________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પાટણના જૈન જ્ઞાનમંદિરો (ભંડારો) નો અભ્યાસ”
ડૉ. પ્રા. નરેશકુમાર જે. પરીખ
જૈન ધર્મના મુખ્ય પાંચ મહાવ્રતો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ છે. આ પાંચ વ્રતોમાં એક અપરિગ્રહવ્રત છે. જૈન આગમગ્રંથોમાં તો સાધુઓએ પુસ્તકોનો પણ પરિગ્રહ રાખવો નહિ એમ સ્પષ્ટ સૂચવ્યું છે, પરંતુ ધર્મ અને સાહિત્યના વિકાસની સાથે સાધુઓ માટે વિસ્તૃત સાહિત્ય યાદ રાખવું મુશ્કેલ બન્યું. આથી કાળાંતરે જ્ઞાનના અનિવાર્ય સાધન તરીકે પુસ્તકોનો પરિગ્રહ નાછૂટકે કરવો પડ્યો. તેથી હવે પુસ્તકો સાધુ ભગવંતો માટે જરૂરી બન્યાં, જ્ઞાનના પ્રત્યક્ષ સ્વરૂપ તરીકે પૂજા-વિધિ શરૂ થઈ. જૈનો કાર્તિક શુક્લ પંચમી – “જ્ઞાનપંચમી' તરીકે ઊજવી, સાહિત્યની પૂજા કરે છે. આના કારણે દહેરાસરમાં પુસ્તકોને સ્થાન મળ્યું. જેથી સમૃદ્ધ પુસ્તકાલયોનું અસ્તિત્વ નિર્માયું. જૈનોની પરિભાષામાં પુસ્તકાલયો - “જ્ઞાનભંડાર– "જ્ઞાનમંદિર' તરીકે ઓળખાય છે.
જૈન સમાજનો ઉમદા અને સવિશેષ અગત્યનો ફાળો છે, પુસ્તકસંગ્રહનો અને તેની યોગ્ય જાળવણીનો માત્ર મૂલ્યવાન ગ્રંથો એકઠા કરવા એ જ પૂરતું નથી, પરંતુ સાથે તેને સારી રીતે સાચવી રાખવાં, પણ એટલા જ જરૂરી છે. ભારતમાં આ જ એક એવો ધર્મ છે, જેણે પુસ્તકોના સંગ્રહોમાં અને પુસ્તકાલયોની સ્થાપનામાં તેમ જ તેને સંગઠિત સ્વરૂપ આપવામાં અત્યંત આવશ્યક ફાળો નોંધાવ્યો છે. જૈનોની ઠીકઠીક વસ્તીવાળા લગભગ દરેક ગામમાં એકાદ જ્ઞાનમંદિર - ભંડાર તો હોય જ.
વનરાજ ચાવડાએ સ્થાપેલ અણહિલપુર પાટણની સર્વતોમુખી પ્રગતિ તો સોલંકીઓના સમયમાં થઈ. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીકાળ તેની રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓને લીધે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.ગુર્જરોની રાજધાની પાટણ શ્રી અને સરસ્વતીનું ધામ હતું. આ યુગમાં વિદ્યા અને સાહિત્યનો ખૂબ જ વિકાસ થયો હતો. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના વખતમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રાચાર્ય વિદ્વાનો અને સાહિત્યકારોમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. આ બન્ને રાજવીઓ જૈન ધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ દાખવતા હતા. પાટણ જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. કુમારપાળે તેની પાછલી જિંદગીમાં જૈન ધર્મ અપનાવી, તેના ફેલાવા માટે અમારી ઘોષણાપશહિંસા' ની મનાઈ ફરમાવી હતી, શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં જૈન ધર્મનો વધુ પ્રચાર અને પ્રસાર થયો હતો. ખંભાત અને પાટણમાં જૈન જ્ઞાનમંદિરો-ભંડારો હતાં. પાટણ રાજધાની હોવાથી, તે સમયે ત્યાં આશરે ૧૭ થી ૧૮ જગ્યાએ નાનાંમોટાં જૈન જ્ઞાનમંદિરો હતાં. વ્યક્તિગત કે સંસ્થા દ્વારા જ્ઞાનમંદિરો ચાલતાં હતાં, પરંતુ વ્યવસ્થિત દેખરેખના અભાવને કારણે આ જ્ઞાનભંડારોમાં રહેલી અમૂલ્ય પ્રતો કે ગ્રંથો ચોરાઈ જતાં, ફાટી જતાં કે તેમાં ઉધઈ થતી. આવી. ખંડિત થયેલી પ્રતોને નદીના વહેણમાં અવાવરૂ કૂવામાં પધરાવવી પડતી હતી.
જૈન આચાર્ય શ્રીમદ્ આત્મારામજી મહારાજના શિષ્ય પ્રવર્તક કાન્તિવિજયજીના નેતૃત્વ હેઠળના તેમના શિષ્યો મહારાજ શ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુષ્પવિજયજીએ, પાટણમાં આવેલાં જ્ઞાનમંદિરોમાં રહેલાં અમૂલ્ય ગ્રંથોનો નાશ થતો અટકાવવા માટે પાટણ સંઘને પંચાસરા જૈન દેરાસર નજીક આવેલા ઉપાશ્રય (અપાસરા)માં એકઠા કરીને, જૈનોના અમૂલ્ય વારસાને સાચવવા માટે સમજાવ્યા. તેમનાં વ્યાખ્યાનની ફળશ્રુતિરૂપે નક્કી કરવામાં આવ્યું કે, પાટણમાં આવેલા જુદાં જુદાં જ્ઞાનમંદિરોને એક કરીને વિશાળ-ભવ્ય જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ કરવું. ગુરુભગવંતોએ જુદાં જુદાં જ્ઞાનભંડારોમાં રહેલા જૈન સાધુઓ અને અન્ય વિદ્વાનોએ તૈયાર કરાયેલ જૈન અને જૈનેતર સાહિત્યના અમૂલ્ય હસ્તલિખિત ગ્રંથોને ભારે જહેમત બાદ એકત્રિત કર્યા. * છાબલિયાનો ખાંચો, દરબાર શેડ, વિસનગર (ઉ.ગુ.)
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૭ર
For Private and Personal Use Only