SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ગ્રંથ-સમીક્ષા ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમવિધાન” (ઈ. સ. ૧૬૦૦ સુધી) લેખક: ડો. રામજીભાઈ ઠાકરશીભાઈ સાવલિયા, પ્રકાશક : આશુતોષ સાવલિયા, એ-૪, યજ્ઞપુરુષનગર, રન્નાપાર્ક, ઘાટલોડિયા, અમદાવાદ-૬૧. મૂલ્ય : રૂ. ૧૫૦, વર્ષ-૧૯૯૧, પૃ. સં. ૩૦૪, ૫ટ્ટ ૧૬ | ગુજરાતમાં ઘણા પ્રાચીનકાળથી દેવી-દેવતાઓનું મહત્ત્વ રહ્યું છે. ધર્મના સંદર્ભમાં પણ આ દેવી-દેવતાઓનું એક અનોખું મહત્ત્વ છે. મૂર્તિવિધાન અંગે પણ આપણે ત્યાં ઠીક ઠીક કામ થયું છે. આમ છતાં પ્રારંભના કાર્યોમાં સાહિત્યને આધાર જોવા મળતા, પાછળથી એમાં પુરાણની વિવેચના ઉપરાંત અન્ય સંદર્ભો ઉમેરાયા. સમય જતાં શિલ્પ અવશેષોને તેમજ સિક્કાઓનો આધાર ઉમેરાતાં તે કાર્ય વધુ ચોકસાઈપૂર્વકનું ગણાય તેવું થયું. ઠે. રામજીભાઈ સાવલિયાએ “ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમાવિધાન ઈ. સ. ૧૬૦૦ સુધીનું કરીને મૂર્તિવિધાનની દિશામાં એક ચોક્કસ પ્રકારનું પ્રદાન કર્યું છે. " માત્ર હિંદ દેવી પ્રતિમાઓને કેન્દ્રમાં રાખેલી હોવાથી લમી, સરસ્વતી, પાવતી, દુર્ગા, મહિષાસુરમર્દિની માતૃકા જેવી દેવીઓનું પ્રતિમા વિધાન તેમાં ચચેલું છે. ૯ પ્રકરણે અને બે (૨) પરિશિષ્ટમાં વિભાજિત આ પુસ્તક પ્રથમ ખંડમાં ભારતની શક્તિ પૂજાની પ્રાચીનતા તરફ આપણું લક્ષ કેન્દ્રિત કરે છે. તેમાં શક્તિના અર્થથી આરંભી શક્તિ પૂજાનો ઉદ્દગમ કઈ રીતે થયો, આદિમાનવ સમાજમાં શક્તિ કે પૃથ્વીને પ્રકૃતિ ગણીને તેની કઈ રીતે પૂજા આરંભાઈ, હડપ્પીય સભ્યતાના જે પ્રાચીન અવશેષો પ્રાપ્ત થાય છે તેમાં શક્તિ પૂજ ક્યા પ્રકારની હતી, ત્યારથી આરંભી વૈદિક યુગમાં આરંભાત શક્તિનો માતૃભાવ, શક્તિ પૂજાને ગૂંદથી માંડીને રામાયણ, મહાભારત પુરાણ આદિમાં થયેલ વિકાસ નિરૂપ્યો છે. બીજા પ્રકરણમાં શક્તિ પૂજાને ગુજરાતમાં કઈ રીતે વિકાસ થયો તે દર્શાવવા પ્રાર્ અને આદ્ય ઐતિહાસિક કાળમાં પંજાબ અને સિંધમાંથી મળે છે તેનાં માતૃદેવીનાં શિલ્પો ગુજરાતમાં લોથલ, રંગપુર જેવા સ્થળોમાંથી મળતાં નથી. જેથી માતૃદેવીને સંપ્રદાય ગુજરાત અને રાજસ્થાનમાં હડપાય લોકોમાં પ્રચલિત નહોતે, તે જણાવી ગુજરાતમાં શક્તિ પૂજા અંગે જે વિવિધ મતો પ્રચલિત હતા તેની સમીક્ષા કરી છે અને શિલ્પાવશેષોને આધારે શક્તિપૂજાની પ્રાચીનતા નિશ્ચિત કરી છે. ત્રીજ પ્રકરણ લક્ષ્મીજી વિષયક છે. તેમાં સાહિત્યમાં મળતાં લક્ષ્મીનાં વિભિન્ન નામો અને તેને થતો વિકાસ, અષ્ટનિધિ અને નવનિધિની કલ્પના, સમુદ્રમંથન અને લક્ષ્મીજી, લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો તેમજ તેની વિવિધ રીતે થયેલી ઉત્પત્તિ, સાહિત્ય તથા પુરાવશેષોમાંથી પ્રાપ્ત સિક્કાઓ ઉપર લક્ષ્મીજીનાં સ્વરૂપનું અંકન વગેરે દર્શાવેલ છે. ઉપરાંત શાસ્ત્રીય દષ્ટિએ તેમનું કેવું સ્વરૂપ વિભિન્ન ગ્રંથોમાં દર્શાવ્યું છે તેની ચર્ચા કરી ભારતમાં લક્ષ્મીજીની પ્રતિમાની પ્રાચીનતા અને પ્રસાર કેટલો અને કયાં થયેલે, ગુજરાતમાં વિષ્ણુ મંદિરો અને વિભિન્ન લક્ષ્મી સ્વરૂપી ઈ. સ. ૧૬૦૦ સુધીમાં કયા કયા પ્રકારનાં પ્રાપ્ત થાય છે તે આંકડાઓ સાથે દર્શાવ્યું છે અને અંતમાં વિભિન્ન સ્થળોએ મળતી લક્ષ્મીની પ્રતિમાઓનું વર્ણન આપેલું છે, વળી કેઠકરૂપે આ બધાં રૂપો વિશેષ સ્પષ્ટ કર્યા છે. ગ્રંથ-સમીક્ષા ] [ ૪૫ For Private and Personal Use Only
SR No.535783
Book TitleSamipya 1992 Vol 09 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages95
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy