SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છની લોકકલા સંસ્કૃતિનું ભાતીગળ સંગ્રહાલય : ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ ભરત ‘કુમાર’ પ્રો.ઠાકર કચ્છની સમૃદ્ધ લોકકલા કારીગરી અને લોક સાહિત્યનું કલાત્મક રસદર્શન કરાવતા સંગ્રહાલય ‘ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ”નું આ ૨૧મું વર્ષ ચાલી રહ્યું છે. (અર્થાત્ આ વર્ષે ૧૨મી નવેમ્બર, ૨૦૦૧ અને સોમવારન રોજ તેની ૨૧મી વર્ષગાંઠ અને ૨૨મો સ્થાપના દિન ઉજવાશે). બે દાયકા પૂર્વે આરંભાયેલ આ સંગ્રહસ્થાન છેલ્લ નવ વર્ષોથી જાહેર પ્રદર્શનાર્થે ખુલ્લું પણ મુકાયું છે. (ચિત્ર ૨૩) પરંતુ કચ્છનાં અન્ય સંગ્રહસ્થાનોની સરખામણીએ આ મ્યુઝિયમ કચ્છમાં થોડું અલ્પપરિચિત રહ્યું છે. ઇતિહાસ-પુરાતત્ત્વ-સંશોધનના સામયિક “પથિક'ના આ વર્ષે ‘સંગ્રહાલય વિશેષાંક' રૂપે પ્રસિદ્ધ થઈ રહેલા અ દીપોત્સવી અંકના માધ્યમ દ્વારા રામસિંહજીભાઈએ સ્થાપેલા આ વિશિષ્ટ સંગ્રહાલયનો વિગતે પરિચય પ્રસ્તુત કર્યો છે. એમના લગભગ છ દાયકાનાં સંશોધનોની ઝલક અને ઝાંખી એમણે સ્થાપેલા સંગ્રહસ્થાનમાં જોવા મળે છે. કચ્છનું સંસ્કાર-દર્પણ ! ‘સંગ્રહાલય’ની શાસ્રીય પરિભાષા કે વ્યાખ્યામાં મૂકી શકાય એવા મુખ્ય ત્રણ ‘સંગ્રહાલયો’ કચ્છમાં છે અને તે તમામ જિલ્લા-મથક ભુજમાં આવેલાં છે : (૧) કચ્છના રાજવી યુગની ઝાંખી કરાવતું શાહી સંગ્રહસ્થાન ‘આયન મહેલ’, (૨) કચ્છનાં પુરાતત્ત્વીય અને ઐતિહાસિક સ્મારકોનું દર્શન કરાવતું વૈવિધ્યસભર ‘કચ્છ મ્યુઝિયમ‘ તથા (૩ કચ્છના સમૃદ્ધ લોકકલા વારસાનું જેમાં પ્રતિબિંબ ઝીલાયું છે, એવું કચ્છના સંસ્કાર-દર્પણ સમું ‘ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ.' વળી, તેના વર્ગીકરણના આ તફાવત ઉપરાંત આ ત્રણેય સંગ્રહાલયો સંચાલનની દૃષ્ટિએ પણ પાયાગત ભે ધરાવે છે. આયના મહેલ એ કચ્છના રાજપરિવાર દ્વારા સ્થપાયેલું છે, તો કચ્છ મ્યુઝિયમ ગુજરાત સરકારન સંગ્રહાલય ખાતાના સંચાલન હેઠળ છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ એ એક વ્યક્તિનું વિરાટ સર્જન છે અને તેના સર્જક છે શ્રી રામસિંહજીભાઈ કાનજીભાઈ રાઠોડ (૧૯૧૭-૯૭). સંસ્કૃતિ દર્શન' સંગ્રહાલય ઊભું કરીને તેના સર્જકે જાણે કચ્છધરાના ઉદરનો અસબાબ ઉઘાડ્યો છે. કચ્છન ભૂમિજાત સંસ્કૃતિનાં અભિજાત અંગો અને રંગોની અભિવ્યક્તિ પ્રત્યક્ષ કરવા તથા કચ્છી લોક સંસ્કૃતિની છાયા અને તેની અનેરી રંગતની તાસીર દર્શાવતું આ એથ્નોલોજિકલ મ્યુઝિયમ અને સ્ટડી સેન્ટર ઊભું થયું છે. ગુજરાતના મૂર્ધન સાહિત્યસ્વામી અને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના તત્કાલીન અધ્યક્ષ સ્વ. ઉમાશંકરભાઈ જોશી (૧૯૧૧-૮૮)$ શુભારંભ પ્રસંગે તેની ઓળખ આપતાં નોંધેલું કે ‘વિવિધતામાં એકતા કેળવવાની ભારતની યુગો જૂની સાધના કચ્છના ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન, જહાજવિદ્યા, લોકકલા, સાહિત્ય આદિ દ્વારા ઓળખવા માટે આ સંસ્થાને આરંભ થયો છે.' સંસ્કૃતિની સાર્વજનિક સંસ્થા આ સંગ્રહાલયમાં પ્રવેશી તેની જાણકારી મેળવીએ તે પૂર્વે તેની સ્થાપનાની આછેરી પૂર્વભૂમિકા પણ જાણ્ લઈએ. રામસિંહજીભાઈએ યુવાનીથી જીવનના અંત લગી શિલ્પ-સ્થાપત્ય, લોકસાહિત્ય, લોકકલા, ઇતિહાસ, ભાષ અને ભુસ્તરશાસ્ત્ર જેવાં કચ્છનાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધન જારી રાખ્યું હતું. ૧૯૩૨ના અરસાથી તેઓએ અ સંગ્રહાલયમાં પ્રદર્શિત કચ્છ સંબંધી પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કરેલું. * મકાન નં.૪૬બી, ‘શિવમ્’ વૃન્દાવન નગર, વૈશાલી સિનેમા રોડ, અંજાર (કચ્છ) ૩૭૦ ૧૧૦ ફોન : (૦૨૮૩૬) ૪૦૧૩( પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૭ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy