________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ભોગોને ભોગવાને કારણે ગભરાતા એટલે કે પોતાના પારમાર્થિક સ્વરૂપને ભૂલાવી અનિશ્વરતાને પ્રાપ્ત કરે છે. કઠોપનિષમાં આત્માની મીમાંસા વધારે રમણીયતાથી થઈ છે. નચિકેતા યમાચાર્યના પાસે આત્માને માણવાને હેતુ ગયો હતો. નચિકેતાના જવાબમાં યમાચાર્યે કહ્યું. આત્મા નિત્ય વસ્તુ છે. ના ક્યારેય મરે છે અને ના ક્યારેય અવસ્વાદિકૃત દોષોને પ્રાપ્ત કરે છે. તે વિષય ગ્રહણ કરવાવાળા અમારી સમજી ઇન્દ્રિયોથી સંકલ્પવિકલ્પાત્મક મનથી, વિવેચનાત્મક બુદ્ધિથી તથા અમારી સત્તાને કારણભૂત પ્રાણોથી પૃથક છે. અનેક રમણીય રૂપક દ્વારા આ તત્ત્વનું વર્ણન થાય છે. આ શરીર રથ છે, બુદ્ધિ સારથિ છે, મન પ્રગહ (લગામ) છે, ઇન્દ્રિયો ઘોડા છે જે વિષયરૂપી માર્ગ પર ચાલ્યા કરે છે અને આત્મા રથસ્વામી છે.૧૮ આત્માને રચી બતાવીને યમે આત્માની સર્વશ્રેષ્ઠતા પ્રતિપાદક કરી છે. રથસ્વામીના કાર્યને માટે જ શરીર વગેરે વિષયોનો વ્યાપાર હોય છે. બાહ્ય વિષયોનો પ્રારંભ કરીને શ્રેષ્ઠતા ક્રમની વિચાર કરીને આત્મા જ શ્રેષ્ઠ મનાય છે.૧૯
તર્કભાષાકાર કેશવમિશ્રના મત મુજબ આત્માત્વજાતિ જેમાં રહે છે તે આત્મા છે, તે દેહ ઇન્દ્રિય આદિથી ભિન્ન છે. પ્રત્યેક શરીરમાં પૃથક-પૃથક છે, વિભુ તથા નિત્ય છે. આ અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અવયવ રસહીન, નિત્ય, નિગંધ, અનાદિ, અનંત, મહત્ત્વથી પર અને ધ્રુવ છે. આ અવિનાશી આત્મા તત્ત્વમાંથી પ્રાણ, આશા, સ્મૃતિ, આકાશ, વાયુ, તેજ, પાણી, અવિભાવ, તિરોભાવ, અન્ન, બળ, વિજ્ઞાન, ધ્યાન, ચિત્ર, સંકલ્પ, મન, વાણી, નામ, મંત્ર, કર્મ વગેરે હોય છે.
પ્રશ્નોપષિના મતાનુસાર જીવાત્માનો સંબંધ શરીરથી છે. અહીં કર્મોનો કર્તા, રાગ-દ્વેષથી યુક્ત રહેવાવાળો તથા પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. આને જ દષ્ટા, સાંભળનાર, શ્રોતા, ધ્યાતા, રચિયતા, મંત્રા, બૌદ્ધા, કર્તા અને વિજ્ઞાનાત્મા કહેવાય છે.૨૦
બૃહદારણ્યકોપનિષમાં આત્માનું સ્વરૂપ
આત્મસત્તાની અનિવાર્યતા :
માનવ શરીર પૃથ્વી, જળ, વાયુ અગ્નિ અને આકાશનું સમન્વિત રૂપ છે. કેવળમાત્ર શરીર રૂપમાં આ નિષ્ક્રિય છે. જ્યાં સુધી પરમાત્મતત્ત્વરૂપી ચિત્ત તત્ત્વ આમાં પ્રવિષ્ટ થતું નથી ત્યાં સુધી આ પંચમહાભૂતોથી વિનિર્મિત શરીરનું કોઈ મહત્ત્વ નથી. એનું સ્પષ્ટ પરિણામ એ છે કે જ્યારે મનુષ્યને મૃત્યુ પ્રાપ્ત થાય છે તે સમયે શરીર પૂર્ણ હોવા છતાં વ્યર્થ છે. તે આત્મરક્ષામાં પણ સમર્થ નથી. અહીંયા નાશને પ્રાપ્ત થઈ જાય છે. આ સ્થૂળ જગતમાં આ જીવાત્મા જ સર્વ મહત્ત્વપૂર્ણ છે..
બૃહદારણ્યકોપનિષમાં કહ્યું છે કે આત્માના અભાવમાં શરીરનું કોઈ મહત્ત્વ હોતું નથી. તેને કૂતરાં ખાઈ જાય છે અથવા પક્ષી ચાંચ મારીને ખાઈ જાય છે.૨૨ આગળ કહે છે ‘‘આત્મા પરિછિન્ન હોય છતાં પણ તેની ચેતનાનો પ્રકાશ સમગ્ર શરીરમાં નખથી માથા સુધી ફેલાયેલો હોય છે. તેની ચેતનાથી સમગ્ર ઇન્દ્રિયો પોત-પોતાની રીતે વ્યાપાર કરે છે. આંખ, વાણી અને મન વગેરે બધાંમાં તે જીવની શક્તિ કામ કરે છે અને એ જ શક્તિથી તે ઇન્દ્રિયો પોતાનું કામ ચલાવે છે. એવી હાલતમાં ઉપનિષદ્નું કહેવું છે કે જો એ જીવને મન, ચક્ષુ આદિ નામથી બોલાવશો તો તે પ્રકાર એકાંકી હશે. એટલા માટે એક ઇન્દ્રિયમાં નામથી જીવને બોલાવવાથી સમગ્ર જીવત્વ જ્ઞાનના હોવાથી તે જ્ઞાન અધૂરું જ રહેશે. એટલા માટે તેને મન, ચક્ષુ વગેરેને જો ‘આત્મા’ કહીશું તો એ શબ્દમાં તેના સમગ્ર ગુણો અને શક્તિઓનો સમાવેશ થઈ જાય છે. એટલા માટે જ આ નામ તેના પ્રયોગમાં લાવવા યોગ્ય છે.૨૩
બૃહદારણ્યક ઉપનિષમાં આત્માનું સ્થાન
For Private and Personal Use Only
109