SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોસ્ટલ સ્ટેશનરીનો નવો વિભાગ તાજેતરમાં શરૂ કરાયો છે, જેમાં આઝાદી પહેલાંનાં દેશી રાજ્યોનાં પોસ્ટલ સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, કોર્ટ ફી, કવર ઉપરાંત આઝાદી પછીની ટપાલ ટિકિટો પ્રદર્શિત કરાયેલ છે. સને, ૧૯૭૭માં આ મ્યુઝિયમને ૧૦૦ વર્ષ પૂરાં થતાં એની શતાબ્દીની ઉજવણી ૧૯૭૮માં થઈ. આ મ્યુઝિયમના નવા મકાનની પાયાવિધિ થઈ હતી, એમાં પ્રાકૃતિક ઇતિહાસ વિભાગ શરૂ કરાયો છે. એમાં કચ્છમાંથી પ્રાપ્ત જીવાશ્મો તથા કચ્છના ખડકો અને ખનીજોના નમૂનાઓ પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત આગળ જોયું એમ પ્રાણીઓનાં ડાયરામાઓ છે. મ્યુઝિયમના મધ્ય ખંડની મધ્યમાં માંડવીના જૈન દેરાસરમાંથી મળેલ કાઇ કળાના સુપ્રસિદ્ધ ઐરાવત હાથીને વિશાળ કાચના આવરણની નીચે મૂકવામાં આવેલ છે. આ ઐરાવતની ભારત સરકારે ૨૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી હતી. મ્યુઝિયમથી ઘનશ્યામનગર જતાં રસ્તાને “કચ્છ મ્યુઝિયમ માર્ગ” નામ આપવામાં આવ્યું છે. કચ્છ મ્યુઝિયમ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે. જેમાં ચર્ચાસભા, વ્યાખ્યાનો, પ્રદર્શનો, કચ્છની હસ્તકલાઓનું પ્રદર્શન તથા નિદર્શન, વિવિધ સ્પર્ધાઓ વગેરે અવારનવાર યોજાય છે. દર જાન્યુઆરી માસ દરમ્યાન ભારતભરનાં મ્યુઝિયમ “મ્યુઝિયમ સાહ”નું આયોજન કરે છે. એ દરમ્યાન ભૂજના આ મ્યુઝિયમમાં પણ સપ્તાહ દરમ્યાન મુલાકાતીઓને મ્યુઝિયમમાં પ્રવેશ વિનામૂલ્ય મળે છે. મ્યુઝિયમની પ્રવેશ ફી બે રૂપિયા છે. સંશોધકો, વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ફી રૂપિયા એક છે. બુધવાર અને સરકારી જાહેર રજામાં સંગ્રહાલય બંધ રહે છે. આયના મહેલ આયના મહેલ એટલે અરિસાનો મહેલ અને એ ભુજ શહેરની મધ્યમાં દરબારગઢના ચોકમાં આવેલ છે. આ આયના મહેલને તા. ૧-૧-૭૭ના રોજ કચ્છના મહારાવશ્રી મદનસિંહજી સાહેબે કચ્છની પ્રજાને અર્પણ કરેલ છે. આ આયના મહેલનું બાંધકામ રાવશ્રી લખપતજીએ ઈ.સ.૧૭૫૦ની આસપાસ એટલે કે આજથી અઢીસો વર્ષ પહેલાં કર્યું હતું. રાવશ્રી લખપતજીના પિતા રાવશ્રી દેશળજી વિશે કચ્છની પ્રજાને ઘણું જ માન હતું. રાવશ્રી દેશળજી એટલા તો પ્રજાવત્સલ હતા કે, પ્રજાની એક ઉક્તિ થઈ હતી કે ‘દેશરા પરમેશ્વરા'. આ સમયે એટલે કે અઢારમી સદીમાં ભારતનો ઇતિહાસ અંધાધૂંધીથી ભરેલો હતો, ત્યારે કચ્છમાં તદ્દન ઊલટું જ હતું. રાવશ્રી દેશળજીના સમયમાં કચ્છનો વિકાસ શરૂ થયો એમ કહીએ તો ખોટું નથી, એમના સમયમાં ભૂજ શહેરને ફરતા કોટ, આલમપનાહનો ગઢ અને ભૂજિયાનો ગઢ બંધાયા. અમદાવાદનો સૂબો શેર બુલંદખાન કચ્છ પર ચડી આવ્યો, ત્યારે ભૂજિયાના ગઢનું કામ પૂરું થયું ન હતું, તે વખતે કચ્છના ભાયાતો સાથે રાવશ્રી દેશળજીને સારો સંબંધ હતો. મુઘલ સલ્તનતમાં ઔરંગઝેબ પછી મહમદશાહ ગાદીએ આવ્યો, ત્યારે મુઘલ સલ્તનત નબળી પડી અને તેનાં તાબાનાં જુદાં જુદાં રજવાડાં સ્વતંત્ર બન્યાં. શેર બુલંદખાન ગુજરાતનો સૂબો બન્યો અને કચ્છ પર ચડી આવ્યો. પરંતુ રાવશ્રી દેશળજી સામે એ ફાવ્યો નહીં. રાવશ્રી દેશળજીએ પોતાના પુત્ર લખપતજીને મહમદશાહના મૃત્યુ પછી એની વાંસે દિલ્હીમાં રાજય ઉત્સવ યોજાયો એમાં મોકલ્યા હતા. આ ઉત્સવમાં રાવશ્રી લખપતજી પર મુઘલ બાદશાહ ખુશ થયો અને કચ્છના મહારાજાઓને “મિરજા ઇલ્કાબ તથા માઈ મુરાતીબ” સોનાની માછલીની ભેટ આપી. રાવશ્રી દેશળજી પછી લખપતજી ગાદીએ આવ્યા. રાવશ્રી લખપતજી સાહિત્ય, સંગીત, સંસ્કૃત તથા વિવિધ કળાના શોખીન હતા અને એણે શરૂઆતથી જ કચ્છમાં હુન્નર તથા કારીગરીને વિકસાવવાનું કામ શરૂ કર્યું. રાવશ્રી લખપતજીમાં કલાકારોમાં છૂપી કલા શોધી કાઢવાની કુનેહ હતી અને એને કારણે એણે એક રામસિંહ નામના માલમને શોધી કાઢયો અને એને કાચ, લોખંડ વગેરે ઉદ્યોગોમાં નિપુણતા મેળવવા માટે ઉત્તેજન આપ્યું. એ રામસિંહે દેશ પરદેશમાં જઈ અને ત્યાં જુદી જુદી જાતનું જ્ઞાન મેળવ્યું. શરૂઆતમાં તો એ તોપ બનાવનાર કારીગર તરીકે કામ પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧, ૧૩૩ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy