SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખોટા પુરાતત્ત્વીય મ્યુઝિયમ (જામનગર) પ્રા. ડે. નીતા જે. પુરોહિત ભારતમાં આધુનિક મ્યુઝિયમ પ્રવૃત્તિનો પ્રારંભ ૧૮૧૪માં કલકત્તામાં ઈંડિયન મ્યુઝિયમની સ્થાપના સા થયો હતો. ત્યાર પછી ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિનો પ્રારંભ ૧૮૭૭માં ભુજમાં સ્થપાયેલા મ્યુઝિયમથી થયો હતો પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમ મ્યુઝિયમ એવું વોટસન મ્યુઝિયમ રાજકોટમાં ૧૮૮૮માં સ્થપાયું હતું. તેનું ઉદ્ઘાટન ૧૮૯૭ મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ હેરિસે કર્યું હતું. પરંતુ જામનગર શહેર કે રાજય કે જિલ્લો એ મ્યુઝિયમ પ્રવૃત્તિ ઘણો પછાત રહ્યો હતો. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી તેના એક વર્ષ પૂર્વે એટલે કે છેક ૧૯૪૬માં જામનગર તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહજીએ લાખોટા કોઠા તરીકે ઓળખાતા કિલ્લામાં એક મ્યુઝિયમની સ્થાપના ક હતી. સ્વતંત્રતા પછી તેનો વહીવટ સૌરાષ્ટ્ર રાજયે સંભાળ્યો હતો અને તે સૌરાષ્ટ્રના ચાર પ્રાદેશિક મ્યુઝિયમોમાં એક બન્યું હતું. પછીથી સૌરાષ્ટ્ર ૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજયમાં ભેળવી દેવાતાં તેનો વહીવટ મુંબઈ રાજ્યને સરકાર હસ્તક આવ્યો હતો." ત્યાર પછી ૧૯૬૦ થી ગુજરાતના સ્વતંત્ર રાજયની રચના થતાં તે ગુજરાત સરકારને મ્યુઝિયમ વિભાગ હેઠળ છે. આ મ્યુઝિયમમાં મુખ્યત્વે પુરાતત્ત્વીય અવશેષોનો સંગ્રહ હોવાથી તે “પુરાતત્ત્વીય મ્યુઝિયમં” તરીકે અથવા “મ્યુઝિયમ ઑફ એન્ટીક્વિટીઝ” તરીકે ઓળખાય છે.” પરંતુ આ મ્યુઝિયમ લાખોટા કોઠા તરીકે ઓળખાતી પ્રસિદ્ધ ઐતિહાસિક ઇમારતમાં આવેલું હોવાથી તે ઇમારતના નામ ઉપરથી તે “લાખોટા મ્યુઝિયમ'ના નામથી લોકોમાં પ્રસિદ્ધ છે. (ચિત્ર ૨૮). આ મ્યુઝિયમની સ્થાપના ૧૯૪૬માં ઉર્ફે આજથી માત્ર પંચાવન વર્ષ પૂર્વે જ થઈ હતી અને તેનો સંગ્રહ બીજા મ્યુઝિયમોની સરખામણીમાં બહુ સમૃદ્ધ નથી, પરંતુ જે લાખોટા કોઠાની ઈમારતમાં તે આવેલું છે. તે ઈમારતનું બાંધકામ છેક ૧૮૩૯માં ઉર્ફે આજથી લગભગ ૧૬૨ વર્ષ પૂર્વે થયું હતું. કદાચ એ પણ હકીકત છે આ મ્યુઝિયમ કરતાં પણ લાખોટા કોઠાનો ઇતિહાસ વધુ રસપ્રદ અને આકર્ષક છે. આ લાખોટાના મ્યુઝિયમની સાથે લાખોટા કોઠાનો ઇતિહાસ જાણવો જરૂરી બને છે. જામ રણમલજી જાડેજા ૧૭ વર્ષની ઉંમરે જામનગરની ગાદીએ ઈ.સ. ૧૮૨૦માં આવ્યા હતા અને કુલ ૩૨ વર્ષ રાજય કરી ૧૮૫૨માં અવસાન પામ્યા હતાં. તેમને કુલ આઠ રાણીઓ અને સાત કુંવરો અને એક કુંવરી હતાં. પરંતુ સાતમાંથી છ કુંવરો જામ રણમલજીના જીવનકાળ દરમ્યાન અવસાન પામતાં સાતમા અને સૌથી નાના કુંવર વિભાજી ૧૮૫૨માં ગાદીએ આવ્યા હતા. જામ રણમલજીના રાજ્યકાળ દરમ્યાન ઈ.સ. ૧૮૩૯માં અને ૧૮૪૫માં જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે દુકાળ રાહતના કામ તરીકે તેમણે લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. આ બાંધકામ કુલ ચાર વર્ષ ચાલ્યું. અને લગભગ એક લાખ રૂપિયાના ખર્ચે તેનું બાંધકામ થયું હોવાથી તે “લાખોટાના કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લાનું બાંધકામ દુકાળ રાહતકાર્ય તરીકે કરવા ઉપરાંત તેમાં રણમલજીની રાજકીય કુનેહ પણ જોવા મળે છે, કારણ કે રાહત કાર્ય ઉપરાંત તે બાંધકામના બે હેતુઓ હતા : (૧) યુદ્ધકાળમાં શાહી કુટુંબનું રક્ષણ અને (૨) શાહી મહેમાનો તથા રાજકુટુંબના સભ્યો માટેનું ઉનાળાનું નિવાસસ્થાન. આ કોઠો અને મહેલ એ ગામની વચ્ચે આવેલા તળાવની વચ્ચે બાંધવામાં આવ્યા છે. આ કોઠો સાત માળનો છે. એક સમયે તેનો ઉપયોગ “હેલિઓગ્રાફી” પ્રકાશથી સંદેશા મોકલવાની પદ્ધતિના કેન્દ્ર તરીકે થતો હતો.' આ કિલ્લો અને ગ્રીષ્મ મહેલના બાંધકામ વખતે જામ રણમલ ખુદ તે જોવા આવતા અને જરૂરી સુચના આપતા. તેના પાયા એટલા ઊંડા ખોદયા હતા કે પાયામાં એટલું પાણી આવતું કે તે બહાર કાઢવા ઠેકાણે ઠેકાણે કોસ જોડવામાં આવ્યા હતા. આ કોઠાની ભવ્ય ઇમારત અંગે વજમાલ કવિએ નોંધ્યું છે કે - * અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ડી.કે.વી. આર્ટસ કૉલેજ, જામનગર પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧ - ૧૬૩ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy