SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રહાલયમાં મૂકવામાં આવેલી વસ્તુઓનો અહીં ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે : ૧. ધર્મ આદિવાસી જીવનમાં ધર્મ એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે એને જીવનમાં બીજા ક્ષેત્રોથી જુદો પાર શકાય તેમ નથી. તેની એક પણ ક્રિયા એવી નથી કે જે ધાર્મિક વિધિ વિના થતી હોય. આદિવાસી જીવનનું તે મુખ પ્રેરકબળ છે, એમ કહીએ તો પણ ચાલે. પરંપરાગત સમાજનું જ આ મુખ્ય લક્ષણ છે. જીવનની નાની મોટી અનેક ક્રિયાઓ પૂરી કરવા અનેક દેવોને રાજી રાખવા પડે છે. કેટલાક દેવો એક છે કે જેમને રાજી કરવામાં આવે તો તે ધાર્યું કામ કરવામાં મદદરૂપ થાય. કેટલાક દેવ એવા છે કે જેમને રાજી રાખવામાં આવે તો જ તે નાનીમોટી અનેક આફતો સામે રક્ષણ આપે. આ બંન્ને પ્રકારના દેવોને રાજી રાખવે આદિવાસી સતત મથતો હોય છે પરંતુ એના દેવો પણ એના જેવા અલ્પસંતોષી છે. થોડામાં જ એ રાજી થાય છે મોટો પ્રસંગ હોય તો નાના કે મોટા પશુનો ભોગ ધરાવીને અને નાનો પ્રસંગ હોય તો જુદા જુદા પશુઓની માટીન આકૃતિઓ ધરાવીને દેવને રાજી કરવામાં આવે છે. આવી આકૃતિઓ મુખ્યત્વે ઘોડા, બળદ, ગાય, હાથી વગેરેની હોય છે. જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી ભાતવાલી પ્રચલિત આકૃતિઓ બિનઆદિવાસી કુંભારો બનાવતા હોય છે, પણ તે આદિવાસીઓએ આપેલી કલ્પના મુજબની હોય છે. સંગ્રહાલયમાં ઉત્તર ગુજરાતના પોશીના વિસ્તારની, વડોદરા જિલ્લાના છોટાઉદેપુર વિસ્તારની તથા સુરત જિલ્લાના માંડવી-વાલોડ વિભાગની માટીની આકૃતિઓ છે. સુરત જિલ્લામાં મગરની આકૃતિવાળા લાકડાના મગરદેવ ધરાવવાનો પણ રિવાજ છે, આ આકૃતિ પર લોકજીવન બતાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત કુટુંબમાં કોઈનું મરણ થાય તો તેના પ્રેતાત્માના નિવાસસ્થાન માટે ઘુમટ મૂકવાનો અને મા પામેલ વ્યક્તિની યાદમાં ખતરું મૂકવાનો રિવાજ છે. આવા ખતરાં કે પાળિયા લાકડાનાં કે પથ્થરનાં હોય છે. માંદગી કોઈ દેવ કે પ્રેતના કોપને કારણે આવે છે, એવું આદિવાસી માને છે. તેથી તેમની નારાજગી કારણ શોધી કાઢવા માટે તે ભૂવાની મદદ લે છે અને ભૂવાની મારફતે તેને ખુશ કરવાની ખાતરી છે. ભૂવો આ કામ કરતી વખતે પ્રેતને બોલાવવા માટે તથા પોતાના રક્ષણ માટે કેટલાંક સાધનો પોતાની પાસે રાખે છે. જેવાં : સાટકો, ચીપિયો, ગોરજ વગેરે. ૨, ઘરેણાં આદિવાસી જીવનમાં ઘરેણાનું મહત્ત્વ વસ કરતાં વિશેષ છે. ઘરેણાનો આ શોખ અનાદિકાળથી ચાલ્યો આ છે અને આજે પણ એટલો જ છે. ઘરેણાં અનેક ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. જેમ કે ઘાસ, કીડિયારું કોડીઓ, સિક્કા, પથ્થર, કલાઈ, પિત્તળ, ચાંદી વગેરે. ગરીબાઈને કારણે સોનાના ઘરેણાંનો રિવાજ નથી. ઘરેણ બિનઆદિવાસી સોનીઓ આદિવાસીએ બતાવેલ ઘાટ મુજબના બનાવે છે. ધરેણાંનો શોખ સ્ત્રીઓ તેમ જ પુરુષો બંને હોય છે. ૩. વાઘો - સંગીત અને નૃત્ય આદિવાસી જીવનમાં કેન્દ્રસ્થાને છે. એનો એકેએક પ્રસંગ કે તહેવાર ગાઈ-નાચીને ? ઉજવાય છે. એને ગાતો-નાચતો જોઈએ, ત્યારે એની ગરીબીને એ પોતે તો સાવ જ ભૂલી જાય છે. પોતાની આજુબાજુના વાતાવરણમાંથી મળતી સામગ્રીમાંથી પોતાને જરૂરી વાદ્યો એ જાતે બનાવી લે છે. આ વાદ્યો અર્વાચી વાઘોના પ્રમાણમાં ઘણાં સરળ છે, છતાં એની લાગણીઓને વ્યક્ત કરવા માટે પૂરતાં સમર્થ છે. ઢોલ, ધાંધલી, પીઠો ડોબરુ વગેરે મૂકવામાં આવેલ વાંજિત્રોને આપ સાંભળવા ઇચ્છો તો વ્યવસ્થાપકને જણાવી શકો છો. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૭ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy