________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરા ગુર્જરીનાં અલભ્ય સંગ્રહાલયો
પ્રા. અન્નપૂર્ણા શાહ*
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ગુજરાતે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેમાં સંગ્રહાલય (મ્યુઝિયમ) ક્ષેત્રે સંખ્યા તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ સારો વિકાસ સાધ્યો છે. જો કે સંગ્રહાલય અંગેની વિભાવના પશ્ચિમમાંથી આવેલી છે. પ્રાચીન ગ્રીસમાં Mouseion અર્થાત્ મ્યુસિસ યાને વિદ્યાદેવીનું મંદિર, વિદ્યાધામ ગણાતું. તેમાંથી ‘મ્યુઝિયમ' શબ્દ ૧૫મી સદી પછી ખાનગી સંગ્રહોને લાગુ પડ્યો. ઇંગ્લેન્ડમાં બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના પછી ચાલીસેક વર્ષમાં ઈ.સ. ૧૭૮૬માં ભારતમાં સંગ્રહાલયનો પ્રારંભ થયો. ગુજરાતમાં સૌ પ્રથમ મ્યુઝિયમ ભુજમાં ‘કચ્છ મ્યુઝિયમ' નામે અસ્તિત્વમાં આવ્યું. આ મ્યુઝિયમ કે સંગ્રહસ્થાન અજાયબીઓના ભંડાર તરીકે ગણાતું. જો કે સંગ્રહસ્થાનનાં ધ્યેય અને ક્ષેત્ર ઘણાં વિશાળ છે. અધ્યયન, સંશોધન તેમજ આનંદપ્રમોદના સાધન તરીકે માનવ અને પર્યાવરણના પદાર્થના પુરાવાઓનું સંપાદન, સંશોધન અને સંરક્ષણ કરી પ્રદર્શન દ્વારા સમાજસેવા કરવાનો એની પાછળ આશય છે. જૂનાગઢ સંગ્રહાલય, જૂનાગઢ
જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય ‘સક્કરબાગ’માં ‘રસૂલખાનજી મ્યુઝિયમ' શરૂ થયેલું. તે આઝાદી પછી ‘જૂનાગઢ મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. ઈ.સ. ૧૮૯૭માં શહેરના મધ્યભાગમાં બહાદુરખાનજી પુસ્તકાલય અને રસૂલખાનજી મ્યુઝિયમનાં મકાન બાંધવાનો નિર્ણય ત્યારના જૂનાગઢ રાજ્યે લીધેલો ને તે પ્રમાણે ૨જી ડિસેમ્બર, ૧૮૯૭માં મુંબઈના ગવર્નર લૉર્ડ સેન્ટ હર્ડે એનું શિલારોપણ કર્યું. ઈ.સ. ૧૯૦૧ની પમી ડિસેમ્બર એ બંને મકાનોનું ઉદ્ઘાટન થયું અને નવાબને મળેલી વિભિન્ન કલાકૃતિઓને સંગ્રહાલયમાં રાખવામાં આવી. નવાબ સાહેબના નામ ઉપરથી ‘રસુલખાનજી મ્યુઝિયમ’ એવું નામકરણ થયું. પાછળથી તેને ઉપર્યુક્ત ‘સક્કરબાગ' ખાતે ખસેડવામાં આવ્યું.
આ મ્યુઝિયમમાં સ્થાનિક કલાકૃતિઓ, ઐતિહાસિક ઉત્ખનનો દ્વારા પ્રાપ્ત થયેલી ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી. ઈ.સ. ૧૯૪૯માં ઇંટવા ટેકરીમાંથી મળેલા પ્રાચીન અવશેષો પણ એમાં રાખવામાં આવ્યા છે. પુરાતત્ત્વીય નમૂનાઓ ઉપરાંત કલા અને હુન્નર તથા ભૂસ્તરવિદ્યા અને પ્રાણીવિદ્યાના વિભાગો ધ્યાનાકર્ષક છે.
વિન્ચેસ્ટર મ્યુઝિયમ, સુરત
સુરત જિલ્લાના કલેક્ટર અને સુરત બરો નગરપાલિકાના પ્રમુખ શ્રી વિન્ચેસ્ટરના નામ ઉપરથી આ સંગ્રહાલય તેમના નામે ઓળખાતું હતું. આઝાદી પછી તે ‘સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત' એવા નામે સંબોધાવા લાગ્યું. અત્યારનો ‘ગાંધીબાગ’ ત્યારે ‘રાણી વિક્ટોરિયા બાગ' તરીકે ઓળખાતો હતો. તેના એક ખૂણામાં આ સંગ્રહાલય હતું. ઈ.સ. ૧૯૫૨માં સુરત બરો મ્યુનિસિપાલિટીએ શતાબ્દી ઉત્સવ ઉજવ્યો ત્યારે આ સંગ્રહાલયને પ્રોત્સાહન મળ્યું. ૧૯૫૬માં એના માટે ખાસ મકાન બંધાયું. ૧૯૫૯માં પ્રકાશિત થયેલી ડિરેક્ટરીમાં આ મ્યુઝિયમનું સ્થાપના વર્ષ ૧૮૯૦ બતાવ્યું છે. ત્યાર પછીની ડિરેક્ટરીમાં સ્થાપના વર્ષ ઈ.સ. ૧૮૯૧ બતાવવામાં આવેલ છે.
આ મ્યુઝિયમના કેટલાક નવા વિભાગો ઉમેરી તેને અદ્યતન બનાવવા પ્રયત્ન કર્યો છે. એમાં રાજપૂત, મુઘલ, કાંગરા અને ગુજરાતી શૈલીનાં ચિત્રો, સચિત્ર હસ્તપ્રતો, શિલ્પકૃતિઓ, ધાતુ પ્રતિમાઓ, હસ્તકલાના વૈવિધ્યપૂર્ણ નમૂનાઓ પોશાકો, હસ્તપ્રતો, તામ્રપત્રો, આયુધો, વાઘો, પ્રાણીવિદ્યા વગેરેના બહુમૂલ્ય નમૂનાઓ સંઘરાયેલા છે. પ્રભાસ પાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ
ઈ.સ. ૧૯૫૧માં આ સંગ્રહાલયની સ્થાપના થયેલી. જૂના સોમનાથ મંદિરના અવશેષો નવું મંદિર બંધાતાં ત્યાં મુકાયા છે. ઉપરાંત જૂના મંદિરના પાયામાંથી ઉત્ખનન સમયે મળેલા અવશેષો, પ્રાચીન શાવના ટીંબામાંથી * વ્યાખ્યાતા, માતુશ્રી વિરબાઈમા મહિલા કૉલેજ, રાજકોટ
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૧
•
For Private and Personal Use Only