SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શિવ મંદિર, પુંઅરેશ્વર. કોનું કર્તુત્વ ? www.kobatirth.org શ્રી દિનકર મહેતા* કચ્છના અગત્યના પ્રાચીન સ્મારકોમાંનું એક શિવ મંદિર કચ્છના નખત્રાણા તાલુકાના મંજલ ગામથી એકાદ કિલોમીટર દૂર મુખ્ય માર્ગ પર આવેલું છે. આ શિવમંદિર ‘‘પુંઅરેશ્વર' તરીકે સ્થાનિક જાણીતું છે. દંતકથા મુજબ આ શિવમંદિર પુંઅ’રાએ તેની રાણી રાજૈ માટે બંધાવેલ. રાજૈ સિંધના રાજા ચાંદની પુત્રી હતી. રાજૈને વ્રત હતું કે શિવની પૂજા બાદ જ તેનું દૈનિક કાર્ય શરૂ કરવું. હવે મંદિરના સમય બાબતની ચર્ચા કરીએ તે પહેલાં પુંઅ'રા વિશે થોડું જાણી લઈએ. કચ્છના પ્રખ્યાત રાજાઓમાં ‘‘પુંઅ’રા’’ પણ કચ્છના ઇતિહાસમાં સ્થાન પામેલ છે. પુંઅ’રાનો સમય અને ઓળખ મુશ્કેલ છે, પરંતુ કપિલકોટના પરાક્રમી અને દાનવીર રાજા રા'લાખા સાથે તેનું નામ જોડાયેલ હોઈ તેની વિગતો મળી શકી છે. પુંઅ’રો, કપિલકોટના રા'લાખાનો ભત્રીજો થતો હતો અને તે કાકાની સાથે કપિલકોટમાં જ રહેતો હતો. રા'લાખા સાથે રહેવાના કારણો માટે અલગ અલગ અનુશ્રુતિ છે. એક અનુશ્રુતિ મુજબ રા'લાખાએ તેને કપલિકોટ બોલાવી પોતાની સાથે રાખ્યો હતો. જ્યારે બીજી અનુશ્રુતિ મુજબ તેના પિતા ઘાઓ સાથે અણબનાવ થતા તે કાકા પાસે કપિલકોટ આવીને રહ્યો હતો. કારણ ગમે તે હોય પણ એ નિશ્ચિત છે કે તે યુવાનવયે કાકા પાસે જ રહેતો હતો. કાકા રા'લાખાનો સમય સુનિશ્ચિત છે. તે મૂળરાજ સોલંકીનો (ઈ.સ. ૯૪૨ થી ૯૯૭) સમકાલીન હતો અને વંથલીના રા’ગ્રાહરિપુનો પરમ મિત્ર હતો. સોલંકી રાજા મૂળરાજે જ્યારે ગ્રાહરિપુ પર ચડાઈ કરી ત્યારે રા'લાખો તેની મદદે ગયો હતો અને આટકોટ પાસે મૂળરાજના હાથે મરાયો હતો. રા'લાખો શિવભક્ત હતો. કપિલકોટ (હાલનું કેરા)માં તેણે ભવ્ય શિવ મંદિર બનાવ્યું હોવાનો એક અભિપ્રાય છે. તે ઉપરાંત કપિલકોટ ફરતો મજબૂત કિલ્લો પણ તેણે બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે. લોકકથા અનુસાર આ સુંદર અને મજબૂત કિલ્લો જ્યારે બની રહ્યો હતો ત્યારે પુંઅ’રાએ આલોચના કરતાં કહ્યું હતું કે કિલ્લાની દીવાલ પર હજુ એક વધારે થરની જરૂર હતી. પુંઅ’રાની આ ટીકા ચારણને યોગ્ય ન લાગતાં ચારણે પુંઅ'રાને મહેણું માર્યું કે,૪ લાખે ખરચે લખ્ખ, કેરે કોટ અડાયો, ગઠમેં હુએ ગરથ, ત પધ્ધર અડાઈએં પુંઅ’રા Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વાતથી પુંઅ’રાને માઠું લાગ્યું અને કેરા છોડી પધ્ધર આવ્યો. અહીં આવીને તેણે કેરાના સ્થપતિ તથા કારીગરો બોલાવી કેરા જેવો જ મજબૂત અને સુંદર કિલ્લો બનાવ્યો. કિલ્લાને નામ આપ્યું પરગઢ. તે ઉપરાંત કિલ્લાની અંદર વડી મેડી તથા નંઢી મેડી (નાની મેડી) જેવાં સ્થાપત્યોની રચના કરી. ઉત્તમ સ્થાપત્યોની રચનાથી પુંઅ'રા રચનાકાર સ્થપતિ ૫૨ અત્યંત ખુશ થયો અને સ્થપતિને અઢળક ધનથી નવાજ્યો. પરંતુ અહીં પણ ભારતભરમાં એક યા બીજા સ્વરૂપે પ્રચલિત છે તેવી દંતકથા રા પુઅ’રા માટે પ્રચલિત છે અને તત્સંબધિત દુહાઓ પણ રચાયાં છે. પધ્ધરગઢ જેવો બીજો કિલ્લો સ્થપતિ કોઈ માટે ન બનાવે તે માટે તેના બંને હાથના કાંડા પુંઅ’રાએ કપાવી નખાવ્યા. સ્થપતિના કાંડા કપાયા તેથી તેની પત્ની ખૂબ જ દુ:ખી થઈ અને પુંઅ’રાને શ્રાપ આપ્યો કે, વેરાણ મુંજા વાસ, તેડા થીંધા તુંહીજે, માડુ મારાઇને મુલકજા, પત ન રોંધી પુંઅ રે, * પૂર્વનિયામક, પુરાતત્ત્વ ખાતું, ગુ.રા. શિવ મંદિર, પુંઅરેશ્વર. કોનું કર્તુત્વ ? For Private and Personal Use Only 121
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy