SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અને હળવા ફૂલ થાય છે. દેહમાં કાંતિ પ્રગટે છે અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. આવે વખતે કેટલાક અંતરાયા ઊભા થાય છે. એના નિવારણ માટે યેાગાભ્યાસીએ ખારા, ખાટા, ગરમ, લુખ્ખા, દાહક તેમજ તૈલી પદાર્થાં, અતિઆહાર, સ્ત્રીસંગ, ધૂર્ત, દંભી અને વહેંચક લાકા સાથે ગાષ્ટિ વગેરે ત્યજી દેવાં જોઈએ. અલબત્ત, યાગમાં ત્વરિત સિદ્ધિ મેળવવા માટે એણે ઘી, દૂધ, મિષ્ટાન્ન તેમજ મિતાહારનુ` સેવન કરવું અતિ આવશ્યક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર કહ્યું તેમ યેગાભ્યાસીએ ચાર વખતની ક્રિયામાં દરેક વખતે ૨. પ્રાણાયામ કરવા અને આમ કરવાથી એ પેાતાની ઇચ્છા મુજબ પ્રાતત્ત્વને રાકવા સમર્થાં થશે. એને કેવળ-કુ ભક પ્રાપ્ત થશે. રેચક-પૂરક વગર કેવળ—કુભક થતાં એવી વ્યક્તિ માટે પછી જગતમાં કંઈ પણ અપ્રાપ્ય વસ્તુ રહેતી નથી. केवल कुम्भके सिद्धे रेव - पूरक-बर्जिते । न तस्य दुर्लभ किञ्चित् त्रिषु लेोकेषु विद्यते ॥७ કેવળ—કુંભક-પ્રાણાયામની ક્રિયાથી પ્રથમ, દેહમાંથી પ્રસ્વેદ પ્રગટે એને લૂછી લેવા. ત્યાર બાદ કુંભક આગળ વધે તેા દેહમાં કંપ અનુભવાય. કું ભક-પ્રાણાયામને વધુ તે વધુ અભ્યાસ થતા જતાં દુરી (દેડકાની જેમ ઠેકડા મારવાની) વૃત્તિ પ્રગટે અને પદ્માસન વાળેલી અવસ્થામાં યાગી ભૂમિ પર ઠેકડા મારીને ગતિ કરે. વળી કુ ંભક-પ્રાણાયામમાં સાવધાનીથી આગળ વધતાં એવી સ્થિતિ આવે કે યાગી કાઈ આધાર વગર જમીનથી અદૂર સ્થિતિમાં રહી શકે. આ સ્થિતિમાં અલૌલિક સામથ્ય પ્રગટે. આવી સ્થિતિમાં એ અતિ આહાર કરે કે કઈ પણ ન ખાય છતાં એને કંઈ મુશ્કેલી, પીડા કે દુઃખ ન થાય. કુંભકના અભ્યાસને લઈને મળ-મૂત્ર અને નિદ્રા અલ્પ થાય. દેહમાંથી લાળ કે દુર્ગંધ પ્રગટે નહિ. વળી એ અભ્યાસ આગળ વધતાં પ્રગટેલ બળને લઈને ભૂચર-સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા યાગી પૃથ્વી પરનાં પ્રાણીએ પર જય મેળવે. વાધ, શરભ, હાર્થી અને જંગલી આખલા પણ યાગીની એક થપ્પાથી મૃત્યુ પામે. આ અવસ્થામાં યાગીનું સ્વરૂપ કામદેવ જેવું સાહામણું બને. આ સમયે પ્રમાદ ન પ્રગટે એ માટે યાગીએ તકેદારી રાખવી પડે, નહિ તા મહાવિદ્ય આવી પડે. એવે વખતે એની લેાભામણી દેહકાંતિથી આકર્ષાઈને કામુક સ્ત્રી એના તરફ ખે'ચાઈ આવે છે. જો કદાચિત સ્ત્રી-સ`ગ થાય તા યાગીના બિંદુનું પતન થાય અને એની સાથે જ યાગી સામર્થ્ય રહિત બની જાય, એથી એના આયુનેા ક્ષય થાય અને મૃત્યુ નજીક આવે. આથી યાગીએ શ્રી. સૌંસથી દૂર રહી એમના પ્રત્યે આદર રાખી પાતાના યેાગાભ્યાસ નિરંતર ચાલુ રાખવા જોઈએ. (તસ્માત્ સ્ત્રીળાં સહાય કર્યાવસ્યાસમાટૉત્ ।- બિંદુને સતત ધારણ કરવાથી યાગીના દેહમાંથી સુગંધી પ્રસરે છે. કું ભક-પ્રાણાયામ ઉપર કાબૂ મેળવ્યા બાદ એકાંત સાધનામાં પૂર્વકૃત પાપોના નાશ અથે ભૂતમાત્રા વડે પ્રણવમત્ર(ૐ)ના જાપ કરવા જોઈએ.૯ અભ્યાસ દ્વારા આ બધું પ્રાપ્ત કરવાથી યાગી કેવળ-કુંભકની આરભ અવસ્થા પ્રાપ્ત કરે છે. કેવળ−કુંભકની સિદ્ધિનું આ પ્રથમ પગથિયું છે. ત્યાર બાદ યાગી પોતાના અભ્યાસ ચાલુ રાખે તા એનાથી બીજી અવસ્થા—-અવસ્થા ઉદ્દભવે છે. જ્યારે પ્રાણ અને અપાનવાયુ, પ્રાણુ અને મનની એક્તા થાય છે ત્યારે આત્મા-પરમાત્મા વચ્ચેનું (દેખાતુ) દ્વૈત નાશ પામે છે અને એમની વચ્ચેનુ' એક(અદ્વૈત) સિદ્ધ થાય છે. આ અવસ્થાને ઘટાઢયાવસ્થા કહે છે. આમાં પ્રાણની શક ક્રિયા વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. અને એ કેવળ યેાગી જ જાણે છે. આ અવસ્થાએ પહોંચ્યા ૧૪] [સામીપ્ય : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only
SR No.535783
Book TitleSamipya 1992 Vol 09 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages95
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy