SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચ્યવિદ્યામંદિર - અન્ય લાક્ષણિકતાઓ ડૉ. ઉષા બ્રહ્મચારી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી એકતા અને વિવિધતાનું મહત્ત્વ પીર્વાત્ય અને પાશ્ચાત્ય જગતને દર્શાવવા તેમજ સામાન્ય પ્રજાને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો સમજવાનો લાભ મળે એ હેતુથી એક સ્થાનિક વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નામે વિશ્વવિખ્યાત બન્યું. શ્રી સયાજીરાવનો વિદ્યાપ્રેમ ખૂબ જાણીતો હતો. તેમણે પ્રાચ્યવિદ્યા સંશોધનક્ષેત્રે ઘણું મોટું પ્રદાન કર્યું. તેઓ સંસ્કૃતપ્રેમી હતા. સન ૧૮૯૨માં પાટણના જૈનભંડારોમાં જળવાયેલા હજારો અલભ્ય હસ્તલિખિત ગ્રંથોની તેમને માહિતી મળી અને આ વિશાળ સાંસ્કૃતિક ખજાનાની જાળવણીની જરૂર પડી. તેથી તરત જ શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીને એ ભંડારોના સંશોધન અર્થે પાટણ મોકલવામાં આવ્યા. વડોદરા પાછા આવ્યા પછી આ સંસ્કૃતગ્રંથોનું બીજી ભાષામાં ભાષાંતર કરવા માટે ભાષાંતરકર્તા તરીકે ભાષાંતરશાખાની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ સન ૧૯૧૦માં મધ્યવર્તી પુસ્તકાલયની સ્થાપના કરી. રાજમહેલના દેવઘરમાં રાખેલા પાંચ સચિત્ર અને અતિસૂક્ષ્મ સુવર્ણાક્ષરે લખેલા ગીતા મહાભારત હરિવંશ અને ભાગવતપુરાણના કલાત્મક વીંટા ભેટ આપ્યા. એ સાહિત્ય અને કલાસર્જનના અદ્વિતીય નમૂના છે. સન ૧૯૧૨માં ભાષાંતરશાખાની વિવિધમાળાઓની શ્રેણી ઊભી થઈ. સન ૧૯૧૪માં સેન્ટ્રલ લાયબ્રેરીના સંસ્કૃત વિભાગના વડાશ્રી ચિમનલાલ દલાલે પાટણ જઈને 3000 હસ્તપ્રતોની નકલ કરાવી, કેટલીક ખરીદી તેમજ તેની વર્ણનાત્મક સૂચિ તૈયાર કરી. સ્વદેશી સંસ્કૃતિના પોષક અને વિદ્યાવિલાસી રાજાએ આ અમૂલ્ય ગ્રંથરત્નોને પ્રકાશિત કરવા માટે ‘ગાયકવાડઝ ઓરિએન્ટલ સીરીઝ” નામની એક સ્વતંત્ર ગ્રંથશ્રેણી શરૂ કરાવી. સન ૧૯૧૫માં આ ગ્રંથમાળાની શરૂઆત થઈ અને ૧૯૧૬માં રાજશેખર કૃત “કાવ્યમીમાંસા” નામક અલંકારશાસ્ત્રનો પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયો. આ ગ્રંથમાળા દેશ-પરદેશમાં એટલી પ્રસિદ્ધિ પામી કે શ્રી ગાયકવાડનો પરિચય રાજવી તરીકે કરતાં “ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝવાળા' ગાયકવાડ તરીકે અપાતો. વિરલ હસ્તપ્રતોનો સંગ્રહ, સમીક્ષિત આવૃત્તિનાં સંશોધન અને પ્રકાશનના કાર્યથી પ્રાચ્યવિદ્યામંદિરનું સ્વરૂપ ઘડાયું. પ્રાચ્યવિદ્યા પ્રત્યેના ઉત્કટ પ્રેમના પ્રતીકરૂપે મહારાજાએ બે અગ્નિસુરક્ષિત (ફાયરપૂર) તિજોરીઓ પ્રાચ્યવિદ્યામંદિરની અમૂલ્ય હસ્તપ્રતોને જાળવવા માટે દાનમાં આપી. પ્રાચ્યવિદ્યામંદિરનો મહત્ત્વનો ઘટનાક્રમ : ૧૮૯૩ ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ અસ્તિત્વમાં આવી. કેન્દ્રવર્તી પુસ્તકાલયમાં સંસ્કૃત વિભાગ શરૂ થયો. ૧૯૧૫ ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝનો પ્રારંભ થયો. ક્યુરેટર શ્રી સી.ડી.દલાલે પાટણ અને જેસલમેરની . હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. ૧૯૧૬ આ માળાના પ્રથમ મણકા રૂપે “કાવ્યમીમાંસા' નામનું પુસ્તક પ્રકાશિત થયું. સંપાદક શ્રી સી.ડી. દલાલ હતા. બૌદ્ધ મૂર્તિવિદ્યાના જાણીતા તજજ્ઞ ડૉ. વિનયતોષ ભટ્ટાચાર્યની સામાન્ય સંપાદક તરીકે નિમણૂક થઈ. ૧૯૨૩ અમૂલ્ય હસ્તપ્રતોને જાળવવા માટે બે ફાયરપ્રુફ તિજોરી મહારાજાએ ભેટ આપી. ૧૯૨૭ પ્રાચ્યવિદ્યામંદિરની સ્થાપના કોઠી કચેરી સંકુલમાં આવેલ અગ્નિસુરક્ષિત મકાનમાં કરવામાં આવી. ૧૯૩૧ ભાષાંતર શાખાના ઉપક્રમે સયાજીસાહિત્યમાળા અને અન્ય શ્રેણીમાં ગુજરાતી, મરાઠી અને હિંદીમાં ગ્રંથોનું પ્રકાશન. * સંશોધન અધિકારી, પ્રાચ્યવિદ્યામંદિર, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૭૦ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy