________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય પામે છે.) (i) છા. ઉપ. ૬.૧૫.૧ (પા. ૩૫૪)
तस्य यावन्न वाङ्मनसि सम्पद्यते, मनः प्राणे प्राणस्तेजसि, तेजः परस्यां देवताथां, तावज्जानाति ।
“જ્યાં સુધી તેની વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ તેજમાં અને તેજ પરમ દેવતામાં પ્રાપ્ત ન થાય, ત્યાં લગી (તે તેનાં સ્વજનોને) જાણે ઓળખે છે.”
એટલે કે, વાણી વ. તેમનાં કારણોમાં લય પામતાંની સાથે જ તે માંદો માણસ દેહમુક્ત થાય છે. - “મુક્તિ” પામે છે.
ઉપર, (i) અને (i) માં સામ્ય સ્પષ્ટ છે, જેમકે, “ગાવત્ર તાવતું....” વાક્ય રચના અને સન્ + ત્ ક્રિયાપદ, ઉપરાંત બંનેમાં આવતા સમાન વિચારો. ખંડ ૧૫ માં આવતું ઉદાહરણ ખંડ ૧૪માં આવતા દગંત રૂપકને સમજાવે છે અને મૂળ મુદાને જીવંત રાખે છે. પરંતુ ખંડ ૧૪ અને ખંડ ૧૫ વચ્ચે આવતી (ખંડ ૧૪ ના અંતે છા.૧પ.૬.૧૪.૩) પ્રસ્તુત ધ્રુવપંક્તિ તત્ત્વમસિ વિધાન જુદું પડી જાય છે. ધ્રુવપંક્તિમાં સૂક્ષ્મતમ તત્ત્વ અને તેની વ્યાપક્તાનો મૂળ મુદ્દો છે;
જ્યારે આ બંને ખંડોમાં સર્વ ઈંદ્રિયોનું આત્મામાં લય પામવું એવો મૂળ મુદ્દો છે; આમ ધ્રુવપંક્તિના અને આ બંને ખંડોના મૂળભૂત મુદા જુદા જુદા તરી આવે છે. અહીં, બંને ખંડોમાં ધ્રુવપંક્તિનો સુમેળ થયો નથી. ! ૬૧૨ઃ તત્ત્વલિમાં તન સર્વનામનું વિવેચન
ઉપર ૬૮ માં જણાવ્યા મુજબ તત્ત્વયિ વિધાન છા.ઉપ. ૧૨ માંથી જ ઉદ્ભવ્યું છે, તેથી છા.ઉપ. ૬.૧૨ ને અનુલક્ષીને જ તેનું યથાર્થ વિવરણ કરવું જોઈએ. અહીં મનનું વર્ણન આવે છે, પણ સત્ નું નહીં. સાધારણ રીતે
ગમનના વર્ણનને સત ના અર્થમાં ઘટાવી શકાય, પરંતુ આ આખા ખંડમાં સંત સાથે સાંકળી લેવાય એવો કોઈ નિર્દેશ મળતો નથી. આમ, સંબંધ અને વાક્યરચનાની દૃષ્ટિએ પણ તત્વમસિમાં આવતા તત્ સર્વનામનું સત્ ના સંદર્ભમાં વિવરણ કરવું તે યથાર્થ લાગતું નથી. જો કે આ બાબતે વિસ્તૃત વિવેચન ઉપર ૬૭ માં કરવામાં આવ્યું છે.
(૧) તત્ત્વસિનું તત્વ સર્વનામ પુરોવર્સી ગામન કે દૂરવર્તી સત ના સંદર્ભમાં નથી યોજાયું; આથી આ તત સર્વનામ માટે એના અનુસંધાનમાં નપું.માં યોજાતાં દર્શક (deictic) સર્વનામના વિશિષ્ટ પ્રયોગોનું પરીક્ષણ કરવું રહ્યું.
જીત, કતલ, અને ૬ નપું. દર્શક સર્વનામોની જેમ - (નપું.) સર્વનામ પણ વૈદિક ગદ્યમાં ક્રિયાવિશેષણના અનેકવિધ અર્થમાં પ્રયોજાય છે. (જુઓ સ્પાયર ૧૮૯૬: ૩૧૪૭, પા. ૪૩ અને સ્પાયરઃ ૧૮૮૬ ૨૭-૪, પા. ૨૦૯); દા.ત. આવાં સર્વનામો “આથી,તેટલા માટે”, “પરિણામે” “તેથી” એવા અર્થમાં કોઈ તર્કસંબદ્ધ કાર્યનું પરિણામ સૂચવે છે. (જુઓ સ્પાયર ૧૮૮૬: $૪૪૪; પા. ૩૪૪ અને દેબૂક હ૧૪૧ પાનાં ૨૧૬....; તથા મિનાર્ડ ૧૯૩૬, ૨૯૪, પા. ૯૩); ઉપરાંત, “પછી” (then); “એ પછી” તેમજ “આના લીધે આ કારણે” એવા અર્થો પણ વેરપોર્ટને (પા. ૨૯૭) દર્શાવ્યા છે. આ સર્વનામો “ત્યાંઅહીં” એવા અર્થમાં કોઈ સ્થળનું સુચન અથવા કોઈ પ્રસંગનો નિર્દેશ પણ કરે છે. (જુઓ બોડેવિત્ર પા. ૧૫૯; રણ્ ૧૯૬૧; ૬૧૧૯ ૯, પા. ૧૫૬); જેમ કે, (i) શતપથબ્રાહ્મણ (માધ્યદિન-શાખા) ૨.૫.૨.૫ (પા. ૧૮૦)
तद्वै द्वे वेदी द्वावग्नी भवतः । “અહીં- આ યજ્ઞમાં - (ત) બે વેદિ અને બે અગ્નિ હોય છે.”
અથવા તો, “એ પ્રસંગે”, એવા અર્થમાં પણ તત્ સર્વનામ કોઈવાર કોઈ પરિસ્થિતિનો નિર્દેશ કરે છે; જેમ કે, (i) શતપથબ્રાહ્મણ (કાવશાખા) ૨.૨.૧.૧૬ (પા. ૮૫)
स यत्र विश्वरूपं त्वाष्ट्रमिन्द्रो जघान तस्य ह वध्यस्य विदां चक्रुः शश्वद्धनं त्रित एव जद्यान तदत्य॒ह तदिन्द्रोऽमुच्यत देवो વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૯
For Private and Personal Use Only