________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકે ભાગવતના માહાત્મનો સાર આપીને દરેક સ્કંધનો સાર બને તેટલો વિશદ રીતે, દીર્ઘસૂત્રતા ન થાય તેમ સરળ ભાષામાં પ્રસ્તુત થાય એવો પ્રયત્ન કર્યો છે. લેખક નોંધે છે તેમ અહીં ગ્રંથો લખીને કીર્તિ કમાવાના અભરખામાંથી આ સર્જન નથી થયું. એનો ઉદેશ સાત્વિક ભાવથી ભક્તિ સાથે ભાગવતનું પારાયણ, મનન, ચિંતન અને દુરુહ ટીકામાં પ્રવેશ થાય તેવો રહ્યો છે. “મમતા ભર્યા સંસારનું ચડેલું ઝેર ઊતરી જાય છે અને પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું લેખક શરૂઆતમાં જ જણાવે છે (પૃ.૧૫).
લેખકે શ્લોકો પણ નોંધ્યા છે, જેથી મૂળ ગ્રંથ સાથે ક્યાંક ક્યાંક અનુસંધાન પણ થતું રહે. તેમની શૈલી મહદ્ અંશે સરળ રહી છે, પણ ક્યાંક ક્યાંક તેઓ પણ સંસ્કૃતના પ્રવાહમાં તણાઈ ગયા છે અને તત્સમ શબ્દો પ્રયોજી બેઠા છે. આથી ક્યાંક ક્યાંક વિદ્ધ૬ ભોગ્યતા પણ આવી જાય છે. જેમ કે - ... એ રીતે જે બહ્મમાં સત્ત્વ, રજ, તમ એ ત્રણે ગુણો અર્થાતુ માયાના કાર્યરૂપ દેહઇન્દ્રિયો તથા અંતઃકરણાદિ ધર્મોની તથા એના અધ્યાસની કરવી મિથ્યા છે, જે બ્રહ્મ સ્વસ્વરૂપની સ્કુર્તિથી જ જીવોની સર્વ વિદ્યાને નિવૃત્ત કરી દે છે, જે પરમ સત્યરૂપ બ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ જે ત્રિકાલાબાધિત છે તેનું અમે ધ્યાન ધરીએ છીએ'(પૃ.૧). અહીં અબુધ અને પલ્લવગ્રહી પાંડિત્યવાળા વાચકને તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જ લાગે ! ખેર ! લેખક મૂળ ગ્રંથને વફાદાર પણ રહ્યા છે એ એનું જમા પાસું છે.
પૃ.૨૭૮ પરની ભગવાનના સ્વરૂપ વિશેની સમજાવટ મનમાં વસી જાય તેવી છે. લેખક તાત્ત્વિક અભિગમને પણ સ્થળે સ્થળે ખોલતા રહ્યા છે. જેમ કે, “ભગવાન જ્ઞાન, વૈરાગ્ય અને રૂપથી ભક્તોને અધીન થાય છે (પૃ.૨૫૧). લેખકે સંસ્કૃત ભાષાને બરોબર પચાવી છે એથી વચ્ચે વચ્ચે સરસ વ્યુત્પત્તિઓ પણ નોંધતા જાય છે “
રતિ ત રાગા (પૃ.૧૦૪).
આમ એક ટીકાની પાંખે ભાગવતના આકાશમાં ઊડવાનો લેખકનો અભિગમ પ્રશંસાઈ છે. ક્યાંક ક્યાંક સંસ્કૃત શ્લોકોમાં થોડીક અશુદ્ધિઓ જણાય છે, પણ એ તો સુજ્ઞ વાચકોથી સુધરી શકે તેવી છે. લેખકે શ્રમસાધ્ય અને વિદ્વાનોને પણ હંફાવે તેવું કામ ઘણી આસાનીથી કર્યું છે. આજે ગુજરાતીમાં મૂળ શ્લોકો સાથે ભાગવતનો શબ્દશઃ અનુવાદ પણ આપણને ઉપલબ્ધ નથી , ત્યારે શ્રીમદ્ વલ્લભ સિદ્ધાન્તને સમજાવવાનો આ પ્રયત્ન શિરસાવદ્ય છે.
વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ લેખકની આ પ્રસાદીનો આસ્વાદ લેવા જેવો છે, જો પૂર્વજન્મમાં સુકતો શેષ હોય તો લેખકની સાત્ત્વિક આરાધનાનું આ ફળ ચાખવા જેવું છે.
હર્ષદેવ માધવ માધુર્યના ઉપાસક કવિનું સર્જનઃ ‘ગીત-માધુરી' [ગીતમાધુરી. ડૉ. વાસુદેવ પાઠક, વાગર્થ, પ્રણવભારતી ફાઉન્ડેશન, અમદાવાદ – પ્રથમ, ૧૯૯૯].
ડૉ. વાસુદેવ પાઠક સંસ્કૃત વાચકો અને વિદ્વાનોમાં સૌમ્યાકૃતિ, મૃદુભાષી સંસ્કૃતજ્ઞ તરીકે જાણીતા છે. તેઓએ ગુજરાતના સંસ્કૃતનાટકો પર સંશોધન કરીને મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેઓ સારા ગીતકાર પણ છે. માધુર્યના ઉપાસક આ કવિએ ગુજરાતીમાં લયહિલ્લોળવાળાં ગીતો એક સંગ્રહરૂપે અગાઉ આપ્યાં છે. તેમની સંસ્કૃત વાણીમાં તેમના સ્વભાવની બધી લાક્ષણિકતાઓ પ્રગટે છે.
આ સંગ્રહમાં ૩૮ ગીતો તથા છૂટાં છવાયાં મુક્તકો છે. કવિ ભક્તહૃદય ધરાવે છે એથી મોટા ભાગનાં કાવ્યોમાં ભક્તિનો મહિમા, ભક્ત હૃદયની લાગણી તથા માંગલ્યમય ગિરાનું ઝંકૃત થવું સ્વાભાવિક છે. અધ્યાસના કોમલ-મધુર ભાવોથી રચનાઓ માદવવાળી બની છે.
સર્વચૈત્ર શુદ્ધોfસ યુદ્ધોfસ સેવા (પૃ.૧) श्रीनारायणसेवा कार्या નારાયણવાળી દિ વિવા, (પૃ. ૬) श्रीनन्दनन्दनं रोचकस्वरूपिणम्
સર્વતે વેવે પર ! (પૃ.૧૮) ગ્રંથ-સમીક્ષા].
૭િ૯
For Private and Personal Use Only