SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ગીતગોવિંદ અને કૃષ્ણગીતિ ડૉ. પ્રિયબાળા શાહ* ગીતગોવિંદનો કથાપ્રસંગ આ પ્રમાણે છે : વસંત ઋતુમાં રાધિકા કૃષ્ણને વૃંદાવનની કુંજોમાં શોધે છે. ત્યાં “સંયોગસખી' આવીને રાધાની ઉત્કંઠામાં આમ બોલીને વધારો કરે છે કે “ગોપીઓના છંદમાં કૃષ્ણ ક્રીડા કરે છે તે તો જો.' શ્રીકૃષ્ણને ગોપીઓના છંદમાં જોઈને રાધા યમુનાના તીરે નિર્જન લતાકુંજમાં ચાલી જાય છે અને પોતાની સખીને કૃષ્ણ સાથે પૂર્વે થયેલી પોતાની રતિક્રીડાની વાત કરે છે. કૃષ્ણ ગોપાંગનાઓને ત્યજીને રાધાને કંજે કંજે શોધતા લાચાર બનીને કાલિન્દીના તીરે આવીને બેસે છે. તેવામાં સખી ઉતાવળી આવીને રાધાની વિરહી અવસ્થાની જાણ કરે છે. શ્રીકૃષ્ણ સખીને રાધાની પાસે મોકલે છે અને સમજાવીને તેને બોલાવી લાવવા કહે છે. વિરહકૃશ રાધા ઊઠે છે પરંતુ પગ માંડતાં જ તે ઢળી પડે છે. આ હકીકત સખી કૃષ્ણ પાસે જઈને વર્ણવે છે. આથી કૃષ્ણ લતાકુંજે જાય છે, પરંતુ માર્ગમાં જ ચંદ્રાવલી આદિ સખીઓ મળતાં વિલંબ થાય છે. તેથી રાધા માને છે કે “શ્રીકૃષ્ણ તેને ઠગી. પ્રતિનાયિકાથી છૂટીને કૃષ્ણ રાધાની પાસે આવે છે અને વિલંબ થવા બદલ રાજા પાસે માફી માગે છે. પ્રતિનાયિકાનાં ચિહ્નો કૃષ્ણને લાગેલાં છે તેથી રાધા કઠોર વચનથી કૃષ્ણને તિરસ્કારે છે. કૃષ્ણ પોતે મુદ્દા સાથે પકડાયા હોવાથી ચૂપચાપ ખસી જાય છે. તેથી રાધાનો રોષ આપોઆપ ધીમો પડે છે. તે દરમિયાન કૃષ્ણની સખી આવીને રાધાને સમજાવે છે. વિરહાતુર રાધા ગળગળી બની અંતરમાં શોચતી બેઠી છે. ત્યાં કૃષ્ણ આવીને તેને મધુર વચનોથી વિનવે છે. ભગવાન તેને મનાવીને જાય છે ત્યારબાદ કૃષ્ણદૂતી રાધાને તેડવા જાય છે. શણગાર સજીને બેઠેલી રાધા સખી સાથે કૃષ્ણને જઈને મળે છે. સખીના વિદાય થયા પછી કૃષ્ણ રાધાને રીઝવીને રતિક્રીડા કરે છે. તે સમયે રાધાની વેલી છૂટી જાય છે. તેથી શ્રીકૃષ્ણ રાધાની વેણી ગૂંથી શણગાર સજાવી તેના મનોરથ પૂરા કરે છે. હવે આપણે કૃષ્ણગીતિનું કથાવસ્તુ જોઈએ : આ કાવ્યનો વિષય પણ રાધાકૃષ્ણના પ્રેમનો છે. રાધા તેના સ્વપ્રમાં પોતાના પ્રિયતમ કૃષ્ણને તેની બીજી સખીઓ સાથે જુએ છે. તેથી રાધા ગુસ્સે થાય છે અને અશ્રુ સાથે જાગી ઊઠે છે. વાસ્તવમાં કૃષ્ણ જ રાધાને જગાડતા હોય છે, રાધા સ્વપ્રાવસ્થામાં છે તેથી તે “માન” માગે છે. અને કૃષ્ણને તજી દે છે. આથી ગોવિંદદૂતી રાધાની પાસે આવીને “માન' મૂકવા તેને સમજાવે છે અને કહે છે કે કૃષ્ણ કુંજવનમાં તેની વાટ જુએ છે. સ્વપ્ન કારણે તારે કૃષ્ણ સાથે રોષ ના કરવો જોઈએ અને કૃષ્ણ નવનિકુંજગૃહમાં તારી આતુરતાથી રાહ જુએ છે. (અષ્ટપદી ૨, શ્લોક ૪). સખી રાધાની દશા જુએ છે, રાધા કૃષ્ણમય છે અને તે પણ કૃષ્ણને મળવા ખૂબ આતુર છે. પરંતુ તે પોતાની જાતે કૃષ્ણ પાસે જતી નથી. આથી તે રાધાને કૃષ્ણ પાસે જવા ખૂબ સમજાવે છે. (અ.૩). કૃષ્ણદૂતી રાધાની આ સખીને કૃષ્ણ પાસે લઈ જાય છે અને કૃષ્ણને રાધાની વિરહદશા સખીના મુખે વર્ણવીને સંભળાવે છે (અ.૪), રાધાની વિરહાવસ્થા વર્ણવીને સખી તે જ વાત ગીત દ્વારા કૃષ્ણને ફરીથી ભારપૂર્વક જણાવે છે (અ. ૫). ત્યારબાદ સખી રાધા પાસે પાછી જાય છે અને તેને કહે છે કે કૃષ્ણ પણ પ્રેમની દશામાં છે, અને રાધાનું નામ રટણ કર્યા કરે છે; અને રાધા જો કૃષ્ણ પાસે જશે તો કૃષ્ણ તેને માન અને પ્રેમ સાથે આવકારશે (અ.૬); સખીનાં, પ્રિય મધુર વાક્યો સાંભળીને રાધા પોતાના પ્રેમથી તેના ઉપર પ્રસ કરવાને માટે જાય છે, વાસ્તવમાં રાધા માટે કૃષ્ણનો વિરહ અસહ્ય થઈ ગયો હતો અને કૃષ્ણ પાસે જવા તે અધીરી બની હતી. આથી તેને કૃષ્ણ * પૂર્વઆચાર્યો, માતુશ્રી વીરબાઈમા મહિલા કૉલેજ, રાજકોટ સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯ 98 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy