SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir કથાગૂંથણી કરવા માટે “પંચસન્ધિ'નો વિચાર નાટ્યશાસ્ત્રમાં રજૂ થયો છે. ત્યાં બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી અને કાર્ય-એવી (યથાશક્ય) પાંચ “અર્થપ્રકૃતિની સાથે અનુક્રમે આરંભ, યત્ન, પ્રાચાશા, નિયતાપ્તિ અને ફલાગમજેવી પાંચ “અવસ્થાઓ' જોડાય છે. ત્યારે ૧. મુખ, ૨. પ્રતિમુખ ૩. ગર્ભ, ૪, અવમર્શ અને ૫. નિર્વહણ - નામની પાંચ સન્ધિઓ રચાય છે. (નાટ્યશાસ્ત્રીઓએ આ પાંચ સન્ધિઓને પાછી ૬૪ સäગોમાં પણ વિભક્ત કરી બતાવી છે.) કવિ જયારે અમુક કથાવસ્તુ પસંદ કરીને, તેને આધારે જો કોઈ નાટ્યકૃતિનું નિર્માણ કરવા માંગતો હોય તો તે કથાવસ્તુની ગૂંથણી તેણે (૬૪ સમ્પંગો સહિતની) પાંચ સન્ધિઓ મુજબની કરવી જોઈએ-એવો માર્ગદર્શક સિદ્ધાન્ત સ્થાપવામાં આવ્યો છે. પણ નાટ્યકથાની ગૂંથણી માટેના આ સિદ્ધાન્તનો અમલ કરવા બાબતે આનંદવર્ધને જે એક ચોખવટ કરી છે તે અત્રે સ્મરણીય છે : सन्धिसन्ध्यङ्गघटनं रसाभिव्यक्त्यपेक्षया। તુ વયા શાસ્ત્રસ્થિતિસાનેચ્છા - ધ્વજાતો: (રૂ-૨૨) (નાટ્યકૃતિમાં) પાંચ સન્ધિઓ અને ૬૪ સમ્પંગોની ગૂંથણી રસની અભિવ્યક્તિ થશે કે નહીં? - તે મુદ્દો ધ્યાનમાં લીધા પછી જ કરવી. “શાસ્ત્રકારોએ પાંચ સન્ધિઓ પ્રયોજવાની કહી છે, માટે તે દરેકને મારે (કવિએ) ગૂંથવી જ જોઈએ.'- એવી, કેવળ શાસ્ત્રાજ્ઞાને ચરિતાર્થ કરવાની ઇચ્છાથી પાંચેય સન્ધિઓને હંમેશાં ગૂંથવાની જ હોય-એમ નહીં.” અર્થાત્ નાટ્યકૃતિમાં સન્ધિ-સળંગ મુજબની કથાગૂંથણી કરવાની જે વાત કહેવાઈ છે તેને એક સામાન્ય “માર્ગદર્શક સિદ્ધાન્ત” રૂપે જ જોવાની છે; તેને “અપરિવર્તનીય આજ્ઞા” રૂપે જોવાની નથી એમ આનંદવર્ધને સ્પષ્ટીકરણ કરી આપ્યું છે. આ સ્પષ્ટીકરણ ઉમેરવાની પાછળ મૂળ જે વાતનું હાર્દ છુપાયેલું છે તે વાત એ છે કે સંસ્કૃત નાટ્યકૃતિઓને રસલક્ષી બનાવવાની છે એ ભૂલાવું ન જોઈએ. સંસ્કૃત નાટ્યકૃતિઓની રચનાના સંદર્ભે જે પાંચ સબ્ધિઓનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે, તેમાં નાટ્ય કૃતિને રસલક્ષી કેવી રીતે બનાવવી- એની એક યુક્તિ પણ ગર્ભિત રીતે કહેવામાં આવી છે. જેમકે, ગર્ભસન્ધિમાં એક “પ્રાપ્યાશા' નામની અવસ્થા છે, જેમાં નાયકને નાયિકાની પ્રાપ્તિ થવાની આશા બંધાય છે. (નાયક પોતે નાયિકાને એકપક્ષીય પ્રેમ કરતો નથી, પરંતુ નાયિકા પણ નાયકને ચાહે છે, નાયકને મેળવવા ઇચ્છે છે એમ જ્યારે કોઈ પ્રસંગ દ્વારા જાણવા મળે છે ત્યારે તેને પ્રાણાશા' કહે છે.) ત્યાર પછીની અવમર્શ - સન્ધિમાં જે “નિયતાપ્તિ નામની અવસ્થા છે, તેમાં નાયકને નાયિકાની પ્રાપ્તિ થવામાં કોઈક અંતરાય ઊભો થઈ જાય છે, ત્યારે તેને નાયિકાની પ્રાપ્તિ નિયત (=સંયત) બની છે” એમ કહેવાય છે. હવે, આ “નિયતાપ્તિ' નામની અવસ્થા રસના પરિપોષણ માટે જે રીતે ઉપકારક બને છે તે સમજીએ-શૃંગારરસપ્રધાન કૃતિમાં, રંગભૂમિ ઉપર નાયક-નાયિકાનું જુદી જુદી રીતે સતત મિલન જ બતાવવામાં આવે તો, જેવી રીતે કોમળ એવા માલતી પુષ્પને વારેવારે સૂંઘવામાં આવે તો તે જલ્દીથી પ્લાન થઈ જાય છે, તેવી રીતે શૃંગાર જેવા નજાકત ભર્યા રસનું પુનઃ પુનઃ પ્રદર્શન કરવામાં આવે તો તે પણ કફોડી સ્થિતિ પેદા કરે. કોઈ એક રસના પરિપોષણ માટે તો ઉદીપન અને પ્રશમનની યુક્તિ જ અખત્યાર કરવી જોઈએ. એટલે કે પ્રાપ્યાશા થકી શૃંગારનું એકવાર ઉદ્દીપન થઈ જાય પછી કવિએ કથાવસ્તુમાં કોઈક અન્તરાય લાવીને, બન્નેના મિલનમાં રુકાવટ પણ આવીને ઊભી છે એમ બતાવવું જોઈએ. જેથી કરીને શૃંગારનું ઘડીક પ્રશમન પણ થાય. આમ રસના પરિપોષણ માટે ઉદ્દીપન અને પ્રશમનની જે અનિવાર્ય આવશ્યક્તા છે. તેને માટે આ “ગર્ભ” અને “અવિમર્શ' સન્ધિઓ વિચારવામાં આવી છે. આવાં ઉદીપન અને પ્રશમનનાં સુન્દર પૌરમ્ય નાટ્ય-વિભાવના 103 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy