ કર્યો છે. માધવલાલને બદલે માઘવલાલ લખાયું છે. Dr.નું સ્વરૂપ “ડૉ.” લખાય છે, પણ લેખમાં “ડોક્ટર’ આખું લખ્યું છે. “આર્થર' ને બદલે આરથર' લખાયું છે. ગુજરાતના આ કારમાં દુકાળ દરમિયાન મનુષ્યો અને ઢોરોને બચાવી લેવાના પ્રયત્નો થયા હતા તે હકીકત આ શિલાલેખો દ્વારા જાણવા મળે છે. બ્રિટિશ શાસન દરમિયાન પણ ગુજરાતમાં જીવદયાની ભાવના જળવાઈ રહી હતી તે નોર્થકોર્ટ પુરાના લેખો દ્વારા જાણી શકાય છે. ગુજરાતના છપ્પનિયા દુકાળ વિશેના ત્રણ શિલાલેખ 135 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy