SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્ય નાટ્ય-વિભાવના ડૉ. વસન્તકુમાર મ. ભટ્ટ* ભૂમિકા : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અને નાટ્યકૃતિઓ એના વૈવિધ્ય, વ્યાપ અને કલાત્મકતાને કારણે વિશ્વસાહિત્યનાં અનિવાર્ય અંગ બની ચૂક્યાં છે. પણ જ્યારે કોઈ સાહિત્ય વિશ્વસાહિત્યમાં સ્થાન પામે છે ત્યારે તેનું તુલનાત્મક દૃષ્ટિએ પણ અવલોકન શરૂ થાય છે. પાશ્ચાત્ય દેશોનાં નાટકોની સરખામણીમાં આપણા-પૂર્વના દેશનાં-નાટકોનું સ્વરૂપ કેવું છે અને કયા લક્ષ્યને લઈને તેની રચના થઈ હતી તે વિચારણીય બને છે. તેથી પ્રસ્તુત લેખમાં, આ સંદર્ભમાં, અસંખ્ય સંસ્કૃત રૂપકોને જોઈ-તપાસીને નાટ્યશાસ્ત્રીઓએ જે તારવણી કરી છે, તેને નજર સામે રાખીને પૌરસ્ય નાટ્યવિભાવનાને રજૂ કરવાનો એક પ્રયાસ છે. ભરતમુનિએ “નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિ વિશે એક રસપ્રદ પુરાકથા મૂકી છે. તેમાં જણાવ્યું છે કે ભરતમુનિએ જે પહેલવહેલો એક નાટ્યપ્રયોગ પ્રસ્તુત કર્યો તેને જોતાં જોતાં દાનવોને એમ લાગ્યું કે અમને ખરાબ ચીતરવાના આશયથી આ નાટ્યની રચના કરવામાં આવી છે. પરિણામે તેમણે એ નાટ્ય-પ્રયોગમાં વિઘ્ન ઊભું કરીને, તોડફોડ મચાવી દીધી. ઇન્દ્ર પણ આયુધ ઉગામીને દાનવોને જર્જરિત કરી દીધા. બ્રહ્માજીએ ત્યાં ઉપસ્થિત થઈને મામલો શાન્ત પાડ્યો અને સાચી સમજણ આપતાં કહ્યું કે नैकान्ततो भवतां देवानां चात्र भावनम् । त्रैलोक्यस्यास्य सर्वस्य नाट्यं भावानुकीर्तनम् ॥ - नाट्यशास्त्रम् (१-१०३) આવા નાટ્યપ્રયોગ દ્વારા દેવોને સારા અને દાનવોને ખરાબ નિરૂપવાનો આશય જ નથી. “નાટ્ય’ તો આ ત્રણેય લોકના ભાવોનું (કેવળ) અનુ-કીર્તન કરનાર છે.” અહીં બ્રહ્માજીના મુખે ભરતમુનિએ એક પાયાની કહી શકાય એવી તાત્ત્વિક ચોખવટ કરી દીધી છે કે વાસ્તવિક જગત અને કલાજગત સાવ જુદાં જ છે. આ ત્રણેય લોકમાં અહર્નિશ જે ઘટનાચક્ર ચાલી રહ્યું છે – જે વિવિધ ક્રિયાકલાપો પ્રવર્તી રહ્યા છે તે બધાની વચ્ચે ઊભેલા માણસના ચિત્ત ઉપર જે ભાવો-સંવેદનાઓ – ઝંકૃત થાય છે, તેનું અહીં (નાટ્યમાં) અનુ-કીર્તન થઈ રહ્યું છે. અર્થાત્ નાટ્ય તો વાસ્તવિક જીવનની સંવેદનાઓનો કલાત્મક-કલામય-અનુભવ કરાવનાર છે. હવે વાસ્તવિક જીવનની સંવેદનાઓનો કલાત્મક અનુભવ એટલે શું ? એમ વિચારીએ તો એનો જવાબ છે : રસાનુભવ, આનાથી, સૂક્ષ્મ વિચાર કરતાં, બીજી એક તાત્ત્વિક ચોખવટ મળી રહે છે કે સંસ્કૃત નાટ્ય એ રસાનુભવ કરાવવા માટે છે. એટલે કે સંસ્કૃત નાટ્યકૃતિઓ રસલક્ષી છે. નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં એમ પણ કહેવાયું છે કે ત્રેતાયુગમાં જનસમુદાયમાં ગ્રામ્યધર્મ ફેલાઈ ગયો અને બધા લોકો કામ, ક્રોધ, લોભ ઇત્યાદિના વશમાં આવી ગયા, અને પરિણામે સુખ-દુઃખ અનુભવવા લાગ્યા. આથી ઇન્દ્રને આગળ કરીને સૌ દેવો પિતામહ બ્રહ્માજીની પાસે ગયા અને C6 - * અધ્યક્ષ, સંસ્કૃત-વિભાગ તથા નિયામક, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯ ૧. વ્યવહારમાં દાનવો ખરાબ હોય, અને નાટકમાં જો તેમને ખરાબ જ નિરૂપવામાં આવ્યા હોય તો પણ નાટ્યજગતમાં રજૂ થયેલા દાનવો સાવ જુદા જ છે-એમ સમજવાનું છે. પૌરસ્ય નાટ્ય-વિભાવના 101 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy