________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભારત, ભગવદ્ગીતા ઇત્યાદિ સંસ્કૃત ગ્રંથો તેમજ કાલિદાસ જેવા સંસ્કૃત ગ્રંથકારો વિશે ગાંધીજીના પ્રકાશિત લેખોમાંથી ચયન કરવામાં આવ્યું છે તે પણ આ સંદર્ભમાં પ્રસ્તુત ગણાય.
સમસ્ત ગ્રંથનું સંપાદન સુપેરે કરાયું છે. શ્રી. હેમંત વાળાએ આ ગ્રંથને પોતાનાં અનેકવિધ સુંદર રેખાંકનો દ્વારા સુશોભિત કર્યો છે. શ્રી. રજનીભાઈ વ્યાસે તૈયાર કરેલું ગ્રંથનું બહુરંગી આવરણ પણ આકર્ષક છે.
ઉપલબ્ધ સામગ્રીના આધારે ભારે જહેમત ઉઠાવી ડૉ. હર્ષદેવ માધવે પ્રસ્તુત ગ્રંથનું સંપાદન આટલી ચીવટથી કરી ગુજરાતી સાહિત્યમાં મહાત્મા ગાંધીજીને લગતા આ અમૂલ્ય સંગ્રહનું પ્રદાન કર્યું છે તે માટે તેમને અભિનંદન તથા ધન્યવાદ ઘટે છે. જન્માષ્ટમી
હરિપ્રસાદ શાસ્ત્રી ૨૩-૮-૨૦૦૦
ગુજરાતનાં પ્રાચીન સરોવરો-તળાવો અને કુંડો : લેખક : ડૉ. રામજી ઠા. સાવલિયા, પ્ર. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ-૯, ૨૦૦૦, કિંમત- રૂ. ૪૨.
ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિનાં વિવિધ પાસાં વિશે કેટલાંક અભ્યાસ પૂર્ણ પુસ્તકોનું પ્રદાન કરનાર ડૉ. સાવલિયાએ આ પુસ્તકમાં ધર્મ, કલા અને સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતનાં પ્રાચીન સરોવરો-તળાવો અને કુંડોનો વિશદ પરિચય કરાવ્યો છે. કુદરતી જળની ઉપલબ્ધિની પ્રવર્તમાન અછતના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતનાં પ્રાચીન જળાશયોને લગતું આ પુસ્તક સવિશેષ પ્રસ્તુત બની રહે છે.
લેખકે ભૂમિકામાં જળ અને જળાશયોના વિવિધ પ્રકાર જણાવી, પ્રકરણ રમાં પૌરાણિક સાહિત્યમાં સરોવરોતળાવો અને કંડોનું માહાત્મ નિરૂપ્યું છે. પ્રકરણ ૩માં વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપિત કૂવાઓ, વાવો, સરોવરોતળાવો અને કુંડોના વિવિધ પ્રકારોનો પરિચય આપ્યો છે. પ્રકરણ ૪માં લેખકે શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં વર્ણવેલ તળાવોના વિવિધ પ્રકારોનો પરિચય આપી, ગુજરાતનાં કેટલાંક પ્રસિદ્ધ પ્રાચીન-અર્વાચીન જળાશયોનું નિરૂપણ કર્યું છે. લેખકે અહીં તળાવ અને સરોવર વચ્ચેનો ભેદ ફુટ કર્યો હોત તો સારું.
એવી રીતે પ્રકરણ ૫ માં કંડોના વિવિધ પ્રકાર-આકાર ગણાવી લેખકે ગુજરાતના અનેક જાણીતા કંડોનો પરિચય આપ્યો છે. આ બંને પ્રકરણોમાં ડૉ. સાવલિયાએ પ્રત્યક્ષ અવલોકન તથા ક્ષેત્રકાર્યની નોંધો ઉપરાંત અનેકાનેક લેખો તથા પુસ્તકોનો આધાર લીધો છે. છેલ્લે પ્રકરણ ૬માં લોકસાહિત્યમાં ગાયેલા જળાશયોના મહિમાનો નિર્દેશ કર્યો છે. પાટીપો, સંદર્ભસૂચિ અને અનેક ચિત્રો દ્વારા લેખકે પુસ્તકને ધર્મ તથા સ્થાપત્યકલાના પરિપ્રેક્ષ્યમાં અધિક અભ્યાસ પૂર્ણ બનાવ્યું છે.
પુસ્તકલેખનના ઉત્સાહી કસબી બનેલા ડૉ. સાવલિયાને આ પુસ્તકના પ્રદાન માટે અભિનંદન ઘટે છે. છતાં અહીં એક બાબત પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવાનું પ્રાપ્ત થાય છે. લેખકે પાદટીપોમાં અનેક સંસ્કૃત શ્લોક ઉદાહત કર્યા છે તે આવકાર્ય છે, પરંતુ પ્રફ-વાચનમાં વધુ કાળજી રાખી શકાઈ હોત, તો અનેક પંક્તિઓમાં દષ્ટિગોચર થતા મુદ્રણદોષ, ખાસ કરીને અનુસ્વારનો લોપ અને “મસ્યપુરાણ', “તીર્થોનાં' અને “રશેસ' જેવા અશુદ્ધ પ્રયોગ નિવારી શકાયા હોત. મુદ્રણદ્ધિનો મુદો લેખકે એમનાં ભાવિ પ્રકાશનો માટે પણ લક્ષમાં રાખવા જેવો ગણાય.
હરિપ્રસાદ શાસ્ત્રી
મૂર્ધન્ય સારસ્વતનાં ત્રિગ્રંથાવલોકન : કે.કા. એટલે ડૉ. કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા) નહીં પણ કેકા એટલે મોરની વાણી. કેકા એટલે પ્રખર સાહિત્યકાર અને મૂર્ધન્ય સારસ્વત. કેકાનાં સ્વભાવ અને લખાણને નજરઅંદાજ કર્યા વિના કહેવું હોય તો એમ કહી શકાય કે એમનું સમગ્ર અને સર્વગ્રાહી પ્રદાન એટલે કેકાનો કેકારવ.
૭૪]
[સામીપ્ય : ઓકટોબર, ૨૦૦૦માર્ચ, ૨૦૦૧
For Private and Personal Use Only