SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બૃ.ઉપ.૩.૯.૯. (પા. ૫૩૬) ‘W’ એવા સ્પષ્ટ પદ/શબ્દને બદલે વ્રહ્મ માટે અહીં ફક્ત તત્ સર્વનામ યોજ્યું છે. તેમાં બ્રહ્મ નો સંદર્ભ રહે છે. પોતાના આવા વિધાનના સમર્થનમાં મિનાર્ડે બૃ.ઉપ.નો આધાર લીધો છે, જેમ કે, स ब्रह्म त्यद् इत्याचक्षते । “તે બ્રહ્મ “ત્ય” એમ લોકો કહે છે.” k અહીં આવેલા ચત્ “સર્વનામે” વ્રહ્મ નાં જાતિ (નપું.) અને વચન (એકવચન) સ્વીકાર્યાં છે. ઉપરાંત, છા.ઉપ.ના પ્રસ્તુત ખંડોમાં બ્રહ્મ નું વર્ણન આવતું નથી, અહીં તો મુખ્ય વિષય સત્ છે. અને તે સત્ નું વર્ણન તો તેના સત્' એવા નામ સાથે જ કરવામાં આવ્યું છે. ! સત્ અદૃશ્ય/અષ્ટ છે, પણ તે જ્ઞાનગમ્ય છે, અને તેનું કોઈ રહસ્યમય/ ગુહ્યતમ નામ આપવા જેવા પ્રસંગો આ છા.ઉપ.ના આગળના ખંડોમાં પણ જોવા મળતા નથી. ટૂંકમાં, મિનાર્ડની ઉપર્યુક્ત ક્લ્પના આધાર વગરની છે (જુઓ મિનાર્ડ, ૧૯૫૬ ૪૪૫૩, પા. ૧૮૨). વળી વૈદિક વાડ્મયમાં ત- સર્વનામ આ ત્યની જેમ બ્રહ્મ માટે યોજાયું હોય એવો ઉપર્યુક્ત ઉલ્લેખ સિવાય બીજે ક્યાંય ઉલ્લેખ મળતો નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) અન્ય પ્રકારે સ્પષ્ટતા કરીઓ તોઃ જો તત્ત્વમસિમાં તત્ સર્વનામનો સંદર્ભ અણિમા (પુ.) સાથે હોત તો તત્ સર્વનામે પોતાનાં જાતિ-વચન તેના વિધેય-પ્રથમાંવિભક્તિ ત્વમ્ પદનાં જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યાં હોત; એટલે કે અહીં “ સ ત્વમસિ” જેવું કોઈ નિધાન હોત. તો પછી અહીં તત્વમસિ માં તત્-સર્વનામ નપું.માં કેમ ? - તત્ત્વમસિ વિધાનમાં આમ વૈદિક વાક્યરચનાના જાતિવચન-સ્વીકારના નિયમનું ઉલ્લંઘન થયું છે, એ પ્રત્યે સ્પાયરનું (૧૮૮૬ પા. ૧૮, નોંધ ૧) ધ્યાન પણ દોરાયું છે. તેણે આ પ્રશ્નનો ઉકેલ શોધવા તત્ત્વમસિનું યથાર્થ વિવરણ કરવા - તત્ત્વજ્ઞાનનો આશરો લીધો છે; અને કલ્પના કરી છે કે “તે (તત્ =આત્મા) પણ તારામાં (F) છે.” ! પરંતુ સ્પાયરનું આ વિવરણ યોગ્ય નથી. વૈદિક કાળનાં વાક્ય-રચના અને વિધાનો માટે તત્ત્વજ્ઞાનનો આશરો ન લઈ શકાય, ઉપરાંત તત્વજ્ઞાન માટે પણ વ્યાકરણના, વાક્યરચનાના અને શબ્દ-યોજનાની ક્રમબદ્ધતાના શબ્દવિન્યાસના સામાન્ય નિયમોને અનુસરવું જ પડે. જો કે સ્પાયરે પાછળથી એનું પોતાનું ઉપર્યુક્ત પ્રકારનું કાલ્પનિક વિવરણ ત્યજી દીધું (સ્પાયર ૧૮૯૬, §૯૫૬. પા. ૩૦); અને નોંધ્યું કે, તત્ત્વમસિ માં તત્ સર્વનામ રહેવા છતાં તત્ત્વ-વિચારણા કિલષ્ટ નથી બની. — For Private and Personal Use Only - (૬) તત્ત્વમસિ માં તત્ (નપું.) સર્વનામની અગાઉ ધારો કે કોઈ શબ્દ નપું. (એકવચન)માં હોત તો પણ અહીં ત્ સર્વનામનું વિવરણ લિષ્ટ જ રહે છે. કારણ કે, તત્ સર્વનામ તેના પુરોવર્તી કોઈ નપું (એકવચન)-શબ્દના સંદર્ભમાં હોવા છતાં જાતિ-વચન-સ્વીકારના (વાક્યરચનાના) નિયમ પ્રમાણે તો અહીં સ ત્વમસિ જેવા વિધાનની જ અપેક્ષા રખાય. અહીં ત- સર્વનામે તેના વિધેય-પ્રથમાવિભક્તિ ત્વમ્ પદની જ જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યાં હોત ! આમ, તત્ત્વમસિ ના વિવરણ માટે છા. ઉપ. ૬.૮-૧૦ માં તો કોઈ સંકેત મળતા નથી. §૮ : છા.ઉપ. ૬.૧૨ અને ધ્રુવપંક્તિ હાનેફેલ્ડ (પા. ૧૧૬....) અહીં જણાવે છે કે કાળક્રમે કોઈ એક કે એકથી વધારે “ગ્રંથ સંકલન કર્તાએ (? Redactors) છા. ઉપ.ના આ છઠ્ઠા અધ્યાયમાં અનેક સ્વતંત્ર ખંડો ઉમેર્યા/પ્રક્ષિપ્ત કર્યા છે. આ અધ્યાયનો ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ, બંને ભાગો રચનાની દૃષ્ટિએ અને તત્ત્વમસિ વિધાનની ઉપયુક્તતાની -સંગતિની-દૃષ્ટિએ એકબીજાથી જુદા તરી આવે છે. આ ઉત્તરાર્ધ (છા-ઉપ.૬.૮-૧૬) પાંચ ભિન્ન ભિન્ન પ્રકારના ખંડોમાં વિભક્ત થયો છે; પરંતુ તેમાં ખંડ ૧૧૧૩ જ નીવન/નીવ સિદ્ધાંતની વિચારધારા રજૂ કરતાં, તત્ત્વમસિ વિધાન સાથે યોગ્ય રીતે સંકળાયેલા રહ્યા છે. (સરખાવો જીનેફેલ્ડ પા. ૧૬૨.૧૬૩) અહીં છા.ઉપ.ના પ્રસ્તુત પ્રકરણમાં સમગ્ર રીતે ચર્ચાયેલાં વિષયવસ્તુની એકબદ્ધતાનો નિર્ણય લેવામાં હોનેફેલ્ડે વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉ૫. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૫
SR No.535817
Book TitleSamipya 2000 Vol 17 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy