________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વળી
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ।। किं पुनर्बाह्मणाः पुण्या भक्ता रोजर्षयस्तथा । अनित्यमसुख लोकमिमं प्राप्य भजस्व माम् ॥ ९.३२-३३॥
શ્રીમદ ભગવદગીતાના ઉપરોક્ત શ્લેકે અજામિલ અને ગુણનિધિ બને માટે મહત્ત્વના છે. અજામિલ અને ગુણનિધિ દુરાચારી અને પાપી હતા. બંને બ્રાહ્મણ હતા એટલું જ નહિ, વિદ્વાન, સદાચારી અને ભક્ત હતા. સંજોગવશાત તેઓ દુરાચારી અને પાપી બન્યા છે. છતાં તેઓ ઉત્તમ ગતિના અધિકારી બન્યા છે, તેની ભગવદ્દગીતામાં પણ પુષ્ટિ મળે છે.
શ્રીમદ્ ભાગવતને નવધા ભક્તિનું ગાન કરતે નીચેને શ્લેક અજામિલ અને ગુણનિધિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. જેમ કે –
અવળ' દીર્તન” વિશેઃ મા પવનમ્ |
મન વન્દન વાદ્ઘ સહમમિનિવેદનમ્ I૭.૪.૨૨ અજામિલ યમદતો અને વિષ્ણુના સંવાદમાં વિષ્ણુ ભગવાનના ગુણ—લીલા અને નામાદિનું શ્રવણ કરી “શ્રવણ” નામની હરદ્વારમાં ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ ઇત્યાદિ દ્વારા “દાસ્ય’ નામની, આત્મચિંતન દ્વારા “આત્મનિવેદન” નામની અને પુત્રભાવે પણ “નારાયણું” શબ્દનું ઉચ્ચારણ “સ્મરણ નામની વ્યક્તિને ચરિતાર્થ કરે છે.
ગુણનિધિ શિવનામનું “શ્રવણું કરીને “શ્રવણ નામની, નૃત્યગીતાદિ દ્વારા શિવભક્તોએ કરેલા કીર્તનનું પણું શ્રવણ કરીને “કીતન” નામની, શિવપૂજન દર્શન અને દીપદાનાદિ દ્વારા “અચન' નામની, દીપને સતેજ કરવા ગુણનિધિનું નીચે નમવું તે “યંદન’ નામની ભક્તિને ચરિતાર્થ કરે છે.
અજામિલ અને ગુણનિધિ ભાગવતધર્મ અને શૈવધર્મના પ્રતિનિધિરૂપ બ્રાહ્મણે છે. શ્રીમદભાગવતપુરાણ અને શિવમહાપુરાણ આ પ્રકારનાં આખ્યાને અને ચરિત્રોનું વર્ણન કરીને ભક્તોની વિશ અને શિવમાં ભક્તિ દૃઢ કરવાનું જાણે સિદ્ધ કરતા હોય તેમ જણાય છે.
ઉપરોક્ત તુલનામાં કેટલાક તફાવત પણ દૃષ્ટિગોચર થાય છે ?
(૧) અજામિલનાં માતપિતા અને પત્નીનું નામ પ્રાપ્ત થતું નથી. તેના મુળ સંબંધી માહિતી પણ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગુણનિધિના પિતાનું નામ અને તેના પિતાના ગુણની તથા તેના થળની વિસ્તૃત માહિતી પ્રાપ્ત થાય છે. જો કે ગુણનિધિની માતા અને પત્નીનું નામ પ્રાપ્ત થતુ નથી.
(૨) અજામિલ સ્વયં માતાપિતા અને પત્નીને ત્યાગ કરે છે, જ્યારે ગુણનિધિના પિતા નિધિનો ત્યાગ કરે છે. વધુમાં ગુણનિધિના પિતા ગુણનિધિના ત્યાગ ઉપરાંત તેની માતાને પણ ત્યાગ કરે છે એટલું જ નહીં તેના પિતાએ બીજાં લગ્ન પણ કર્યા છે.
અજામિલ આખ્યાન અને ગુણનિધિચરિત્રની તુલના ]
[ ૩૫
For Private and Personal Use Only