________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથમાં ક‘ભ કે બીજેર' અને ડાબા હાથમાં ધનની કોથળી છે. પ્રતિમા પર સિંદૂર ચેપડેલા હોવાથી વિશેષ વિગતે તારવી શકાતી નથી.
નવગ્રહ : રાજેશ્વરી માતાના મંદિરના પ્રાંગણુની પૂર્વ દીવાલમાં નવગ્રહને પટ્ટ જડેલો છે, જેમાં જમણી બાજુથી જોતાં સૂર્ય પ્રતિમા આવેલી છે. જેને મસ્તકને ભાગ ખંડિત થયો છે. બાકીના ચંદ્ર-રોમ, મંગળ, બુધ, બહસ્પતિ, શુક્ર, શનિ અને રાહુને જમણા હાથ અભયમુદ્રામાં અને ડાબા હાથમાં માતુલિંગ ધારણ કરેલ છે. દરેક પ્રતિમા લલિતાસનમાં બેઠેલ છે. દરેકના ગળામાં હાંસડી જોવા મળે છે. કેતના સ્વરૂપમાં કેડથી નીચેને ભાગ સર્પ અને ઉપરને મનુષ્ય સ્વરૂપને છે. બંને હાથ નમસ્કાર મુદ્રામાં રાખેલ છે. દરેક પ્રતિમા ગોળ ખંભિકાયુક્ત ગવાક્ષમાં પ્રતિષ્ઠિત છે (૧૧મી સદી.).
સુય : ગોળ ખંભિકાયુક્ત ચૈત્યકમાનવાળા ગવાક્ષમાં સૂર્યની સુંદર પ્રતિમા આવેલી છે. ગોળ તકિયા જેવા આસન પર પલાંઠી વાળી બેઠેલ સૂર્યના બંને હાથમાં દંડસહિતનાં પૂર્ણ વિકસિત પદ્ધ છે. મસ્તકે કરંડ મુકુટ, કાનમાં મકર કુંડલ, ગળામાં હાંસડી, પ્રલંબહાર, બાજુબંધ અને કટક વલય ધારણ કરેલ છે. પગમાં હોલબૂટ છે. સૂર્યના મસ્તકની બંને બાજુ માલાધરોનાં શિલ્પ છે (૧૧મી સદી).
કુબેર-વરુણ : રાજેશ્વરી માતાના મંદિરના ઉપરના મજલે મુખ્ય ગર્ભગૃહમાં જમણી તરફની દીવાલમાં કુબેર અને વરુણ દિપાલની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમામાં કુબેર ત્રિભંગમાં ઊભેલ છે. ચાર હાથમાં જમણે નીચલે વરદ મુદ્રામાં ઉપલા બંને હાથથી નકુલિકા ધારણ કરેલ છે અને ડાબા નીચલા હાથમાં કુંભ છે. વરુણની આ પ્રતિમા ત્રિભંગમાં છે. ચાર હાથમાં અનુક્રમે વરદ, પદ્મ, પાસ અને કમંડલું ધારણ કરેલ છે. આ બંને પ્રતિમાના ઉપરના ભાગમાં પણ કીર્તિ મુખનું આલેખન થયેલ. આ પ્રતિમાઓ પર સિંદૂરના લેપ કરેલું હોવાથી વિશેષ વિગતે તારવી શકાતી નથી.
માતૃકાઓ : આ મંદિરના મુખ્ય ગર્ભગૃહની પશ્ચિમ દીવાલમાં અષ્ટ માતૃકાપટ્ટ નજરે પડે છે. જેમાં જમણી બાજુથી જોતાં ભૌરવ છે અને બાકીની માતૃકાએ ચતુર્ભુજ છે. દરેકને જમણે હાથ વરદમાં, ઉપલા બે હાથમાં આયુધ અને ડાબા નીચલા હાથથી કેડ પર બેઠેલ બાળકને ટેકવેલ છે. છેલ્લે ગણપતિની પ્રતિમા છે. આ પ્રતિમાઓ પર સિંદૂરના પડને લીધે આયુધ ઓળખી શકાતાં ન હોવાથી વિશેષ વિગતે આપી શકાતી નથી.
મંદિરની પાછળના ભાગમાં યક્ષની પ્રતિમાની નીચે વિ. સં. ૧૩૬૫, ચૈત્ર સુદ ૧૪ નો ચાર પંક્તિને લેખ કોતરેલે છે. પરંતુ, ખૂબ ઘસાઈ ગયે હોવાથી વાંચી શકાતો નથી. ઉપરના ભાગમાં અષ્ટમાતૃકાન પદ, ભૈરવ તથા ગણેશ અને વિષ્ણુની પ્રાચીન પ્રતિમાઓ સ્થાપેલી છે. સહુથી ઉપર ખુલ્લા ધાબામાં પાણીની દીવાલમાં ૮ પંક્તિને એક શિલાલેખ જડેલો છે. એનું માપ ૯૮ સે.મી. × ૩૯ સે.મી. છે. લખાણવાળા ભાગનું મા૫ ૮૮ સે.મી. × ૩૬ સે.મી. અને અક્ષરનું સરેરાશ કદ ૫ સેમી. ૪ સે.મી. છે. લખાણની ભાષા જૂની ગુજરાતી અને લિપિ દેવનાગરી છે. લેખની આઠમી પંક્તિ છેક નીચે જમણી તરફના ખૂણામાં લખેલી છે. લેખને પાઠ આ પ્રમાણે છે :
१. स(सं)व(ब)त १६९२ वर्षे फागणमासे सु(शु)क्ल पषे(क्षे) ३ खी(व)वासरे क२. रुव मझुवाडा माहा सु(शुभस्थाने नरपती(ति) राऐ मकआणा ૩. વસતુત.........માહારાના સુત નામહા४. पणेना काढावी आमांथी करावो. आथमणी रांधनो करा ५. वी साहदी आरषी सेतु करावां चोगीर्द कोटनाथी गज
વિસાવડી, નગવાડા અને ઝીઝુવાડા ... સ્થળતપાસને હેવાલ ]
[ ૪૩
For Private and Personal Use Only