________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
तुलसो या संसार में भाँति भौति के लोग । सबसों हिलि मिलि चालिये, नदी नाव संजोग ।
— —कुबस दौर घर दूर बहु, चलन पिराने पाव । हिलि मिलिकर रहु जगत में, खोटे खरे स्वभाव ॥ द्वा. स. १७३
मुख पृष्ठ पर सतसई के ७०० के तीनों अंक भक्ति, नीति-राजनीति और शृङ्गार को अपने अन्दर छिपाये हुए हैं। छंद, अलंकार और भाषा की दृष्टि से यह प्रयत्न अभिनन्दनीय है, कहावतों और मुहावरों के यत्र तत्र उपयोग से भाषाबल दृढ होता है। उपमा, रूपक आदि के प्रयोग से कृति को मूल्यवत्ता मिली है।
द्वारिकेशु के दोहरे, ज्यो प्रसन्न दह नीर । परसत ही जाके भगै, तन मन की सब पीर ॥
बिहारीलाल चतुर्वेदी
જીવન સ્મૃતિ લેખક : પ્રા. ડો. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, પ્રકાશક : પોતે, ૧૯૨, સુવાસ, આઝાદ સોસાયટી, અમદાવાદ–૧૫; આવૃત્તિ : પ્રથમ; ઈ. સ. ૧૯૯૧, પૃષ્ઠ સંખ્યા : ૮૪, મૂલ્ય રૂા. ૩૦/
માનવી જેમ પોતાની વિદ્યા દ્વારા કાવ્ય, વાર્તાદિ મનોરંજનાર્થ આપે છે, તેમ પોતાના કે અન્યના જીવનને કેન્દ્રમાં રાખી પિતાને કે અન્યનો અનુભવ અન્યને માર્ગદર્શક કે ઉપયોગી બની શકે તેમ હોય તે તે માટે પણ પ્રયત્ન કરે છે. ડે. હરિપ્રસાદ શાસ્ત્રીનું “જીવન સ્મૃતિ' આ પ્રકારનું પ્રકાશન છે.
“જીવન સ્મૃતિ પાંચ વિભાગમાં વહેંચાઈ છે : (૧) વતનની ગોદમાં (૨) ગિરનારની છાયામાં (૩) ગુજરાતના પાટનગરમાં (૪) વિદ્યાની ઉપાસના અને (૫) કુટુંબ અને સમાજના પરિપ્રેક્ષ્યમાં.
પ્રથમ વિભાગ વતનની ગોદમાં ગામના પરિચયથી આરંભી પરિવાર સુધી પહોંચતા થોડા જ લીસોટામાં વકીલોનો પરિચય આપી પોતાના પરિવારની થોડી વિગતે માહિતી આપી, પિતાને બાલ્યકાળ અને શાળાજીવનના મિત્રોને પરિચયની સાથે ત્રણેક ઘટનાઓ નોંધે છે. એમાં વસેથી સોજીત્રા ટેનમાં જતા ગાંધીજીનાં દર્શન, ગાંધીજીની પેઠે પરીક્ષામાં ચોરી ન કરવા તરફની વૃત્તિને પરિચય આપતો પ્રસંગ અને ઈ. સ. ૧૯૨૭ ને અતિવૃષ્ટિને પ્રસંગ ગણાવી શકાય. પ્રસંગે નિરૂપ્યા છે ખરા પણ નિરૂપણું સજીવ બનવાને બદલે તટસ્થ આલેખન તરફ વહેતું ને મેટેભાગે શાળાજીવન ઉપર જ કેન્દ્રિત રહ્યું છે.
ગિરનારની છાયામાં શીર્ષક જેવું રસિક છે તેવું ત્યાંના જીવનનું વર્ણન રસિક બની શકયું નથી. મહારાષ્ટ્રીય હેડમાસ્તરના કડક ને રૂઆબદાર અમલ નીચે ચોથા (આજના આઠમા) ધારણના હરિપ્રસાદને નિયમિત મહેનત કરી પ્રથમ ક્રમ જાળવી રાખવા મથતો જોવા મળે છે. એ પરિશ્રમના ફળ રૂપે સ્કોલરશીપ મેળવી એ હાઈસ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકેની પોતાની કારકિર્દી
ગ્રંથસમીક્ષા ]
[૫૧
For Private and Personal Use Only