________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અજામિલના ઉપરોક્ત ઉત્તમ જીવનમાં એક પ્રસંગ પરિવર્તન લાવનાર બને છે. પુષ્પ, સમિધાદિ લેવા વનમાં ગયેલ અજામિલ મમત્ત શૂદ્ર અને દાસીની વિવિધ કામચેષ્ટા જોતાં તે દાસીમાં જ આસક્ત થાય છે. વસ્ત્રભૂષાદિ વસ્તુઓથી અને પિતાની સમગ્ર સ`પત્તિથી દાસીને રીઝવે છે. માતાપિતા અને પત્નીને ત્યાગ કરી દાસી સાથે રહે છે. તેના દ્વારા દસ પુત્ર ઉત્પન્ન કરે છે. સૌ પુત્રામાં પ્રીતિ રાખે છે અને સૌથી નાનાપુત્ર ‘નારાયણુ’માં વિશેષ પ્રીતિ રાખે છે. દાસીના કુટુંબનું ભરણપોષણુ કરવામાં અનેક દુરાચારાનું આચરણ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ અજામિલ કામાસક્ત અને અનેક પ્રકારના દુરાચારાથી યુક્ત પોતાનુ* ઉત્તર જીવન પસાર કરતા હતા.
ગુણનિધિ તેના પૂર્વી જીવનમાં હંમેશા વેદાધ્યયનમાં રત રહેલા હતા. નાની વયમાં જ તેણે આ પ્રકારની વિદ્યામાં કુશળતા પ્રાપ્ત કરી હતી.
ગુણનિધિના ઉપરોક્ત ઉત્તમ જીવનમાં જુગારી મિત્રાને કુસંગ પરિવર્તન લાવનાર બન્યા. જુગાર, જુગારમાં હારી જતા તેના પૈસા ચૂકવવા ધરમાંથી કીમતી-વાસણા, વસ્ત્રાભૂષા, અલ'કારા ઇત્યાદિની ચેારી અને સ્નાન, સધ્યાને ત્યાગ, બ્રાહ્મણનિંદા ઇત્યાદિ દુરાચારોનું આચરણ કરતા ગુણુનિધિ પેાતાનું ઉત્તર જીવન વ્યતીત કરતા હતા.
(૫) અજામિલની દાસીમાં આસક્તિ તેને ગૃહત્યાગ કરાવે છે અને દાસી સાથે નિવાસ કરાવે છે. ગુરુનિધિના જુગાર, ચેરી ઇત્યાદિના દુરાચારથી જ્ઞાત બનેલા તેના પિતા યજ્ઞદત્તનો ક્રષિ અને યજ્ઞદત્ત દ્વારા ગુણનિધિના ત્યાગ ગુણુનિધિને ગૃહત્યાગ કરાવે છે.
યત્તત્ત ગુણનિધિને ત્યાગ કરતાં સત્ય જ કહે છે કે
अपुत्रत्वं वरं नृणां कुपुत्रारकुलपांसनात् ।
त्यजेदेकं कुलस्यायें नीतिरेषा सनातनी ॥ १७–६०॥
યજ્ઞદત્તના આ શુભ વિચાર અજામિલ માટે પણ લાગુ પાડી શકાય.
(૬) દાસી સાથે વિષયાપભાગનું સેવન કરતાં અજામિલના અઠ્ઠયાસી વર્ષ પસાર થાય છે. તેની સમક્ષ પાશયુક્ત ભયંકર દેખાવવાળા યમદૂતા આવ્યા અને તેના સૂક્ષ્મ શરીરને ખેચવા લાગ્યા.
ગુણનિધિ ગૃહત્યાગ કરીને ચાલતા ચાલતા ઘણે દૂર જતા રહે છે. ભૂખથી વ્યાકુળ બનેલા, એક શિવમ`દિરમાં પહેાંચે છે. ત્યાં શિવભક્તો દ્વારા થતુ· શિવપૂજન નિહાળે છે, શિવમ ંત્રાનું શ્રવણ કરે છે. શિવમદિરમાં રહેલ નૈવેદ્યનુ ભક્ષણ કરવા ઇચ્છતે। ગુણનિધિ શિવભક્તોના મદિરમાંથી બહાર જતા ઝાંખા રહેલા દીવાને પોતાના વસ્ત્રના છેડાની દીવેટ બનાવી સતેજ કરે છે. દીવા સતેજ થતાં જ નૈવેદ્યનુ ભક્ષણ કરે છે. પોતાની સાથે થાડુ નૈવેદ્ય લઈને મંદિર બહાર નીકળતા એક સૂતેલા શિવભક્તની પગની ઠાકર વાગતાં જાગી જતાં ‘ચાર' ‘ચાર'ની બૂમ પાડે છે, અન્ય ભક્તો ઊઠી જતાં ચાર માની તેને મારતાં ગુણનિધિનું મૃત્યુ થાય છે. ગુણનિધિનું મૃત્યુ થતાં તેના જીવાત્માને લેવા યમદૂતા હાથમાં પાશ લઈને આવ્યા અને તેને બાંધવા લાગ્યા.
૩૦ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only