________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસાવડી, નગવાડા અને ઝીંઝુવાડાની પુરાવસ્તુકીય સ્થળતપાસનો હેવાલ
ભારતી શેલત + આર, ટી. સાવલિયા*
તા. ૧ લી ફેબ્રુઆરી, ૧૯૯૨ ને શનિવારના રોજ અમે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વિસાવડી અને નગવાડા તેમજ ઝિંઝુવાડા તાલુકાના ઝિંઝુવાડા ગામની મુલાકાત લીધી હતી. અમદાવાદથી લગભગ ૮૦ કિ. મી. દૂર આવેલા વિસાવડી ગામના પાદરમાંથી અમે પસાર થતા હતા ત્યાં ડાબી બાજુએ આવેલા એક ખેતરમાં વૃક્ષ નીચે ગેળ ચણતરવાળા ઓટલા પર રહેલા એક પાળિયા તરફ અમારી દષ્ટિ પડી. અમે નજીક ગયા અને પાળિયાનું નિરીક્ષણ કર્યું. આ આખે પાળિયા ૨૯ સે. મી. પહોળા અને ૮૭ સે. મી. ઊંચો છે. એમાં ત્રણ પંક્તિમાં જૂની ગુજરાતી ભાષામાં લખાણ છે. પાળિયાના ઉપરના ભાગમાં ડાબી બાજુએ સૂર્ય અને જમણી બાજુએ ચંદ્રનું પ્રતીક કોતરેલું છે. વચ્ચે પાઘડી પહેરેલ અશ્વારૂઢ સૈનિકની આકૃતિ કોતરેલી છે. યોદ્ધાના જમણા હાથમાં ભાલો અને ડાબા હાથમાં ઢાલ છે. અશ્વને આગલે ડાબે પગ વરિત ગતિનું સૂચન કરે છે. નીચેના ભાગમાં ત્રણ પંક્તિનું લખાણ કોતરેલું છે. લેખવાળા ભાગનું માપ સે.મી. X ૧૨ સે. મી. છે અને અક્ષરનું સરેરાશ કદ ૩ સે. મી.x ૩ સે. મી. છે. લેખની ભાષા અને લિપિ બંને ગુજરાતી છે. લેખને પાઠ નીચે મુજબ છે :
૧. સંવત ૧૮૨૬ વરષ અસ વદ ૨. ૩ ન દન રામજી વસવડ ૩. દરના કામ અવ છે.
આ ખેતરથી થોડે દર વિસાવડી ગામની સીમમાં શ્રી વિસત માતાજીનું મંદિર છે. મંદિરના ઓટલા પાસે નીચેના ભાગમાં ચામુંડા અને ગણપતિની ૧૧ મી ૧૨ મી સદીની પ્રાચીન પાષાણ પ્રતિમાઓ રહેલી છે. ગણેશના મસ્તક પર પાઘડી ધારણ કરેલી છે. એમના હસ્તિકણું આકર્ષક રીતે કારેલા છે. ડાબો કણ સહેજ ખંડિત થયેલું છે. ચતુર્ભુજ ગણેશને નીચલે જમણે હાથ ખંડિત છે. જ્યારે નીચલા ડાબા હાથમાં મોદક છે, જેના પર એમણે સૂઢ ટેકવેલી છે. ઉપલા જમણા હાથમાં પાશ અને ડાબા હાથમાં અંકુશ ધારણ કરેલ છે, ગણેશે જમણો પગ ઢીચણથી વાળીને ઊંચે ટકલે છે. એમના હાથમાં અને પગમાં વલયે અને કેયૂર, ગળામાં હાર ધારણ કરે છે. ગણેશની પ્રતિમાની ડાબી બાજુએ ચાર ગણોની પ્રતિમાઓ આવેલી છે. મંદિરની પાછળના ભાગમાં એક મજલાની વાવ છે, જેના ત્રણ કઠા છે. વાવનું પ્રવેશ દ્વાર ઉત્તર તરફ છે. વાવમાં પ્રવેશતાં જમણા હાથ પર વાવના બાંધકામ અંગે વિ. સં. ૧૯૪૭ ને કમાન આકારને ૧૦ પંક્તિને લેખ છે. લેખના ચારે ખૂણામાં પા વર્તુળમાં સૂર્યના કિરણે જેવી આકૃતિએ કતરેલી છે. શિલાલેખ
અનુક્રમે ૩૮ ]
રીડર અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
[ સામીપ્ય : એપ્રિલ, '૯૨–સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only