SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શિલ્પ છે, જે અઢારમી સદીનું માનવામાં આવે છે. તેની બાજુમાં હાથીની અંબાડીનાં બે સુંદર શણગાર શિલ્પ છે. વીણાધારી અપ્સરાનાં શિલ્પ પણ આકર્ષક છે. પગથિયાં ચડીને આગળ જતાં પગથિયાંની બન્ને બાજુએ દીપડો, મહિષાસુરમર્દિની, ગણપતિ, હાથી અને છડીદારનાં શિલ્પો છે. બસો વર્ષ જૂની તોપ પણ ગોઠવવામાં આવી છે. www.kobatirth.org આ મ્યુઝિયમનાં કેટલાંક મહત્ત્વનાં શિલ્પ આ પ્રમાણે છે : પિંડારામાંથી પ્રાપ્ત લક્ષ્મીનારાયણનું શિલ્પ, ૧૧મી સદીનું ગજલક્ષ્મીનું શિલ્પ, ૨૦ હાથવાળાં મહિષાસુર મર્દિનીનું શિલ્પ (૯મી સદી), મનુષ્યરૂપ વરાહ, ઉમામહેશ્વરનું શિલ્પ, બ્રહ્માનું દાઢી તથા જનોઈ સાથેનું શિલ્પ, ગાંધર્વનું ઢોલ અને મૃદંગ વાદન કરતું શિલ્પ, ઝાંઝર પહેરેલ સૂર્યાણીનું તથા સૂર્યનું શિલ્પ (ચિત્ર ૨૯), ગજલક્ષ્મીનું કળશ સાથે ચાર હાથીઓનું સુંદર શિલ્પ. આ મ્યુઝિયમમાં છ હાથવાળા જમણી સૂંઢના ગણપતિની મૂર્તિ અજોડ અને અદ્ભુત શિલ્પનો નમૂનો છે, તો જામ વિભાજી (૧૮૫૨-૧૮૯૨)ની પાઘડી પણ પ્રદર્શિત કરાયેલ છે. ઉપરાંત વસ્ત્રકળાના ૬૬ અને કાચકલાના ૩૬ નમૂના છે. ધાતુ પ્રતિમાઓ ૭ છે અને પાષાણ પ્રતિમાઓ ૭૭ છે.૧૭ ૧. ૨. Acharya Shri Kailassagarsuri Gyanmandir પશુ વિભાગમાં મસાલા ભરેલાં સિંહ, સાબર હરણ, નીલ ગાય, મગર વગેરે છે. તે બાળકો માટે ખાસ આકર્ષણરૂપ છે તથા શિક્ષણમાં ઉપયોગી છે. આ મ્યુઝિયમમાં સલાયાના એક માછીમાર શ્રી મામદ ઓસમાણે પકડેલી એક જંબો વ્હેલ માછલીનું હાડપિંજર લટકાવવામાં આવ્યું છે. આ માછલીનું વજન ૨૦ ટન હતું. તેની લંબાઈ ૪૬ ફૂટ અને જાડાઈ ૨૭ ફૂટ હતી. આ મ્યુઝિયમની મુલાકાત લેનારાની સંખ્યા વાર્ષિક સરેરાશ ૨૫ હજારની છે. આમ આ મ્યુઝિયમ તથા તે જે ઇમારતમાં આવેલ છે તે લાખોટો કોઠો અને મહેલ બંને દર્શનીય અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનાં છે. મધ્યકાળમાં સુરક્ષાના સાધન તરીકે કિલ્લાનું અત્યંત મહત્ત્વ હતું. તેથી આ કિલ્લામાં મહેલ, યુદ્ધકાળ માટે મોટો કોઠાર અને પાણીના સંગ્રહની અદ્ભુત વ્યવસ્થા કરાઈ હતી. તે તળાવની વચ્ચે આવેલ હોવાથી તળાવના પાણીમાં કોઈ ઝેર નાખી દે તો તે પાણીનો ઉપયોગ થઈ શકે નહિ. તેથી આ મહેલમાં જે પાણીની જાળી દર્શાવી છે, તેમાં એક છિદ્રમાંથી ફૂંક મારતાં અન્ય ત્રણ છિદ્રોમાંથી પાણી નીકળે છે, તે તળાવનું પાણી નથી. પુરાતત્ત્વ ખાતાએ તે અંગે તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે નદીથી મહેલ સુધી પાણીની લાઇન નાખી હશે. આજના ઇજનેરોને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી આ વ્યવસ્થા આ મહેલ અને મ્યુઝિયમનું એક આકર્ષણ છે. આ મ્યુઝિયમનું મકાન રક્ષિત હોવાથી તેમાં ફેરફાર કરવાનું દુષ્કર છે. તેથી હવે સરકાર આ મ્યુઝિયમને અન્ય વિશાળ ઇમારતમાં ફેરવી તેનું આધુનિકીકરણ કરવાનું આયોજન કરી રહી છે. તેના વિસ્તરણ પછી આ મ્યુઝિયમ એક બહુહેતુક મ્યુઝિયમ બની શકશે અને જામનગર જિલ્લાના શૈક્ષણિક વિકાસમાં તથા મનોરંજનના સ્થળ તરીકે તેની ઉપયોગિતા અને મહત્ત્વ વધશે. ૩. ૪. ૫. ૬. સંદર્ભો ડૉ. જાની, મુદ્રિકા તથા ભૌમિક, સ્વર્ણ કમલ, ‘ગુજરાતનાં મ્યુઝિયમો’, વડોદરા, ૧૯૮૬, પૃ.૨. કોરાટ, ઇન્દિરા એન. “વૉટસન મ્યુઝિયમ- રાજકોટની સ્થાપના અને વિકાસનો ઇતિહાસ” એમ.ફિલ.નો અપ્રકાશિત લઘુશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ, ૧૯૯૯, પૃ.૨૨. શાસ્ત્રી હ.ગં. અને પરીખ પ્ર.ચિ. ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ભાગ ૯, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૪૯૮ ‘જામનગર ડિસ્ટ્રિક્ટ ગેઝેટિઅર' (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૭૦ શિવરામમૂર્તિ, સી., ‘ડિરેક્ટરી ઑફ મ્યુઝિયમ્સ ઇન ઇન્ડિયા', ન્યૂ દિલ્લી, ૧૯૫૯, પૃ. ૩૩ આઉટ લાઈન ઑફ હિસ્ટરી ઑફ લાખોટા ફોર્ટ એન્ડ લાખોટા મ્યુઝિયમ', જામનગર મ્યુઝિયમ પ્રકાશન, ૧૯૮૨, પૃ. ૨ પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૬૫ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy